ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / LoC પર નાપાક હરકત, કેમેરા લગાવતી વખતે કર્યું ફાયરિંગ, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

ગોળીબાર / LoC પર નાપાક હરકત, કેમેરા લગાવતી વખતે કર્યું ફાયરિંગ, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

Published By: Nirav Kumar

Last Updated: 08:21 PM, 21 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિવારે કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં એક જવાન શહીદ થયાના સમાચાર હતા. હવે એવામાં કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં ભારતીય અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે ગોળીબાર થયો હોવાનું સામે આવ્યું છે.

ADVERTISEMENT

ગત 20-21 જાન્યુઆરીની રાત્રે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં ભારતીય અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે ગોળીબાર થયો હતો. આ અંગેની માહિતી  સંરક્ષણ સૂત્રો દ્વારા જાણવા મળી છે. આ અથડામણ ત્યારે થઇ હતી જ્યારે 6 નેશનલ રાઇફલ્સના સૈનિકો સરહદ સુરક્ષાને મજબૂત બનાવવા અને નિયંત્રણ રેખા પરના બ્લાઇન્ડ સ્પોટ્સને દૂર કરવા માટે કેરન બાલા વિસ્તારમાં હાઇ-ટેક સર્વેલન્સ કેમેરા લગાવી રહ્યા હતા. જેમાં ભારતીય સૈનિકોએ પાકિસ્તાની ગોળીબારનો જોરદાર જવાબ આપ્યો હતો.

પાકિસ્તાની સૈનિકોએ આ ઇન્સ્ટોલેશનને ડીસ્ટર્બ કરવા માટે નાના વેપનથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેના લીધે ભારતીય સાઈડથી જવાબી ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બંને સાઈડથી કોઈ જાનહાનિના અહેવાલ નથી. એવામાં ભારતીય સેનાએ ગીચ જંગલ વિસ્તારમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તેમને એવી શંકા છે કે આ ગોળીબારનો ઉપયોગ ઘૂસણખોરીના પ્રયાસ પરથી ફોકસ હટાવવા માટે કરવામાં આવ્યો હોઈ શકે છે.

vtv app promotion

શિયાળાના મહિનાઓ દરમિયાન ઘૂસણખોરી માર્ગો પર દેખરેખ રાખવા માટે સેના ટેકનિકલ દેખરેખને અપગ્રેડ કરી રહી હોવાથી આ સેક્ટરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

એના પહેલા જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ઉપરના ભાગોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. મંગળવારે ઓપરેશનના ત્રીજા દિવસે સુરક્ષા દળોએ ઇન્ક્વાયરી માટે અનેક લોકોને અટકાયતમાં લીધા હતા.

  • થયું એન્કાઉન્ટર, 1 શહીદ
    રવિવારે ચતરુ વિસ્તારમાં મંડ્રલ-સિંહપુરા નજીકના સોનાર ગામમાં આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યાં એન્કાઉન્ટર થયું હતું. જ્યાં છુપાયેલા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા અચાનક ગ્રેનેડ હુમલામાં એક પેરાટ્રૂપર શહીદ થયા હતા અને બીજા 7 ઘાયલ થયા હતા.

વધુ વાંચો : 9 વર્ષની છોકરીએ બાળકીને જન્મ આપ્યો? શું છે વાયરલ તસવીર પાછળની સચ્ચાઈ

  • સર્ચ ઓપરેશન
    આ હુમલા બાદ આતંકવાદીઓ જંગલમાં ભાગી ગયા હતા પરંતુ ખોરાક, ધાબળા અને વાસણો સહિત શિયાળાના સાધનોથી ભરેલા તેમના ઠેકાણાનો ભાંડાફોડ કરવામાં આવ્યો હતો. જમ્મુ ઝોનના પોલીસ મહાનિરીક્ષક અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) જમ્મુના ઇન્સ્પેક્ટર જનરલ સહિત અનેક સિનિયર અધિકારીઓ એન્કાઉન્ટર સ્થળે પહોંચ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gunfight Indian Soldiers Pakistani Soldiers

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ