ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / છોટાઉદેપુરમાં ભારજ નદી પર ડાયવર્ઝનનો ભાગ તણાયો, અનેક ગામો સંપર્ક વિહોણા

હાલાકી / છોટાઉદેપુરમાં ભારજ નદી પર ડાયવર્ઝનનો ભાગ તણાયો, અનેક ગામો સંપર્ક વિહોણા

Last Updated: 06:19 PM, 24 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરમાં અનેક રોડનું ધોવાણ થતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

ADVERTISEMENT

ભારે વરસાદથી ભારજ નદી પરના ડાયવર્ઝનનો એક ભાગ તૂટી પડ્યો હતો જેને લઇને લોકોને ભારે મુશ્કેલી સર્જાઈ હતી.ડાયવર્ઝનનો એક ભાગ ધરાશાયી થતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી.નદીના પાણી રસ્તા પર ફળી વળતા ભારે નુક્સાન થયુ હોવાનું સામે આવ્યું છે.

પાણી ભરવાને લઈને લોકોને પડી રહી છે હાલાકી

છોટાઉદેપુરમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતાં. રોડ રસ્તા પણ નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. વરસાદના પાણી નગરમાં નિઝામ સોસાયટીમાં ફરી વળ્યા હતાં. સોસાયટીમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. અવરજવરમાં તકલીફ થતાં લોકો તંત્ર સામે રોષે ભરાયા હતાં. તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી સામે લોકોમાં આક્રોશ દેખાયો હતો. ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી લોકોને અવરજવર કરવામાં ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.

વધુ વાંચો: અમદાવાદથી ઉપડતી અનેક ટ્રેનના ટાઈમ અને સ્ટેશનોમાં ફેરફાર, જુઓ લિસ્ટ

છોટાઉદેપુરમાં જનતા રોડ ઓરસંગ નદીના પાણીમાં ધોવાયો છે. 7 ગામને જોડતો રોડ પર પાણી ભરાતા રસ્તો ધોવાયો હતો. રોડ ધોવાઈ જતા 15 કિમીનો ફેરો કરવા મજબૂર છે. તથા 5 લાખના ખર્ચે બનાવેલો જનતા રોડ વરસાદના પાણી ભરાતા જ ધોવાઈ ગયો છે. રોડ ધોવાતા 15 હજારથી વધુ લોકોને અસર થઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heavy rain gujarat heavy rainfall chhota udepur
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ