બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / Politics / વિશ્વ / PM modi Howdy Modi event live updates from houston

Howdy Modi / ટ્રમ્પની હાજરીમાં PM મોદીએ પાકિસ્તાનને જવાબ આપ્યો, હું અને ટ્રમ્પ આતંકવાદ સામે લડવા મક્કમ

Hiren

Last Updated: 11:29 AM, 23 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ અમેરિકાના 7 દિવસીય પ્રવાસમાં ટેક્સાસના હ્યુસ્ટન ખાતે યોજાયેલા ‘હાઉડી મોદી’ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. જેમાં USના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત 50 હજાર પ્રવાસી ભારતીયો હાજર હતા. ટ્રમ્પ અને મોદી બંનેએ સંબોધન કર્યું હતું. જેમાં ટ્રમ્પની હાજરીમાં જ PM મોદીએ પાકિસ્તાનને જવાબ આપ્યો, હું અને ટ્રમ્પ આતંકવાદ સામે લડવા મક્કમ.

  • મોદીનું ‘કી ઑફ હ્યુસ્ટન’થી સન્માન કરાયું, ટ્રમ્પ અને મોદી જુના મિત્રનો જેમ મળ્યા 
  • મોદીએ અમેરિકાને આહ્વાન કર્યું ‘અબકી બાર ટ્રમ્પ સરકાર’
  • મોદીએ Howdy Modiનો જવાબ આપતાં વિવિધ 11 ભાષામાં કહ્યું ‘બઘા જ મજામાં છે’

પીએમ મોદીનો પાકિસ્તાન પર આડકતરો પ્રહાર
પીએમ મોદીએ કહ્યું કે અમેરિકામાં 9/11 હોય કે મુંબઇમાં 26/11 હોય, તેમને ષડયંત્રકાર ક્યાંથી મળી આવે છે? મિત્રો હવે સમય આવી ગયો છે કે આતંકવાદ વિરૂદ્ધ અને આતંકવાદને સમર્થ આપનારા વિરૂદ્ધ નિર્ણાયક લડાઇ લડવામાં આવે. આ તે લોકો છે જે અશાંતિ ઇચ્છે છે, આતંકનું સમર્થન છે, આતંકને પાળે છે, તેમની ઓળખ માત્ર તમે જ નહીં સમગ્ર દુનિયા સારી રીતે જાણે છે.

ભારત પોતાને ત્યાં જે કરી રહ્યું છે, તેનાથી કેટલાક એવા લોકોને પણ તકલીફ થઇ રહી છે જે પોતાનો દેશ નથી સંભાળી શકતા. આ લોકોને ભારત પ્રત્યે નફરતને પોતાના રાજનીતિનું કેન્દ્ર બનાવી દીધું છે. કલમ 370એ જમ્મૂ કાશ્મીર અને લદ્દાખના લોકોને વિકાસથી અને સમાન અધિકારોથી વંચિત રાખ્યું હતું. આ સ્થિતિમાં લાભ આતંકવાદ અને અલગાવવાદને સમર્થન આપનારી તાકાતો ઉઠાવી રહી છે. ભારતના સંવિધાને જે અધિકાર બાકિના ભારતિયોને આપ્યો છે, તે અધિકાર જમ્મૂ કાશ્મીર અને લદ્દાખના લોકોને મળી ગયો છે.


કલમ 370ને અમે ફેરવેલ આપી દીધું

પીએમ મોદીએ કહ્યું કે સરકાર સરળ જીવનશૈલીની દિશામાં કામ કરી રહી છે. 5 વર્ષમાં 50 ટકા લોકોની પાસે બેંક ખાતા છે. ગેસ કનેક્શન 55થી 95 ટકા લોકોને મળી ચૂક્યા છે. 10 હજારથી વધુ સરકારી સુવિધાઓ ઓનલાઇન ઉપલબ્ધ છે. પહેલા ટેક્સ રિફંડ આવવામાં મહિનાઓ લાગતા હતા, પરંતુ હવે 10 દિવસોમાં રિફંડ સીધુ ખાતામાં જમા થઇ જાય છે. તેમણે કહ્યું ડઝનો ટેક્સની જાળને અમે ફેરવેલ આપી દીધું અને જીએસટી લાવ્યા છીએ. સાથે ભ્રષ્ટાચારની વિદાય આપી રહ્યા છે. ભારતમાં એક દિવસમાં 50 લાખ લોકોએ ઇન્કમ ટેક્સ ભર્યો છે. ટેલીકોમ ક્ષેત્રે પણ ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. મોદીએ કહ્યું કે અમે દેશમાં 3.5 સંદિગ્ધ કંપનિઓને ફેરવેલ આપ્યું છે. જમ્મૂ કાશ્મીરથી કલમ 370ને પણ ફેરવેલ આપી દીધું છે.

ન્યૂ ઇન્ડિયા ભારતનો સૌથી મોટો સંકલ્પ

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ વખતે ભારતમાં લોકસભા ચૂંટણીમાં 61 કરોડ લોકોએ ભાગ લીધો. જેમાં 18 કરોડ યુવાનોને પ્રથમ વખત મત આપ્યા. આ વખતે સૌથી વધુ મહિલાઓ જીતીને આવી. 60 વર્ષ બાદ ભારતને પૂર્ણ બહુમતની સરકાર મળી છે. આજે ભારતનો સૌથી મોટો નારો સંકલ્પથી સિદ્ધિ છે અને સંકલ્પ ન્યૂ ઇન્ડિયા છે. જેના માટે ભારત દિવસ રાત લાગ્યો છે. હ્યૂસ્ટનમાં પીએમ મોદીએ કહ્યું કે ધૈર્ય અમારી ઓળખ, પરંતુ હવે અમે અધીર છીએ.

હાઉડી મોદીનો અર્થ, ભારતમાં બધા મજામાં છે

ટ્રમ્પ બાદ જ્યારે પીએમ મોદી ફરી સંબોધન કરવા આવ્યા તો કંઇક આ અંદાજમાં શરૂઆત કરી. તેમણે કહ્યું કે, Howdy માય ફ્રેન્ડ્સ, આ જે માહોલ છે તે અકલ્પનીય છે. આજે અમે અહીં નવી હિસ્ટ્રીની સાથે કેમેસ્ટ્રી પણ દેખાઇ રહી છે. એનઆરજીની એનર્જી ભારત-અમેરિકાની વધતી સિનર્જી સાક્ષી છે. આ મોદી એકલા નથી. હાઉડી મોદીનો જવાબ છે કે ભારતમાં બધું સારૂ છે. મોદીએ Howdy Modiનો જવાબ આપતાં વિવિધ 11 ભાષામાં કહ્યું ‘બઘા જ મજામાં છે’. મોદીએ કહ્યું કે, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ જે લોકો નથી આવી શક્યા તેમની વ્યક્તિગતરતી માફી માંગુ છું.

અમેરિકાના સૌથી સાચા અને વફાદાર મિત્ર એકમાત્ર મોદીઃ ડોનાલ્ડ ટ્રમ્પ

ભારત અને અમેરિકા વચ્ચે આજે સંબંધો ઘણા ગાઢ બની ચૂક્યા છે. હું તમને ભરોસો અપાવું છું કે ભારતના હિત માટે અત્યાર સુધીનો સૌથી સારો મિત્ર વ્હાઇટ હાઉસમાં છે. ભારતીય પીએમને આ વાતની જાણ છે. અમેરિકાના સૌથી સાચા અને વફાદાર મિત્ર એકમાત્ર મોદી છે. આપણા બન્ને દેશોના સંબંધો લોકતંત્રની બુનિયાદ પર ટકેલા છે, કાયદાના હિસાબે બન્ને દેશોમાં શાસન ચાલે છે. બન્ને દેશોનું સંવિધન વી ધ પીપલ જેવા 3 મહાન શબ્દો સાથે શરૂ થાય છે. 

પીએમ મોદી, હું તમારી સાથે બન્ને દેશોને વધુ સમૃદ્ધ બનાવવા પર કામ કરવા માંગુ છું, અમેરિકામાં ભારતીય કંપનિઓ હજારો લોકોને રોજગારી આપી રહી છે. અમેરિકામાં અભૂતપૂર્વ રોકાણ થઇ રહ્યું છે. ભારત અમેરિકામાં અભૂતપૂર્વ રીતે રોકાણ કરી રહ્યું છે, અમે પણ ભારતમાં આવું કરી રહ્યા છીએ.

ટ્રમ્પનો પાકિસ્તાનનું નામ લીધા વગર પ્રહાર ઈસ્લામિક આંતકીઓ સામે લડવા તૈયાર

ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું કે, અમેરિકામાં ભારતનો મારાથી સારો મિત્ર રાષ્ટ્રપતિ નથી રહ્યો. અમેરિકા અર્થવ્યવસ્થા સૌથી સારી છે. સુરક્ષાની દ્રષ્ટિએ મળીને બન્ને દેશ મળીને કામ કરી રહ્યા છે. ઇસ્લામિક આતંકવાદીઓ સામે લડવા આપણે તૈયાર છીએ.

પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છાઃ ડોનાલ્ડ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, હું ભરોસામંદ મિત્ર ભારતીય પ્રધાનમંત્રી મોદીનો અભિનંદન પાઠવું છું. તેઓ ભારત માટે ઘણા સારા કામ કરી રહ્યા છે. કેટલાક મહિનાઓ પહેલા ભારતમાં ચૂંટણી થઇ અને લોકોએ પીએમ મોદી અને તેમની પાર્ટી માટે મતદાન કર્યું. હું તેમને ધન્યવાદ પાઠવું છું, પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા.

'અબકી બાર ટ્રમ્પ સરકાર': PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સન્માન સમારંભમાં યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમમાં મોદી અને ટ્રમ્પની ઉમળકાભેર મુલાકાત કરી હતી. PMએ Good Morning Houstonથી ભાષણની શરૂઆત કરી હતી. PM મોદીનું અમેરિકામાં આહ્વાન, કહ્યું- 'અબકી બાર ટ્રમ્પ સરકાર'.

PMએ Good Mornig Houstonથી ભાષણની શરૂઆત કરી

પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું ગુડ મોર્નિંગ હ્યૂસ્ટન, ગુડ મોર્નિંગ ટેક્સસ, ગુડ મોર્નિંગ અમેરિકા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ટ્રમ્પ કોઇ પરિચયના મોહતાજ નથી. અરબો લોકો ટ્રમ્પના શબ્દ શબ્દને ફોલો કરે છે. વિશ્વની રાજનીતિમાં ટ્રમ્પની મોટી શાખ છે. મને ટ્રમ્પમાં હંમેશા પોતાનાપણુ દેખાય છે.

સ્ટેજ પર પીએમ મોદી અને ટ્રમ્પે ભારતીયોનું સ્વાગત ઝીલ્યું હતું

50 હજાર ભારતીયો અને અમેરિકી નેતાઓએ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. બન્નેએ હાથ ઉંચો કરીને સ્વાગત ઝીલ્યું હતું.

 

‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ટ્રમ્પ અને મોદી ઉમળકાભેર મળ્યા

પ્રધાનમંત્રી મોદી બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ત્યારે પીએમ મોદી સાથે તેમણે ઉત્સાહભેર મુલાકાત કરી હતી. 

 

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ કાર્યક્રમમાં પહોંચ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હ્યૂસ્ટનના એનઆરજી સ્ટેડિયમ પહોંચ્યા હતા. ભારતીય વિદેશ મંત્રી એસ. રવિશંકર સાથે મુલાકાત કરી હતી. હાઉડી મોદી કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મંચ શેર કર્યું હતું.

 


PM મોદીને 'કી ઑફ હ્યૂસ્ટન'થી સન્માનિત કરાયા

મોદી મોદીથી સમગ્ર સ્ટેડિયમ ગૂંજી ઉઠ્યું હતું. ત્યારે પ્રધાનમંત્રી મોદીને 'કી ઑફ હ્યૂસ્ટન'થી સન્માનિત કરાયા હતા.


PM મોદી મંચ પર પહોંચતા જ સમગ્ર સ્ટેડિયમ મોદી મોદીના નારાથી ગૂંજી ઉઠ્યું

હાઉડી મોદી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી પહોંચ્યા છે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યારે અંદાજિત 50 હજાર ભારતીયો પણ આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ત્યારે અહીં સમગ્ર સ્ટેડિયમ મોદી મોદીના નારાથી ગૂંજી ઉઠ્યું હતું.


PM મોદીનું ભવ્ય સ્વાગત

અમેરિકન કોંગ્રેસના નેતાઓ અને ભારતીયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીના સ્વાગત સાથે મોદી મોદીના નારાથી સમગ્ર સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું.

 


US કોંગ્રેસ નેતાઓ પહોંચ્યા NGR સ્ટેડિયમ

યુનાઇટેડ સ્ટેટ કોંગ્રેસના નેતાઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

NRG સ્ટેડિયમમાં પીએમ મોદીનું આગમન

પીએમ મોદી હ્યૂસ્ટનના એનઆરજી સ્ટેડિયમ પહોંચ્યા હતા. જ્યાં તેમણે એક વિશાળ જનસભા સંબોધી હતી. હાજર તમામ ભારતીયોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

અમેરિકી સીનેટરે કહ્યું- વેપારક્ષેત્રના મતભેદો ઉકેલી શકીએ છીએ આપણે

અમેરિકી સીનેટર જૉન કૉર્નિને કહ્યું કે, હું એ વિશે હું વિશેષ રીતે નથી જાણતો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી કયા વિષય પર વિચાર-વિમર્શ કરશે. પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા આજે કેટલીક જાહેરાત કરવામાં આવશે તો મને આશ્ચર્ય નહીં થાય. આશા છે કે આપણે વેપારક્ષેત્રે મતભેદો સુલજાવી શકીએ.

ટ્રમ્પના ટ્વીટ પર પીએમ મોદીનું રિ-ટ્વિટ, કહ્યું- મિત્ર ટ્રમ્પને મળવા ઉત્સુક

ટ્રમ્પએ ઉત્સુકતા સાથે ટ્વિટ કર્યું કે ‘ હું મારા મિત્રને મળવા ઉત્સુક છું અને આજે ટેક્સાસ માટે શ્રેષ્ઠ દિવસ છે ’. ટ્રમ્પના આ ટ્વિટ બાદ મોદીએ તેને રિટ્વિટ કર્યું હતું.


હાઉડી મોદી શોને લઇને ટ્રમ્પે કહ્યું આજનો દિવસ શાનદાર હશે

હાઉડી મોદી કાર્યક્રમને લઇને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, ટેક્સાસમાં આજનો દિવસ શાનદાર રહેશે. હ્યૂસ્ટનમાં આજે પોતાના મિત્રો સાથે રહીશ.

કાર્યક્રમમાં ગુજરાતી ગરબાની રમઝટ

પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ પહેલા ગુજરાતી ગરબે ઝૂમ્યા હતા. ગરબા સાથે અલગ અલગ પ્રસ્તૂતિ ચાલી રહી છે. લોકો કાર્યક્રમનો ભરપૂર આનંદ માણી રહ્યાં છે.
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#howdymodi કાર્યક્રમમાં ગુજરાતી ગરબાની રમઝટ પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ પહેલા ગુજરાતી ગરબે ઝૂમ્યા હતા. ગરબા સાથે અલગ અલગ પ્રસ્તૂતિ ચાલી રહી છે. લોકો કાર્યક્રમનો ભરપૂર આનંદ માણી રહ્યાં છે. #howdymodi #howdymody #modiInusa #modiInhouston #pmmodi #modi #narendramodi #vtvgujarati #gujaratinews #garbavideo #garba #falgunipathak @narendramodi @vtv_gujarati_news

A post shared by VTV Gujarati News and Beyond (@vtv_gujarati_news) on

જુઓ, હાઉડી મોદી કાર્યક્રમ માટે હ્યૂસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં લોકો ડ્રમ વગાડીને ઉત્સાહ દેખાડતા ભારતીય સમુદાયના લોકો.


અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મૈરીલેન્ડથી હ્યૂસ્ટન પહોંચ્યા હતા


મૈરીલેન્ડથી અમેરિકા રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં સામેલ થવા પહોંચ્યા હતા.  જણાવી દઇએ કે આ કાર્યક્રમમાં પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ 100 મિનિટ સાથે રહ્યા હતા. આ દરમિયાન ટ્રમ્પે પણ ભાષણ આપ્યું હતું.

જુઓ, કેવું સજાવવામાં આવ્યું છે એનઆરજી સ્ટેડિયમ ?

 

એન્ટ્રી માટે એક કિલોમીટર લાંબી લાઇન

હ્યૂસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં એન્ટ્રી માટે લાંબી લાઇનો લાગી હતી. અંદાજિત એક કિલોમીટરની લાંબી લાઇન હતી. લોકો ખુબજ ઉત્સાહિત જોવા મળ્યા હતા.

આશરે ત્રણ કલાકના કાર્યક્રમમાં ટ્રંપે મોદીનું ભાષણ પણ સાંભળ્યું હતું

Howdy Modi ઇવેન્ટ માટે ખાસ કરીને હ્યૂસ્ટન આવી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સ્ટેજ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સારો એવો સમય વિતાવ્યો છે. આ દરમિયાન ટ્રંપ એનઆરજી સ્ટેડિયમમાં આશરે 30 મીનિટ ભાષણ આપ્યું હતું. જેમાં ખાસ કરીને ભારત અને અમેરિકાના મજબૂત સંબંધોનો ઉલ્લેખ થશે. આટલું જ નહીં મોદીના સંબોધન દરમિયાન પણ ટ્રંપ હાજર રહ્યા હતા. 

મોદીએ ટેક્સાસ જ કેમ પસંદ કર્યું?

Howdy Modi કાર્યક્રમ હ્યૂસ્ટનમાં યોજાયો હતો. આ ટેક્સાસનું એક શહેર છે. અહીંયા મોટી સંખ્યામાં ભારતીય મૂળના અમેરિકન લોકો રહે છે. હ્યૂસ્ટન ઉપરાંત ડલાસ પણ ટેક્સાસની પ્રમુખ જગ્યા છે. બંને જગ્યા એ ટૉપ 10 શહેરમાં સામેલ છે જ્યાં ભારતીય અમેરિકન લોકોની સંખ્યા ટૉપ પર છે. 

ઇવેન્ટમાં આવવાથી ટ્રંપનો પણ ફાયદો

અમેરિકમાં આવતા વર્ષે ચૂંટણી યોજાનાર છે, આ ઇવેન્ટમાં ટ્રંપ ભારતીય મૂળના અમેરકિન લોકોને પોતાની તરફ કરવા ઇચ્છે છે. 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારતીય મૂળના અમેરિકાના નાગરિકોએ ટ્રંપને ટક્કર આપી રહેલ હિલેરી ક્લિંટનને વોટ આપ્યો હતો. ટ્રંપનું કાર્યક્રમમાં આવવાનો નિર્ણય એને જોડીને જોવામાં આવી રહ્યો છે. ટ્રંપ એવું માનીને ચાલી રહ્યા હશે કે મોદીની સાથે ઊભા રહેવા પર ઇન્ડો અમેરિકન લોકોનો સાથ મળી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

America Donald Trump Howdy Modi PM modi ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ મોદી હાઉડી મોદી Howdy Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ