India ODI World Cup 2023: વનડે વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આજે જ પોતાની ટીમની જાહેરાત કરશે. શ્રીલંકાના કેન્ડી શહેરમાં BCCIની મિટિંગ થશે. ત્યાર બાદ ભારતીય સમયાનુસાર બપોરે 1.30 વાગ્યે BCCI પોતાની ટીમની જાહેરાત કરશે.
આજે BCCI કરશે ટીમ ઈન્ડિયાની જાહેરાત
આજે શ્રીલંકામાં છે BCCIની મિટિંગ
કયા-કયા ખેલાડીઓની ખુલી શકે છે કિસ્મત?
ભારતની યજમાનીમાં આ વર્ષે 5 ઓક્ટોબરે વનડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત થવાની છે. ટૂર્નામેન્ટની ફાઈનલ 19 નવેમ્બરે રમાશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICC અનુસાર દરેક 10 દેશોને 5 સપ્ટેમ્બર સુધી વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરવાની છે.
એવામાં આજે ટીમ જાહેર કરવાની છેલ્લી તારીખ છે. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આજે પોતાની ટીમની જાહેરાત કરવાનો નિર્ણય કર્યો છે. BCCI એક મિટિંગ બાદ ભારતીય સમયાનુસાર બપોરે 1.30 વાગ્યે પોતાની ટીમની જાહેરાત કરશે.
28 સપ્ટેમ્બર સુધી ટીમમાં ફેરફાર કરી શકાશે
BCCIની આ મીટિંગ શ્રીલંકાના કેન્ડી શહેરમાં થશે. જણાવી દઈએ કે આ સમયે ભારતીય ટીમ શ્રીલંકામાં જ એશિયા કપ રમી રહી છે. BCCI વર્લ્ડ કપ માટે 15 સદસ્યની ટીમની જાહેરાત કરી શકે છે. તેમાં 28 સપ્ટેમ્બર સુધી વગર આઈસીસીની મંજૂરીએ ફેરફાર કરવામાં આવી શકે છે. ત્યાર બાદ આઈસીસીની મંજૂરી બાદ જ ફેરફાર કરી શકાશે.
ભારતીય બોર્ડ 15 સદસ્યની ટીમની સાથે 2 પ્લેયર રિઝર્વ રાખે છે. આ રિઝર્વ પ્લેયર ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા અને સ્પિનર ઓલરાઉન્ડર તિલક વર્મા હોઈ શકે છે.
ઓસ્ટ્રેલિયા સીરિઝમાં હોઈ શકે છે આ ટીમ
એશિયા કપ બાદ અને વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ પોતાના દેશમાં ઓસ્ટ્રેલિયા સામે 3 મેચોની વન ડે સીરિઝ પણ રમશે. આ સીરિઝ 27 સપ્ટેમ્બરે પુરી થશે. આ સીરિઝમાં બીસીસીઆઈને પોતાની ટીમને અજમાવવાનો સારો મોકો મળશે. જ્યારે બીજા જ દિવસે એટલે કે 28 સપ્ટેમ્બર ટીમમાં ફેરફારની છેલ્લી તારીખ રહેશે. એવામાં બીસીસીઆઈ ઓસ્ટ્રેલિયા સીરિઝના બાદ સ્ક્વોડમાં ફેરફાર પણ કરી શકે છે.
જણાવી દઈએ કે વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરે થશે. પહેલી મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાશે. જ્યારે ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ભારતીય ટીમને વર્લ્ડ કપમાં પહેલી મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયાના સામે રમવાની છે.