બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / over 76 percent mutual fund does not outperform index 2024

કામની વાત / રોકાણ કરનારાઓ સતર્ક રહેજો! 76 ટકા મ્યુચ્યુઅલ ફંડ્સ નથી આપી રહ્યાં ઇન્ડેક્સથી વધુ વળતર

Arohi

Last Updated: 08:14 AM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mutual Fundની તરફ પાછલા થોડા સમયમાં ઝડપથી રોકાણકારોનો ઈન્ટરેસ્ટ વધ્યો છે. એક રિસર્ચમાં સામે આવ્યું છે કે છેલ્લા સાત વર્ષોમાં 76 ટકા મ્યુચ્યુઅલ ફંડ્સ પોતાના બેંચમાર્ક કરતા વધારે રિટર્ન નથી આપી શક્યા.

  • મ્યુચ્યુઅલ ફંડમાં કરો છો રોકાણ? 
  • તો થઈ જજો સતર્ક 
  • 76% મ્યુચ્યુઅલ ફંડે નથી આપ્યું સારૂ રિટર્ન

જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકારણ કરો છો તો આ ખબર તમારા માટે છે. બજારમાં હાજર 76 ટકા મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડેક્સથી વધારે રિટર્ન નથી આપી રહ્યા. 157 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સના અભ્યાસમાં આ ખુલાસો થયો છે. આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાંથી 119 મ્યુચ્યુઅલ ફંડ્સ ઈંડેક્સથી વધારે રિટર્ન નથી આપી શક્યા. 

ફક્ત 38 મ્યુચ્યુએળ ફંડ્સે જ છેલ્લા સાત વર્ષોમાં રોકાણકારોને ઈંડેક્સથી વધારે રિટર્ન આપ્યું છે. રિપોર્ટ અનુસાર આ અભ્યાસમાં લાર્જકેપ, મિડકેપ, ફોકસ્ડ ફંક્સ, લાર્જકેપ, ફ્લેક્સીકેપ, ઈએલએસએસ, વેલ્યૂ ફંડ, સ્મોલકેપ અને કોન્ટ્રા ફંડ્સ શામેલ છે. 

મિડકેપ કેટેગરીનું પ્રદર્શન સૌથી ખરાબ 
મિડકેપ ફંડ્સનું પ્રદર્શન બધી કેટેગરીમાં સૌથી ખરાબ રહ્યું છે. બજારમાં સાત વર્ષ પુરા કરી ચુકેલા 21 મિડકેપ ફંડ્સમાંથી 20 સ્કીમ્સનું પ્રદર્શન તમારા ઈંડેક્સથી ખરાબ રહ્યું છે. લાર્જ અને મિડકેપ કેટેગરીના 90 ટકા ફંડ્સે પોતાની કેટેગરીને અંડરપરફોર્મ કર્યા છે. તેમાં 20માંથી 18 મ્યુચ્યુઅલ ફંડ્સે પોતાના બેંચમાર્કથી ઓછુ રિટર્ન આપ્યું છે. 

સ્મોલકેપ કેટેગરીનું પ્રદર્શન સૌથી સારૂ
સ્મોલકેપ કેટેગરીના ફંડ્સનું પ્રદર્શન સૌથી સારૂ રહ્યું છે. બજારમાં સાત વર્ષ પુરા કરી ચુકેલા 13 સ્મોલકેપ ફંડ્સમાંથી ફક્ત 3 જ પોતાના બેંચમાર્કને અંડરપરફોર્મ કર્યા છે. બાકીના 10 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સે બેંચમાર્કથી સારૂ રિટર્ન આપ્યું છે. 

વધુ વાંચો: ફ્રોડ કોલ આવે તો શું કરવું? કોમેન્ટમાં એક ફોટો નાખી દો, સરકાર જોઈ લેશે, બચવા 4 વસ્તુ ખાસ કરો

લાર્જકેપ કેટેગરીએ રોકાણકારોને કર્યા નિરાશ 
લાર્જકેપ ફંડ્સે પણ રોકાણકારોને નિરાશ કર્યા છે. અભ્યાસમાં શામેલ 23 લાર્જ કેપ ફંડ્સમાંથી 19 મ્યુચ્યુઅલ ફંડે અંડરપરફોર્મ કર્યું છે. ત્યાં જ ટેક્સ સેવિંગ મ્યુચ્યુએલ ફંડ્સ ઈએલએસએસની પણ આજ સ્થિતિ છે. અભ્યામાં શામેલ 32માંથી 25 મ્યુચ્યુઅલ ફંડ્સે અંડરપરફોર્મ કર્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ