બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / આગામી 24 કલાક માટે ગુજરાતના આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, માછીમારોને કર્યા સાવધ

આગાહી / આગામી 24 કલાક માટે ગુજરાતના આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, માછીમારોને કર્યા સાવધ

Last Updated: 03:29 PM, 26 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે..રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.

આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે..રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. સાબરકાંઠા,અરવલ્લી,નવસારી,મહીસાગરમાં વરસાદની આગાહી છે. દાહોદ,પંચમહાલ,છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. છોટાઉદેપુર,નર્મદા,તાપી,ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. સુરેન્દ્રનગર,રાજકોટ,બોટાદ,અમરેલી અને ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.26થી 28 મે રાજ્યમાં અતિભારે વરસાદની સંભાવના છે. આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

મુંબઈ દરિયો બનશે, જ્યારે ગુજરાતમાં ચોમાસું ખેંચાશે, અંબાલાલની આગાહીએ ચોંકાવી દીધા

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. આ આગાહી અનુસાર આાગમી 10 જુન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચશે. જો કે તેમણે કહ્યું કે 10 જુન બાદ કોઇ સિસ્ટમ ન બનતા વરસાદ ખેંચાઇ શકે છે. અરબ સાગરની સિસ્ટમથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સ્થિિત સર્જાશે. મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ આવશે. જેનાથી જલ ભરાવની સ્થિતિ સર્જાશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થશે. તથા ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

૨૮ મે થી જૂન ની શરૂઆત સુધી તેમણે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. પવનની ગતિ ના કારણે પશુપાલકોએ સાવચેતી રાખવી પડશે તેવું પણ તેમણે જણાવ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IMD Forecast Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ