ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / petrol price in Mumbai twice the price in America

મોંઘવારી / અમેરિકાના આ શહેરમાં મુંબઈ કરતા પણ સસ્તું છે પેટ્રોલ, જાણો શું છે કિંમત

Published By: ParthB

Last Updated: 01:46 PM, 1 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે મુંબઈમાં પેટ્રોલ પર 11 ટકાનો વધારો થયો છેમ ગત વર્ષે મોદી સરકાર દ્વારા વારંવાર ફ્યુઅલ ટેક્સ વધારવામાં આવી રહ્યો છે જેના કારણે સમગ્ર દેશમાં હાલ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે

ADVERTISEMENT

  • મોદી સરકાર દ્વારા વારંવાર ફ્યુઅલ ટેક્સ વધારવામાં આવી રહ્યો છે 
  • જૂન મહિનાની શરૂઆતમાં ફરી એક વાર પેટ્રોલના અને ડીઝલના ભાવમાં વધારો
  • ન્યૂયોર્કમાં સોમવારે પેટ્રોલનો ભાવ માત્ર 0.79 ડોલર પ્રતિ લિટર 


મોદી સરકાર દ્વારા વારંવાર ફ્યુઅલ ટેક્સ વધારવામાં આવી રહ્યો છે
આ વર્ષે મુંબઈમાં પેટ્રોલ પર 11 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે મોદી સરકાર દ્વારા વારંવાર ફ્યુઅલ ટેક્સ વધારવામાં આવી રહ્યો છે જેના કારણે સમગ્ર દેશમાં હાલ પેટ્રોલ ડીઝલના  ભાવ આસમાને પહોંચી ગયા છે. કેટલાક રાજ્યોમાં તો પેટ્રોલ હાલ 100 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. જેમાં મુંબઈનો પણ સમાવેશ થાય છે. પણ મુંબઈથી સસ્તું પેટ્રોલ અમેરિકાના આ શહેરમાં મળી રહ્યું છે. 

જૂન મહિનાની શરૂઆતમાં ફરી એક વાર પેટ્રોલના અને ડીઝલના ભાવમાં વધારો
મંગળવાર અને જૂન મહિનાની શરૂઆતમાં ફરી એક વાર પેટ્રોલના અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ પહેલા મે મહિનામાં 16 વખત ભાવ વધારો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે, આ કારણે ઘરેલૂ તેલ કંપનીઓ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોના ભાવ વધારી રહી છે.આજના નવા ભાવ વધારા બાદ રાજધાનીમાં પેટ્રોલ અને ડીઝલ નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. દિલ્હીમાં પેટ્રોલ 26 પૈસાના વધારા સાથે 94.49 રૂપિયા પ્રતિ લિટર થયું છે. આ સાથે ડીઝલ 23 પૈસાના વધારા સાથે 85. 38 રૂપિયા પ્રતિ લિટર થયું છે. મુંબઈમાં પેટ્રોલનો નવો ભાવ 100.72 રૂપિયા થયો છે તો ડીઝલ 92.69 રૂપિયા પહોંચી ચૂક્યું છે. કોલકત્તા અને ચેન્નઈમાં કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. કોલક્તામાં આજના પેટ્રોલના ભાવ 94.50 રૂપિયા અને ડીઝલના ભાવ 88.23 રૂપિયા પ્રતિ લિટર રહ્યા છે. જે સૌથી ઓછા હોવાનું અનુમાન છે.  

ન્યૂયોર્કમાં સોમવારે પેટ્રોલનો ભાવ માત્ર 0.79 ડોલર પ્રતિ લિટર 
આ વર્ષે મુંબઈના પેટ્રોલની કિમંતમાં 11 ટકાનો વધારો થયો છે, ઇંડિયન ઓઇલ કોર્પોરેશનના ડેટા અનુસાર, મુંબઈમાં સોમવારે પેટ્રોલનો ભાવ 100.47 રૂપિયા એટલે કે 1.39 ડોલર હતો. જ્યારે ન્યૂયોર્કમાં સોમવારે પેટ્રોલનો ભાવ માત્ર 0.79 ડોલર પ્રતિ લિટર હતો, એટલે કે મુંબઈના ભાવથી લગભગ અડધો ગણી શકાય. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઈને એક્સપર્ટનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે, આ કારણે ઘરેલૂ તેલ કંપનીઓ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોના ભાવ વધારી રહી છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Diesel Mumbai NewYork Petrol ડીઝલ પેટ્રોલ Petrol Price

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ