બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / oneplus 8 pro might ditch pop up camera specifications leaked
ADVERTISEMENT

વનપ્લસ 8 પ્રોને લઈને અત્યાર સુધીમાં કેટલાક લીક્સ બહાર આવ્યા છે. જે મુજબ આ ફોનમાં સેમસંગ ગેલેકસી 10 સિરિઝના ફોનની જેમ પંચ હોલ ડિસ્પ્લે અને 5 જી સપોર્ટ સાથે ટ્રિપલ રીઅર કેમેરો હશે. એટલે કે, કંપની તેના આગામી સ્માર્ટફોનમાં પોપ-અપ સેલ્ફી કેમેરા મોડ્યુલનો ઉપયોગ કરશે નહીં. આ સિવાય વન પ્લસ 8નો 360 ડિગ્રી કન્સેપ્ટ વીડિયો વાયરલ થયો છે.
ADVERTISEMENT
તેમાં 6.65 ઇંચનો કર્વ્ડ ડિસ્પ્લે હશે. તેની બેકસાઇડમાં વર્ટિકલ ડિઝાઇનના ટ્રિપલ રિયર કેમેરા હશે. ફોનમાં ડેપ્થ સેન્સિંગ 3 ડી ટીઓએફ સેન્સર છે, જેની મદદથી 3 ડી ફોટોગ્રાફીનો અનુભવ કરી શકાય છે.

ADVERTISEMENT
આ સિવાય વનપ્લસ 8 પ્રોની સાઇઝ 160.2 x 72.9 x 8.1mm હશે અને તેમાં સ્નેપડ્રેગનનું સૌથી પાવરફુલ 865 ચિપસેટ હશે. તેમાં 12GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ હોઇ શકે છે. અત્રે ઉલ્લ્ખનીય છે કે તમામ મોબાઇલ કંપની તેના એક મોડલનું નવું વર્ઝન સામાન્ય રીતે ગર વર્ષે લોન્ચ કરે છે.
જયારે વન પ્લસ દર છ મહિને નવું મોડલ લોન્ચ કરે છે.ભારતમાં પ્રિમિયમ એટલે કે 30 હજારથી વધુ કિંમતના ફોનના માર્કેટમાં વન પ્લસનો દબદબો છો.વન પ્લસના ફોન સૌથી લેટેસ્ટ હાર્ડવેર અને સ્ટોક એન્ડ્રોઇડ જેવો અનુભવ કરાવતા સોફટવેર માટે જાણીતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.