બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:09 PM, 21 October 2025
ONGC Apprentice Recruitment 2025: સારી નોકરી શોધી રહેલા B.Com, B.Sc, ડિપ્લોમા, ITI, અથવા 10મા ધોરણની ડિગ્રી ધરાવતા ઉમેદવારો ONGCમાં નોકરી મેળવવાની શાનદાર તક મળી રહી છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડે (ONGC) એપ્રેન્ટિસ પદો માટે અરજીઓ મંગાવી છે. સંસ્થાએ યોગ્ય ઉમેદવાર ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ આમંત્રીત કરી છે. ONGC ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી નીચે મુજબ છે.
ADVERTISEMENT
ONGC ભરતી 2025 ની શૈક્ષણિક લાયકાત
ઉમેદવારોએ સંબંધિત ટ્રેડમાં ITI, ડિપ્લોમા અથવા સ્નાતકની ડિગ્રી પુરી કરી હોય તેવી હોવી જોઈએ. મિકેનિક, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટ ફિટર, ફાયર સેફ્ટી ટેકનિશિયન, મેડિકલ લેબ ટેકનિશિયન, કમ્પ્યુટર ઓપરેટર, સ્ટોરકીપર, સિવિલ ડ્રાફ્ટ્સમેન, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન જેવા ટ્રેડમાં ITI અથવા સંબંધિત ડિપ્લોમા/ ગ્રેજ્યુએશન લાયકાત સંબંધિત જગ્યા અનુસાર ફરજિયાત છે. ઉમેદવારોએ અગાઉ કોઈપણ એપ્રેન્ટિસશીપમાં ભાગ લીધો ન હોવો જોઈએ અને હાલમાં એપ્રેન્ટિસશીપ તાલીમ લઈ રહ્યા ન હોવા જોઈએ (એપ્રેન્ટિસશીપ એક્ટ, 1961 મુજબ).
ADVERTISEMENT
વધુ વાંચો: Government Bharti 2025: જલ્દી કરો, ચાલુ સપ્તાહે જ બંધ થઇ જશે આ સરકારી ભરતીઓ
વય મર્યાદા:
ADVERTISEMENT
ઉમેદવારોની ઉંમર 18 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ, એટલે કે, 6 નવેમ્બર, 2001 અને 6 નવેમ્બર, 2007 વચ્ચે જન્મેલા લોકો અરજી કરવા પાત્ર છે.
મહત્વની તારીખો
ADVERTISEMENT
સત્તાવાર વેબસાઇટ, ongcindia.com દ્વારા અરજી કરી શકે છે. આ ભરતી ઝુંબેશ સંસ્થામાં કુલ 2,623 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી પ્રક્રિયા 16 ઓક્ટોબર, 2025 થી શરૂ થઈ છે અને 6 નવેમ્બર, 2025 સુધી અરજી કરી શકશે.
સ્ટાઇપેન્ડ શું છે?
ADVERTISEMENT
પસંદ કરાયેલા ઉમેદવારોને તેમની યોગ્યતાના આધારે દર મહિને ₹8,200 થી ₹12,300 સુધીનું સ્ટાઇપેન્ડ મળશે. તાલીમનો સમયગાળો બધા ટ્રેડ માટે એક વર્ષનો રહેશે.
પસંદગી પ્રક્રિયા શું છે?
ADVERTISEMENT
એપ્રેન્ટિસ પસંદગી માટે મેરિટ-આધારિત સિસ્ટમ અપનાવવામાં આવશે, જે ઉમેદવારોના લાયકાત પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે. જો બે કે તેથી વધુ ઉમેદવારોના ગુણ સમાન હશે, તો ઉંમરના આધારે વરિષ્ઠ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
પરિણામો ક્યારે જાહેર કરવામાં આવશે?
ONGC એપ્રેન્ટિસ ભરતી 2025 માટેની ભરતી પરીક્ષાનું પરિણામ 26 નવેમ્બર, 2025 ના રોજ જાહેર કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.