ગાંધીનગર / EXCLUSIVE : કથિત 2000 કરોડના આસામી અધિકારીનું નામ આવ્યું સામે, 18 કરોડના બંગલા, 60 વીઘા જમીન અને જેગુઆર કાર

Patan MLA Kirit Patel allegation Gandhinagar Class 3 employees viram desai

ગાંધીનગરમાં વર્ગ-3નો કર્મચારી 2000 કરોડનો આસામી હોવાનો કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ગંભીર આરોપ લગાવ્યો હતો. આ અંગે કિરીટ પટેલે ગાંધીનગર કલેકટર અને મુખ્યમંત્રી પત્ર લખ્યો હતો. ધારાસભ્યએ કહ્યું હતું કે, મારી પાસે 50 ટકાથી વધુનો પુરાવો છે. જોકે આ અંગે અત્યાર સુધીમાં કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી. ત્યારે હવે કથિત 2000 કરોડના આસામી અધિકારી પર VTV News દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. જાણો કયા અધિકારી પર 2000 કરોડની સંપત્તિ હોવાનો ધારાસભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ