બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / pregnant woman make world record for longest interval between birth of triplets

OMG / એક બાળકની ડિલીવરીના 5 જ દિવસ બાદ મહિલાએ ફરી 2 બાળકોને આપ્યો જન્મ, બની ગયો ચોંકાવનારો વર્લ્ડ રેકોર્ડ

Published By: Noor

Last Updated: 11:57 AM, 28 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મહિલાએ 3 બાળકોને જન્મ આપ્યો એવા કિસ્સા તો તમે સાંભળ્યા હશે. પરંતુ શું તમે સાંભળ્યું છે કે એક ડિલીવરીના 5 દિવસ બાદ મહિલાએ ફરી 2 બાળકોને જન્મ આપ્યો. ચાલો જાણીએ.

  • એક મહિલાએ 3 બાળકોને જન્મ આપ્યો
  • એક ડિલીવરીના 5 દિવસ બાદ મહિલાએ ફરી 2 બાળકોને જન્મ આપ્યો
  • ડિલીવરી વચ્ચે સૌથી વધુ સમય અંતરાલ હોવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ન્યૂયોર્કથી આવો કિસ્સો સામે આવ્યો છે. આ મહિલાના ત્રણેય બાળકો સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. આ મહિલાએ ડિલીવરી વચ્ચે સૌથી વધુ સમય અંતરાલ હોવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. કાયલી ડેશેન નામની 33 વર્ષની આ મહિલાએ 28 ડિસેમ્બર 2019એ તેના પહેલાં બાળકને જન્મ આપ્યો. આ ડિલીવરી માત્ર 22 અઠવાડિયામાં થઈ, જેના કારણે બાળકના બચવાની સંભાવના ખૂબ જ ઓછી હતી. કાયલીના ગર્ભાશયમાં બે અન્ય બાળકો પણ હતા. જેના કારણે ડોક્ટરો ઈચ્છતા હતા કે તેમની ડિલીવરી થોડી મોડી થાય, પરંતુ 5 દિવસ બાદ જ 2 જાન્યુઆરી 2020એ કાયલીને ફરીથી પ્રસવ પીડા થઈ અને જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અહીં કાયલીએ 2 ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો. 

કાયલીએ હાલમાં બે દિવસના અગાઉના રેકોર્ડને તોડીને ત્રણ બાળકોના જન્મ વચ્ચે સૌથી ઓછાં સમય અંતરાલ માટેનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ખાસ બાબત એ છે કે 22 અઠવાડિયાની ડિલીવરીમાં બાળકના બચવાની માત્ર 9 ટકા સંભાવના હોય છે, પરંતુ કાયલીના ત્રણેય બાળકો સ્વસ્થ છે, જેઓ હવે 17 મહિનાના છે. હકીકતમાં ત્રણેય બાળકો આઈવીએફ દ્વારા થયા છે. કાયલી કહે છે કે તે છેલ્લાં ચાર વર્ષથી ગર્ભવતી થવાનો પ્રયાસ કરી રહી હતી. બાદમાં, પતિ બ્રેંડન સાથે તેણે આઈવીએફનો નિર્ણય લીધો. 

આઇવીએફમાં મોટાભાગે જોડિયા બાળકો થવાના કિસ્સા સામે આવે છે. કાયલીએ પણ બે ભ્રૂણ રાખવાનું નક્કી કર્યું હતું. કાયલીએ કહ્યું કે અમને કહેવામાં આવ્યું હતું કે જોડિયા બાળકો રહેવાની 10 ટકા શક્યતા છે. આ સાથે જ ત્રણ બાળકોની માતા બનવાની માત્ર એક ટકા શક્યતા હતી. જેથી આશા નહોતી કે ત્રણ બાળકોનો જન્મ થશે. બાદમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ત્રણ બાળકો હતા. 

કાયલીએ કહ્યું કે આ ક્ષણ ખૂબ જ આનંદદાયક હતી કે એકની જગ્યાએ મૈં ત્રણ બાળકોને જન્મ આપ્યો. કાયલીએ કહ્યું કે ગર્ભાવસ્થા દરમિયાન ડોકટરોએ બંને બાળકોને ખતમ કરવાની સલાહ આપી હતી. પરંતુ મેં ડોકટરોની વાત સાંભળી નહીં. આ સમય દરમિયાન વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું. કાયલીના જણાવ્યા અનુસાર, 22મા અઠવાડિયામાં તપાસ દરમિયાન, તેણે કહ્યું કે બધુ બરાબર છે પરંતુ તે જ દિવસે ડિલિવરીનું દર્દ થયું. તેણે એક બાળકને જન્મ આપ્યો જે ફક્ત 454 ગ્રામ હતો. આ પછી, વધુ બે બાળકોની ડિલિવરી માટે હોસ્પિટલ રહી હતી, પરંતુ ડિલીવરી થઈ ન હતી.

પાંચ દિવસ પછી વધુ બે બાળકોને જન્મ આપ્યો

પ્રથમ બાળકના જન્મ પછી પાંચ દિવસ પછી કાયલીને ફરી પ્રસવ પીડા થઈ. તેણે વધુ બે બાળકોને જન્મ આપ્યો. આ બાળકોનું વજન 500થી 700 ગ્રામ જેટલું હતું. ત્રણેય બાળકોને ચાર મહિના સુધી આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. 17 એપ્રિલે અમે પહેલાં બાળકને અમારી સાથે ડેક્લાન ઘરે લાવ્યા, ત્યારબાદ બીજુ બાળક રોવાન 30 એપ્રિલે અને દિકરી સિયાન 4 મેએ ઘરે આવી. જોકે તે સમયે બાળકો હજી ઓક્સિજન પર હતા, પરંતુ શિયાળો પસાર થયા પછી ઓક્સિજન દૂર થઈ ગયું અને બાળકો સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા.

સંકળાયેલા મુદ્દાઓ

pregnant woman triplets world record OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ