બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:21 PM, 12 April 2024
અમેરિકાના ઉટાહમાં એક નાનકડી જગ્યાને એક આર્ટિસ્ટે સંપ્રભુ રાષ્ટ્ર ઘોષીત કર્યુ છે. આ નાનકડા દેશનો એક અલગ ધ્વજ પણ છે. જ્યારે આપણે વિદેશમાં ફરવા જઈયે છીયે ત્યારે આપણે પાસપોર્ટ રજૂ કરવો પડે છે પરંતુ આપણે અમેરિકાના આ વિસ્તારમાં જવા ઈચ્છતા હોઈયે તો આ નાનકડા દેશનો પણ પાસપોર્ટ રજૂ કરવો પડે છે. કારણ કે આ દેશના માલીકે તેનો પાસપોર્ટ પણ બહાર પાડ્યો છે.
ADVERTISEMENT
2005માં 2 એકર જમીન 610 ડોલરમાં ખરીદી હતી
વર્ષ 2005માં જૈક લેન્ડબર્ગ નામના એક આર્ટિટેસ્ટે અમેરિકાની 2 એકર જમીન 610 ડોલરમાં ખરીદી હતી. આ જમીન રણ વિસ્તારમાં આવેલી છે. થોડા સમય બાદ તેને આ વિસ્તારને અલગ રિપબ્લીક દેશ જાહેર કરી દીધો હતો. જેનું નામ પોતાના નામ પરથી જ રાખ્યુ હતુ "જૈકીસ્તાન". આ વિસ્તારમાં એક પણ ઘર આવેલુ નથી.
ADVERTISEMENT
જમીન ખરીદી હતી ત્યારે અમેરિકા દેશમાં રાજકીય માહોલ સારો ન હતો.
આ અંગે જૈકે જણાવ્યુ હતુ કે, જ્યારે મે આ જમીન ખરીદી હતી ત્યારે અમેરિકા દેશમાં રાજકીય માહોલ સારો ન હતો. જેથી તેને લાગ્યુ હતુ કે તે રાજનેતાઓ કરતા સારી રીતે દેશને ચલાવી શકે છે. માટે તેને આ વિસ્તારને દેશ જાહેર કર્યો હતો. જૈકીસ્તાન વિસ્તારની સૌથી નજીકનું શહેર 100 કિલોમીટર દૂર આવેલુ છે. આ વિસ્તારમાં કોઈ પાકો રસ્તો પણ નથી, પાકો રસ્તો 25 કિલોમીટર દૂર છે.
ADVERTISEMENT
જૈકીસ્તાનમાં કોઈ વસવાટ કરતુ નથી
જૈકીસ્તાનમાં કોઈ વસવાટ કરતુ નથી, વર્ષ દરમિયાન કેટલાક દીવસ માટે જૈક અહીંયા આવે છે. આ જમીન પર પ્રવેશ માટે તેને એક પેટ્રોલ ગેટ, રોબોટ પણ રાખ્યો છે. તે પોતાની વેબસાઈટ પર આ વિસ્તારમાં પ્રવેશ માટે 40 ડોલરમાં પાસપોર્ટ ઈશ્યુ કરે છે.
ADVERTISEMENT
જૈકના કેટલાક મીત્રોએ જૈકીસ્તાનનો પાસપોર્ટ બનાવી રાખ્યો છે. તે મીત્રો અહીંયા મોજશોખ કરવા કેટલીકવાર આવતા રહે છે. જૈકે આ રણ વિસ્તારને સુધારવા માટે 8 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. અહીંયા વાતાવરણ ખરાબ જ રહે છે. દિવસે ભયંકર ગરમી અને રાત્રે ઠંડી પડે છે. જૈક ટેક્સ ભરતો હોવાથી તેની આ ગતિવિધિ ગેરકાયદેસર નથી ગણાતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.