બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:50 AM, 2 March 2026
ટી 20 વર્લ્ડકપ 2026માં સુપર-8માંથી બહાર થયા પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમના દરેક ખેલાડી પર કડક એક્શન લીધા છે. સતત ચોથા ICC ટૂર્નામેન્ટમાં સેમીફાઈનલમાં ન પહોંચી શક્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે. પાકિસ્તાનને ભારત તરફથી કરારી હાર મળી હતી.
ADVERTISEMENT
ICC મેઈન્સ ટી 20 વર્લ્ડ કપ 2026માં ખરાબ પરફોર્મન્સનું નુકસાન હવે પાકિસ્તાન ટીમના ખેલાડીઓને સીધા તેમના ખિસ્સામાંથી ભોગવવું પડશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કડક વલણ અપનાવીને ટીમના દરેક ખેલાડી પર દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે. વર્લ્ડ કપના સુપર-8માંથી બહાર નીકળી જવા અને ટીમ ઈન્ડિયા તરફથી મળેલી હાર પછી આ કાર્યવાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ટી20 વર્લ્ડકપ રમનાર પાકિસ્તાનના દરેક ખેલાડી પર 50 લાખ પાકિસ્તાની રૂપિયા લગભગ 16 લાખ ભારતીય રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ રકમ ખેલાડીઓની સેલેરી કે મેચ ફીમાંથી કાપવામાં આવશે. એટલે કે પીસીબી પોતે આ પૈસા વસુલ કરશે.
સતત ચોથા ICC ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલ સુધી પહોંચી શકી નથી. એવામાં બોર્ડે સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે ખરાબ પરફોર્મન્સ હવે સીધુ આર્થિક નુકસાનમાં બદલાશે. પાકિસ્તાન ક્રિકેટમાં પહેલા પણ પરિણામોને લઈને કડક એક્શન લેવાયા છે પણ આ વખત આટલી મોટી રકમનો દંડ ચર્ચાનો વિષય બની ગયો છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ જીતના જશ્નમાં સંજુ સેમસન એવો ખોવાઇ ગયો, કે કરી નાખી મોટી ભૂલ! જાણો શું
ADVERTISEMENT
ટૂર્નામેન્ટમાં પાકિસ્તાને તેના બધી મેચ શ્રીલંકામાં રમ્યા છતાં ઘર જેવી પરિસ્થિતિનો ખાસ લાભ લઈ શકી નહીં. શરૂઆતમાં તેણે નેધરલેન્ડ્સને 3 વિકેટે હરાવ્યું, પરંતુ તે મેચ પણ ઘણી ટક્કરભરી હતી ત્યારબાદ અમેરિકાને 32 રનથી હરાવ્યું પરંતુ ભારત સામે 61 રનની મોટી હારથી ટીમની કમજોરીઓ બહાર આવી ગઈ તેમ છતાં પાકિસ્તાન કોઈ રીતે સુપર-8 સુધી પહોંચી ગયું.
ADVERTISEMENT
સુપર-8માં સ્ટોરી બદલાઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદને કારણે કેન્સલ થઈ ગઈ હતી પછી ઈંગ્લેન્ડને 2 વિકેટથી હરાવી દીધું. શ્રીલંકા સામે જીત જરૂર મળી પણ ખરાબ નેટ રન રેટના કારણે ટીમ જગ્યા બનાવી શકી નહીં. ટીમનું પ્રદર્શન આશા પ્રમાણે જોવા મળ્યું નહીં અને હવે ખેલાડીઓને આની સજા આર્થિક રીતે મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.