બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ન્યૂઝ કેપ્સ્યુલ / PHOTO: રૉયલ વેડિંગ માટે વિજય-રશ્મિકા પહોંચ્યા ઉદયપુર, સામે આવી પહેલી તસવીર
Last Updated: 02:33 PM, 23 February 2026
Rashmika-Vijay Wedding: વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના તેમના લગ્નના પહેલા આજે ઉદયપુર પહોંચી ગયા છે. લગ્ન વિશે ઓફિશિયલ જાણકારી આપ્યા પછી પહેલીવાર કપલને જાહેરમાં સ્પોટ કરવામાં આવ્યું છે. એક બાજુ જ્યાં એરપોર્ટ પર રશ્મિકા અને વિજય ઘણા ખુશ નજર આવ્યા હતા ત્યારે તેમના વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલી પોસ્ટમાં રશ્મિકા અને વિજય ઉદયપુર એરપોર્ટ પરથી બહાર નીકળતા નજર આવ્યા હતા.
ADVERTISEMENT

રશ્મિકા અને વિજય ઉદયપુરના એરપોર્ટ પર આજે સ્પોટ થયા હતા. આગામી 26 તારીખે બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ત્યારે રશ્મિકા વ્હાઇટ શર્ટ અને ચારકોલ ગ્રે પેન્ટસુટમાં ખૂબ ખૂબસૂરત લાગી રહી હતી. રશ્મિકાએ તેના હેર ઓપન રાખ્યા હતા અને મિનિમલ મેકઅપ કર્યો હતો. એરપોર્ટની બહાર આવતાં જ દુલ્હન રશ્મિકા મંદાનાએ સ્મિત સાથે હાથ જોડીને સૌને અભિવાદન કર્યું.
ADVERTISEMENT

ADVERTISEMENT
તો બીજી બાજુ વિજય દેવરકોંડા સફેદ શર્ટ, કાળા બ્લેઝર અને મેચિંગ ટ્રાઉઝરમાં ખૂબ જ આકર્ષક દેખાતો હતો. સનગ્લાસ સાથેનો તેનો લુક ખાસ જ લાગતો હતો. એરપોર્ટથી બહાર આવી પોતાની કાર તરફ જતા તેણે પાપારાઝી તરફ સ્મિત કરી હાથ લહેરાવી અભિવાદન કર્યું. રવિવારે બંનેએ પોતાના ચાહકો માટે એક ખાસ પોસ્ટ શેર કરી હતી. જેમાં જણાવ્યું હતું કે તેમના લગ્નને સત્તાવાર રીતે “ધ વેડિંગ ઓફ વિરોશ” તરીકે ઓળખવામાં આવશે. એક એવું નામ જે તેમના ચાહકોએ તેમને પ્રેમથી આપ્યું છે. 26 ફેબ્રુઆરીના લગ્ન પહેલાં ઉજવણીની શરૂઆત કરવા માટે આ દંપતી હવે ઉદયપુર પહોંચી ગયું છે.

ADVERTISEMENT
લગ્ન સમારોહને સંપૂર્ણ ખાનગી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ફક્ત નજીકના પરિવારજનો અને મિત્રોને જ આમંત્રિત કરવામાં આવશે. ઉદયપુરમાં લગ્નની તમામ વિધિઓ પૂરી કરીને 4 માર્ચ 2026ના રોજ હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન યોજાય તેવી શક્યતા છે. આ કાર્યક્રમ તાજ ક્રિષ્ના ખાતે યોજાઈ શકે છે. જ્યાં ટોલીવુડ અને બોલીવુડના અનેક જાણીતા સ્ટાર્સ હાજરી આપશે તેવી ચર્ચા છે. તેમજ તેલંગાણાના મુખ્યમંત્રી પણ હાજર રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.