બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:41 PM, 10 September 2025
શેરબજારમાં લાખો લોકો રોકાણ કરે છે જેમાં અનેક લોકો ખૂબ પૈસા પણ કમાય છે. પરંતું તેમાં શેરની યોગ્ય પસંદગી કરવી ખૂબ જરૂરી હોય છે. ખાસ કરીને એવી સ્થિતિમાં જ્યારે વિશ્વભરના માર્કેટમાં અસ્થિરતા અને આર્થિક અનિશ્ચિતતાઓ વધી રહી હોય. આ સમયે સમજદારીપૂર્વક અને સંશોધન કર્યા બાદ રોકાણ કરવું જરૂરી બની જાય છે. આજે અમે તમને એક એવી કંપનીના શેર વિશે જણાવશું જેને છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે.
ADVERTISEMENT
અમે વાત કરી રહ્યા છીએ હિટાચી એનર્જી ઇન્ડિયાના શેરની. જેનો ભાવ એપ્રિલ 2020 માં 15 રૂપિયામાં હતો. આ નાની કિંમતના સ્ટોકે છેલ્લા પાંચ વર્ષમાં એટલું જોરદાર પ્રદર્શન કર્યું છે કે જેને પણ તેમાં પાંચ વર્ષ પહેલા 1 લાખ રુપિયાનું રોકાણ કર્યું હોત તે આજે 12.60 કરોડથી વધુનો માલિક હોત. મતલબ કે, પાંચ વર્ષમાં રોકાણકારના પૈસા લગભગ 12,500 ગણા વધી ગયા છે.
ADVERTISEMENT
તાજેતરમાં હિટાચી એનર્જી ઇન્ડિયાનો શેર BSE પર 19,877 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લા એક વર્ષમાં આ સ્ટોક 64 ટકા વધ્યો છે.. જે રોકાણકારોને લગાતાર સારુ વળતર આપી રહ્યો છે. તો વર્ષ 2025ની શરૂઆતથી આ સ્ટોક 25 ટકા વધ્યો છે.
ADVERTISEMENT
હિટાચી એનર્જી ઇન્ડિયાએ તાજેતરમાં તેનો પ્રથમ ક્વોર્ટર રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં કંપનીએ નેટ પ્રોફિટમાં જબરદસ્ત વધારો બતાવ્યો છે. 30 જૂન 2025 ના રોજ પૂરા થયેલા પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ 131.6 કરોડ રુપિયા હતો, જ્યારે ગયા વર્ષે સમાન સમયગાળામાં તે માત્ર 10.42 કરોડ રુપિયા હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
કંપનીની કુલ આવક 11.4 ટકા વધીને 1,479 કરોડ રુપિયા થઈ છે. આ સિવાય EBITDA પણ 224 ટકા વધીને 155 કરોડ રુપિયા થયું છે. તો સાથે કંપનીના નફાના માર્જિનમાં પણ વધારો થયો છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.