ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / પાકિસ્તાને લગાવ્યો દંડ, ICCએ આપ્યો એવોર્ડ... ફરહાનને લઇ PCBની ફજેતી

ક્રિકેટ / પાકિસ્તાને લગાવ્યો દંડ, ICCએ આપ્યો એવોર્ડ... ફરહાનને લઇ PCBની ફજેતી

Published By: Nirav Kumar

Last Updated: 11:08 PM, 23 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના ક્રિકેટ ટીમના ઓપનર સાહિબજાદા ફરહાનને ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો છે. જેમાં તે હરિસ રઉફ બાદ આ એવોર્ડ જીતનાર પ્રથમ પાકિસ્તાની ખેલાડી બન્યો છે.

ADVERTISEMENT

પાકિસ્તાનના ઓપનર સાહિબજાદા ફરહાનને ફેબ્રુઆરી 2026 માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તે નવેમ્બર 2024 માં હરિસ રઉફ બાદ આ એવોર્ડ જીતનાર પ્રથમ પાકિસ્તાની ખેલાડી બન્યો છે. તેને 2026 ના T20 વર્લ્ડ કપમાં તેના શાનદાર પરફોર્મન્સ માટે આ સન્માન મળ્યું છે. જ્યાં તેને સૌથી મોટા સ્ટેજ પર મોટા રન-સ્કોરિંગ પરફોર્મન્સ કર્યું હતું. પરંતુ તેને ICC તરફથી આ સન્માન એવા સમયે મળ્યું જ્યારે તેના પર પોતાના દેશ પાકિસ્તાને તેના પર ભારે દંડ ફટકાર્યો છે.

  • એક જ વર્લ્ડ કપમાં બે સદી, એક મોટો રેકોર્ડ

ફરહાને T20 ઇન્ટરનેશનલ મેચોમાં શાનદાર પરફોર્મન્સ કર્યું છે. જેમાં એક જ વર્લ્ડ કપમાં બે સદી ફટકારી હતી. આ સદીમાં નામિબિયા (કોલંબો) સામે 58 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા અને શ્રીલંકા (પલ્લેકેલે) સામે બીજી એક શાનદાર સદી મારી હતી. શ્રીલંકા સામેની મેચમાં તેને ફખર ઝમાન સાથે 176 રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી હતી. જેનાથી પાકિસ્તાન 212 રન સુધી પહોંચવામાં મદદ મળી હતી.

vtv app promotion
  • કોહલીનો તોડ્યો રેકોર્ડ

ટુર્નામેન્ટના અંત સુધીમાં ફરહાને કુલ 383 રન બનાવ્યા હતા. જેમાં તેને વિરાટ કોહલીનો 2014નો વર્લ્ડ કપ રેકોર્ડ 319 રન તોડ્યો હતો. આમ એક એડીશનમાં સૌથી વધુ રન બનાવનાર પ્લેયર બન્યો હતો.

  • શાનદાર પરફોર્મન્સ છતાં દંડ ફટકારાયો

આ એવોર્ડ એવા સમયે આવ્યો છે જ્યારે પાકિસ્તાન ટીમના કમજોર પરફોર્મન્સને લઈને ભારે વિવાદનો સામનો કરી રહ્યું છે. જેમાં અનેક લોકો એવું માને છે કે ફરહાનને તેના રેકોર્ડને કારણે સજા ન મળવી જોઈતી હતી.

વધુ વાંચો : IPLમાં બનાવ્યા સૌથી વધુ રન છતાં પણ ક્યારેય ન જીતી ટ્રોફી, અનલકી છે આ 5 પ્લેયર્સ?

  • શું કહ્યું ફરહાને?

ફરહાને એવોર્ડ મળ્યા બાદ ખુશી વ્યક્ત કરતા પણ ટીમને શ્રેય પણ આપ્યો. તેને કહ્યું કે, "આઈસીસી એવોર્ડ જીતવો એ ખૂબ જ સારો એહસાસ છે ખાસ કરીને વર્લ્ડ કપ જેવા મોટા મંચ પર. હું આ ટુર્નામેન્ટને હંમેશા યાદ રાખીશ અને આ રીતે પરફોર્મન્સ કરવાનું ચાલુ રાખવા માંગુ છું." તેને વધુમાં કહ્યું હતી કે, ટીમે તેમની સફળતામાં મુખ્ય રોલ ભજવ્યો હતો. મારા સાથી પ્લેયર્સના સમર્થન વગર તે શક્ય ન હોત."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Player Of The Month Pakistan Opener Sahibzada Farhan

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ