બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ભારત / Piyush Jain was arrested for having 197 crores blackmoney but Dhiraj Sahu is not yet arrested, know the rules

કાયદો / તિજોરીઓમાંથી સાડા ત્રણ સો કરોડ રૂપિયા મળ્યા રોકડા, છતાં કોંગ્રેસ નેતા ધીરજ સાહુની હજુ સુધી કેમ નથી થઈ ધરપકડ? જાણો શું કહે છે નિયમ

Vaidehi

Last Updated: 06:49 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આટલી મોટી જપ્ત થયાં બાદ પણ હજુ સુધી ધીરજ સાહૂની ધરપકડ નથી કરવામાં આવી જ્યારે તેનાથી ઓછી રાશિ બિઝનેસમેન પિયૂષ જૈનને ત્યાંથી મળવા પર કાનપૂર પોલીસે તેમની ધરપકડ કરી. આવું શા માટે?

  • 351 કરોડ જપ્ત કર્યા બાદ પણ ધીરજ સાહૂની નથી થઈ ધરપકડ
  • 2021માં પીયૂષ જૈનની તાત્કાલિક કરવામાં આવી હતી ધરપકડ
  • 11 મહિના બાદ હાઈકોર્ટે પીયષ જૈનને આપી જામીન

ઈનકમ ટેક્સ વિભાગે સાંસદ ધીરજ પ્રસાદ સાહૂનાં સ્થાન પરથી આશરે સાડા ત્રણ સો કરોડથી વધારેની રોકડ જપ્ત કરી છે. આ કાર્યવાહી બાદ કાનપુરમાં અત્તરનાં બિઝનેસમેન પીયૂષ જૈનનો મામલો પણ ફરી ચર્ચામાં આવી ગયો છે. ડિસેમ્બર 2021માં GST DGGIએ પીયૂષ જૈનનાં સ્થાન પર છાપેમારી કરી હતી. ત્યારે DGGIએ જૈન પાસેથી 197 કરોડ રૂપિયા કેશ અને 23 કિલો સોનું જપ્ત કર્યું હતું.

પીયૂષ જૈનને મળી જામીન
આ મામલામાં તપાસ એજન્સીએ બિઝનેસમેનને 497 કરોડ રૂપિયાની પેનલ્ટી નોટિસ ફટકારી હતી. આ સિવાય આટલી મોટી કેશની રકમ મળવા પર પીયૂષ જૈનની ધરપકડ કરી લેવામાં આવી હતી. હાલમાં તેઓ જામીન પર છે. 11 મહિના બાદ તેમને હાઈકોર્ટમાંથી જામીન મળી હતી. ધીરજ સાહૂનાં મામલામાં અધિકારીઓ કહી રહ્યાં છે કે કોઈપણ તપાસ એજન્સી દ્વારા એક જ ઓપરેશનમાં જપ્ત કરવામાં આવેલ આ સૌથી મોટું કાળું નાણું છે. પણ આટલી મોટી ધનરાશિ જપ્ત કર્યા બાદ પણ ધીરજ સાહૂની ધરપકડ શા માટે નથી કરવામાં આવી? 

ઈનકમ ટેક્સ એક્ટ-1961
કોંગ્રેસ સાંસદ ધીરજ સાહૂને ત્યાં જે છાપેમારી કરવામાં આવી તે ઈનકમ ટેક્સ વિભાગે કરી છે અને ઈનકમ ટેક્સ એક્ટ-1961 અનુસાર આયકર વિભાગ પાસે ધરપકડ કરવાનાં અધિકાર નથી હોતાં. આ એક્ટ અંતર્ગત છાપેમારી અને અન્ય કોઈ કાર્યવાહીમાં ધરપકડ કરવાનું કોઈ પ્રાવધાન નથી આપવામાં આવ્યું. વધુમાં વધુ તપાસ સમાપ્ત થયાં બાદ અસેસમેંટ અને પ્રોસિક્યૂશન કરી શકાય છે અને કોર્ટ દ્વારા સજા આપી શકાય છે.

પીયૂષ જૈનની ધરપકડ GST વિભાગ દ્વારા થઈ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે પીયૂષ જૈન પર જે કાર્યવાહી કરવામાં આવી હતી તે કેન્દ્રીય જીએસટી વિભાગની ઈંટેલિજેંસ યૂનિટ દ્વારા થઈ હતી. CGST સેક્શન 69 અંતર્ગત ધરપકડ કરવાનું પ્રાવધાન છે જે જીએસટી વિભાગને તાત્કાલિક ધરપકડ કરવાનો પાવર આપે છે. આ જ નિયમ હેઠળ પીયૂષ જૈનની ધરપકડ કરવામાં આવી હતી અને 11 મહિના બાદ હાઈકોર્ટે તેમને જામીન આપી હતી.

ધીરજ સાહૂની ધરપકડ ક્યારે થઈ શકે છે?
ધીરજ સાહૂની ધરપકડ ત્યારે જ સંભવ છે જ્યારે એનફોર્સમેંટ ડાયરેક્ટરેટ કે CBI જેવી એજન્સી તેમાં કેસ નોંધી અને તપાસ શરૂ કરે. જો એજન્સીને લાગે છે કે આ મામલામાં મની લોન્ડેરિંગ થયું છે અથવા તો કોઈ ક્રિમિનલ એક્ટિવિટી થઈ છે તો ED અથવા CBI આ મામલામાં કેસ નોંધી અને ધીરજ સાહૂની ધરપકડ કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ