બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:47 PM, 24 February 2024
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સુકન્યા સમૃદ્ઘિ યોજના અને નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણકારો દર નાણાંકીય વર્ષે ખાતામાં ન્યૂનતમ રકમ જમા કરાવવી પડે છે. આ યોજનાઓના ખાતાને એક્ટિવ રાખવા માટે વર્ષમાં એકવાર ન્યૂનતમ રકમ જમા કરાવવી પડે છે. જો વ્યક્તિ ન્યૂનતમ વાર્ષિક રકમ જમા ના કરી શકે તો એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સુકન્યા સમૃદ્ઘિ યોજના અને નેશનલ પેન્શન સિસ્ટમમાં ન્યૂનતમ રકમ જમા કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 છે.
ADVERTISEMENT
નવી ટેક્સ વ્યવસ્થા
સરકારે નવી ટેક્સ વ્યવસ્થાને વધુ આકર્ષક બનાવી છે. 1 એપ્રિલ 2023થી નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ઈન્કમટેક્સ સ્લેબમાં ફેરફાર કર્યો છે. નાણાંકીય વર્ષમાં બેઝિક છૂટ લિમિટ 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરી દીધી છે. નવી ટેક્સ વ્યવસ્થામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જેથી 7 લાખ રૂપિયાની આવક પર ઝીરો ટેક્સ ચૂકવવાનો રહે છે.
નવી ટેક્સ વ્યવસ્થામાં આ લાભ મળશે
જો તમે જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સ ચૂકવી રહ્યા છો, તો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સુકન્યા સમૃદ્ઘિ યોજના અને નેશનલ પેન્શન સિસ્ટમ જેવી ટેતક્સ સેવિંગ સ્કીમમાં રોકાણ કરી રહ્યા હશો. જો તમે નાણાંકીય વર્ષ 2023-24 માટે નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ કર ચૂકવણી કરો તો આ યોજનાઓ પર મળતા ટેક્સ છૂટનો લાભ મળી શકતો નથી.
ADVERTISEMENT
વધુ વાંચો: માત્ર YouTube પર Video જોઇ ખેડૂતે શરૂ કર્યો આ બિઝનેસ, આજે કમાય છે લાખોમાં
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.