બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Phone stolen how to complaint online
Last Updated: 12:08 PM, 12 March 2024
આપણે બધા જ સૂતા, જાગતા, હરતા, ફરતા, રમતા, જમતા મોબાઈલ પોન જોડે જ રાખીએ છીએ. એમાંય જ્યારથી ઈન્ટરનેટનો વપરાશ વધ્યો છે, ત્યારે તો એક ઘડી માટે પણ આપણે મોબાઈલને છોડતા નથી. કેટલાક લોકો તો ટોઈલેટમાં પણ મોબાઈલ લઈને જાય છે. તો મોર્નિંગ વૉક દરમિયાન વૉક પર ઓછું ને ધ્યાન મોબાઈલ પર વધારે હોય છે. આ રીતે વધુ પડતો ફોનનો વપરાશ તમારા આરોગ્ય માટે જોખમી છે. જો કે, વાત તો આપણે ફોન ચોરાઈ જવાની કરતા હતા. હા, જો તમારો સ્માર્ટફોન કોઈ પણ રીતે ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે, તો સરકાર તમને આ ફોન શોધી આપશે. આ માટે તમારે સરકારે જ બનાવેલી વેબસાઈટ પર ફરિયાદ કરવાની હોય છે.
ADVERTISEMENT
સ્માર્ટફોનમાં ચોરાઈ જાય તો ફરિયાદ કરવી એટલા માટે જરૂરી છે, કારણ કે સ્માર્ટ ફોન એવો પોપટ છે, જેમાં આપણો જીવ છે. બેન્કિંગથી લઈને પર્સનલ ફોટોગ્રાફ, ડોક્યુમેન્ટ્સ સુધીની માહિતી સ્માર્ટફોનમાં હોય છે. એટલે ચોરેલા ફોનથી કોઈ પણ વ્યક્તિ આપણા ડેટાનો મિસયુઝ કરી શકે છે. જેને લીધે તમારા પૈસા ચોરાઈ જવાથી લઈને બીજી અનેક સમસ્યા સર્જાઈ શકે છે. એટલે જ્યારે પણ ફોન ચોરાઈ જાય તો સૌથી પહેલા ફરિયાદ નોંધાવો.
ADVERTISEMENT
જ્યારે તમારો ફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય, તો સૌથી પહેલા તેની ફરિયાદ નોંધાવવી જરૂરી છે. તમારે સૌથી પહેલા ભારત સરકારની ઓફિશિયલ વેબસાઈટ સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટ્રારને આ બાબતની જાણ કરવાની રહે છે. કેન્દ્ર સરકારના ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા આ પોર્ટલની શરૂઆત છેક 2019થી કરી દેવામાં આવી છે.
કેવી રીતે મદદ કરશે આ પ્લેટફોર્મ?
ADVERTISEMENT
કેન્દ્ર સરકારના આ વેબ પોર્ટલની મદદથી સૌથી પહેલા તો તમારા ખોવાઈ કે ચોરાઈ ગયેલા ડિવાઈસને બ્લોક કરી શકાય છે. એટલે તમારો અંગત ડેટા કે બેન્કિંગને લગતી માહિતી કે એપ્સનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ નથી કરી શક્તું. જેને કારણે ફ્રોડ થવાની શક્યતાઓ ઘટી જાય છે. આ વેબસાઈટ પર માત્ર તમારે IMEI નંબર જ નાખવાનો છે, એટલે તમારો ફોન બ્લોક થઈ જશે. તમને એ પણ જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની આ વેબસાઈટ ફોન બનાવતી કંપનીઝ અને ટેલિકોમ ઓપરેટર સાથે મળીને કામ કરે છે.
ADVERTISEMENT
1. આ વેબસાઈટ પર ફોન ખોવાવાની ફરિયાદ કરતા પહેલા સૌથી પહેલા સૌથી અગત્યની વાત છે પોલીસ ફરિયાદ. જ્યારે પણ ફોન ખોવાઈ જાય તો, નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો.
2. હવે તમારે વેબ પોર્ટલ પર કમ્પલેઈન કરવાની છે. આના માટે https://ceir.gov.in/Home/index.jsp પર લોગ ઈન કરો.
3. અહીં તમને લાલ રંગના બોક્સમાં Block Stolen / lost mobileનો વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરો.
4. હવે તમારે ચોરી થયેલા ડિવાઈસની બધી જ માહિતી આપવી પડશે. આ ઉપરાંત જેનો ફોન ચોરાયો છે, તેની પણ માહિતી આપવી જરૂરી છે.
5. એકવાર તમે જરૂરી માહિતી સબમિટ કરશો, એટલે તમે જે નંબરથી ફરિયાદ કરી છે, તેના પર એક ઓટીપી આવશે. આ ઓટીપી ઈન્સર્ટ કરો. છેલ્લે ડિક્લેરેશન પર ક્લિક કરીને સબમિટ બટન પર ટેપ કરો.
6. જેમ આપણે જુદી જુદી કમ્પલેઈન કરીએ છીએ, તેના ફોલોઅપ માટે એક આઈ ડી મળે છે, તે જ રીતે અહીં પણ એક રિક્વેસ્ટ આઈડી જનરેટ થશે, જેના દ્વારા તમે ખોવયેલા ડિવઆઈસનું સ્ટેટસ ચેક કરી શક્શો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.