બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Pm modi vikasit bharat sankalp yatra beneficiaries anurag thakur other ministers and mp

નિવેદન / તમામ મહિલાઓની એક જ જાતિ છે, અમુક લોકો ભાગલા પાડે છે...; મારા માટે ગરીબો જ VIP: PM મોદી

Published By: Parth

Last Updated: 02:47 PM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં કર્યું સંબોધન, કહ્યું મારા માટે ગરીબો, મહિલાઓ, ખેડૂતો અને યુવાનો VIP છે.

  • દેશના ગામડે ગામડે પહોંચી ભારત સંકલ્પ યાત્રા 
  • કેન્દ્ર સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનું ધ્યેય 
  • પ્રધાનમંત્રીએ જુઓ શું કહ્યું 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે વીડિયો કૉંફરેન્સિંગના માધ્યમથી ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઑ, સાંસદો તથા ધારાસભ્યો પણ જોડાયા હતા. ભાષણ દરમિયાન પ્રધાનમંત્રીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, તમામ મહિલાઓની એક જ જાતિ છે, પરંતુ અમુક લોકો મહિલાઓમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે મારા માટે તો દેશના ગરીબો જ VIP છે. હાલમાં જ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે જે દર્શાવે છે કે લોકોની મોદીની ગેરંટી પર ભરોસો છે. જે લોકોએ મારી ગેરંટી પર ભરોસો કર્યો છે, તે સૌનો હું આભારી છું. અમુક રાજકીય પાર્ટીઓ હજુ એ વાતને નથી સમજી રહી કે ખોટા વાયદાઓ કરી લેવાથી તમને કશું નહીં મળે. 

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે દેશના ગામડાઓમાં કરોડો પરિવારોને અમારી કોઈ ને કોઈ યોજનાનો લાભ જરૂર થયો છે. મારા માટે દેશનો દરેક ગરીબ વીઆઈપી છે, દેશની દરેક માતા-બહેન અને દીકરી VIP છે, દેશનો દરેક ખેડૂતો VIP છે, દેશના યુવાનો મારા માટે VIP છે. મોદીની ગેરંટી વાળી ગાડી પહોંચ્યા બાદ 35 લાખથી વધુ આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. 

PM મોદીએ કહ્યું કે આ તમારા સેવકનો પોતાના પરિવાર સુધી પહોંચવાનો પ્રયાસ છે. હું ગાડી દ્વારા તમારા ગામમાં તમારી પાસે આવી રહ્યો છું. હું એટલે આવી રહ્યો છે જેથી તમારો સાથી બની શકું. જેથી તમારી આશા અને અપેક્ષાઓને સમજી શકું. તમારી આશાઓને પૂર્ણ કરવા માટે હું મારી સરકારની તમામ શક્તિ લગાવી દઇશ. 
 

સંકળાયેલા મુદ્દાઓ

PM modi vikasit bharat sankalp yatra પીએમ મોદી PM Modi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ