IPLમાં દરેક પ્લેયર ટ્રોફી જીતવાનું સપનું જુએ છે. પરંતુ ક્રિકેટ ઇતિહાસમાં એવા અનેક બેટ્સમેનો છે જેમને શાનદાર રેકોર્ડ બનાવ્યા છે પરંતુ ક્યારેય ટીમ તરીકે ચેમ્પિયનનો દરજ્જો મેળવ્યો નથી. તાજેતરમાં વિરાટ કોહલીએ 18 વર્ષની રાહનો અંત લાવ્યો અને આ લિસ્ટમાંથી પોતાનું નામ દૂર કર્યું હતું. પરંતુ હજુ પણ અમુક પ્લેયર્સ છે જે આ લિસ્ટમાં છે. આપણે એવા પાંચ પ્લેયર્સ વિષે વાત કરીશું.
- કેએલ રાહુલ
કેએલ રાહુલ આ લિસ્માં ટોપ પર છે. જેમાં 145 મેચોમાં 5200 થી વધુ રન બનાવનાર રાહુલે પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ જેવી ટીમોનું નેતૃત્વ કર્યું છે, પરંતુ નસીબ ક્યારેય તેના પક્ષમાં રહ્યું નથી. રાહુલની બેટિંગ સ્ટાઈલ શાનદાર છે અને તે લગભગ દરેક સીઝનમાં 500 થી વધુ રન બનાવે છે, છતાં ટ્રોફી તેનાથી દૂર રહે છે. આ વખતે તે દિલ્હી કેપિટલ્સ સાથે પોતાનું નસીબ બદલવાનો પ્રયાસ કરશે.
- એબી ડી વિલિયર્સ
RCBના બેટ્સમેન એબી ડી વિલિયર્સે તેની બેટિંગથી વિશ્વભરના ફેન્સના દિલ જીતી લીધા છે. 5162 રન બનાવનાર ડી વિલિયર્સ અનેક વખત ફાઇનલ અને પ્લેઓફમાં પહોંચ્યો હતો પરંતુ દરેક વખતે ટ્રોફીથી ચુકી ગયો હતો. તે RCB ના 2025 ના વિજય પહેલા નિવૃત્ત થઈ ગયો જેના કારણે લીગ ટ્રોફી જીત્યા વગરની રહી ગઈ હતી.

- ક્રિસ ગેલ
T20 ક્રિકેટના મહાન બેટ્સમેન ક્રિસ ગેલે IPL માં 4965 રન બનાવ્યા અને સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. RCB અને પંજાબ કિંગ્સ માટે રમતા ગેલે અનેક યાદગાર ઇનિંગ્સ રમી હતી. જેમાં 175 રનનો ઐતિહાસિક સ્કોર પણ સામેલ છે. પરંતુ આવા પ્રભાવશાળી રેકોર્ડ હોવા છતાં ગેલ ક્યારેય IPL વિજેતા ટીમનો હિસ્સો બન્યો નહતો.
- સંજુ સેમસન
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન 4700 થી વધુ રન બનાવી ચૂક્યો છે અને લીગનો બેસ્ટ બેટ્સમેનોમાંનો એક છે. વર્ષ 2022 માં તેને પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. પરંતુ ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો. સેમસનનું બેટ દર વર્ષે ચમકતું રહે છે પરંતુ તે એક પણ વખત ટ્રોફી જીતી શક્યો નથી.
- ઋષભ પંત
ઋષભ પંત આ લિસ્ટમાં સૌથી આક્રમક બેટ્સમેન છે. 3500થી વધુ રન સાથે પંતે દિલ્હી કેપિટલ્સ માટે અનેક મેચવિનિંગ ઇનિંગ્સ રમી છે. વર્ષ 2020માં દિલ્હી ફાઇનલમાં પહોંચ્યું હતું પરંતુ મુંબઈ ઇન્ડિયન્સ સામે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે IPL 2026 માં પંત લખનૌ સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કરશે અને તેના પ્રથમ ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ