બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:52 PM, 18 September 2025
અમેરિકા હંમેશાંથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ રહ્યું છે. પછી તે વર્લ્ડ-ક્લાસ યુનિવર્સિટીઓ હોય, ઇનોવેશન હોય કે પછી કલ્ચરલ ડાઇવર્સિટી અમેરિકાની યુનિવર્સિટીઓ પોતાની રિસર્ચ, ઇનોવેશન અને સાંસ્કૃતિક વૈવિધ્યતા માટે જાણીતી છે.
ADVERTISEMENT
દર વર્ષે લાખો વિદ્યાર્થી એફ-1 વિઝા પર ત્યાં અભ્યાસ કરવા જાય છે અને અભ્યાસ સાથે અમેરિકાની અર્થવ્યવસ્થા મજબૂત બનાવવામાં યોગદાન આપે છે. પરંતુ હવે એક નવો નિયમ વિદ્યાર્થીઓ માટે માથાનો દુખાવો બની ગયો છે.
એક્સપર્ટ્સના મતે આ બદલાવ માત્ર વિદ્યાર્થીઓના અભ્યાસ અને રિસર્ચને જ નહીં, પરંતુ અમેરિકાની છબીને પણ નુકસાન પહોંચાડશે. જો આવું થયું તો અમેરિકા એક ગ્લોબલ ટેલેન્ટ હબ તરીકે પોતાની ઓળખ ગુમાવી શકે છે અને તેની વૈશ્વિક ઓળખ પર પણ આંચકો આવી શકે છે.
ADVERTISEMENT

શું છે નવો નિયમ?
ADVERTISEMENT
અત્યાર સુધી F1 વિઝા ધરાવતા વિદ્યાર્થીઓ અમેરિકા ત્યાં સુધી રહી શકતા હતા, જ્યાં સુધી તેમનું ભણતર અથવા ટ્રેનિંગ ચાલુ રહે. તેનો રેકોર્ડ યુનિવર્સિટીઓ સ્ટુડન્ટ એન્ડ એક્ષચેન્જ વીસીટર ઇન્ફોર્મેશન સિસ્ટમ (SEVIS) દ્વારા રાખતી હતી.
પરંતુ હવે DHS એ નવો નિયમ સૂચવ્યો છે, જેમાં વિઝાને માત્ર 4 વર્ષ માટે ફિક્સ કરવામાં આવશે. જો કોઈનો કોર્સ લાંબો હોય, જેમ કે પીએચડી, અથવા કોઈ OPT કરવાનું ઇચ્છે તો તેને USCIS પાસે એક્સ્ટેન્શન લેવું પડશે.
ADVERTISEMENT
અર્થવ્યવસ્થામાં મોટો પ્રભાવ
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દર વર્ષે અમેરિકાની અર્થવ્યવસ્થામાં અંદાજે 50 બિલિયન ડોલરનું યોગદાન આપે છે. આ રકમ ટ્યુશન ફી, રહેવા-જમવાના ખર્ચા અને અન્ય ખર્ચામાંથી આવે છે. મોટાભાગના વિદેશી વિદ્યાર્થી ફુલ ફી ચૂકવે છે, જે ઘણી વાર સ્થાનિક વિદ્યાર્થીઓ કરતા વધુ હોય છે. આથી યુનિવર્સિટીઓનું ફંડિંગ સરળ બને છે અને સ્થાનિક વિદ્યાર્થીઓને પણ અભ્યાસ સસ્તામાં મળે છે.
ADVERTISEMENT
આ ઉપરાંત, વિદેશી વિદ્યાર્થીઓમાં મોટા ભાગે STEM એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, અને ગણિત જેવા ક્ષેત્રોમાં અભ્યાસ કરતા હોય છે. અભ્યાસ બાદ OPT દ્વારા તેઓ અમેરિકાની વર્કફોર્સને 3 વર્ષ સુધી પોતાની સ્કિલ્સ આપે છે.

ADVERTISEMENT
શું મુશ્કેલીઓ વધશે ?
USCIS પાસે પહેલેથી જ લગભગ 38 લાખ કેસ પેન્ડિંગ છે. હવે જો હજારો નવા વિઝા એક્સ્ટેન્શન અને OPT એપ્લિકેશન્સ ઉમેરાય તો નવાં વિઝામાં વધુ સમય લાગી શકે છે. તેની સીધી અસર વિદ્યાર્થીઓના વિઝા સ્ટેટસ પર રહેશે અને જો સમયસર એક્સ્ટેન્શન ન મળે તો તેમને ડિપોર્ટ થવાનું જોખમ રહેશે.
લાંબા કોર્સ, જેમ કે પીએચડી જે 5-6 વર્ષ ચાલે છે, તેમાં રિસર્ચ અને ટ્રાન્સફર પર સીધી અસર પડશે. ઉપરાંત, પોસ્ટ-સ્ટડી ગ્રેસ પિરિયડને 60 દિવસથી ઘટાડી 30 દિવસ કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓ પર વધુ દબાણ લાવશે.
શું વિદ્યાર્થીઓ અમેરિકા છોડીને અન્ય દેશોમાં જશે?
ઓસ્ટ્રેલિયા અને યુકે પહેલેથી જ વિઝા નિયમોને સરળ બનાવી રહ્યા છે જેથી વધારેમાં વધારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષી શકે. જો અમેરિકા નિયમોને કડક બનાવશે, તો વિદેશી વિદ્યાર્થી અન્ય દેશોની તરફ દોડશે.
વધુ વાંચો : શિકાગોમાં ઈમિગ્રન્ટ્સ વિરૂદ્ધ કાર્યવાહી, બોર્ડર પેટ્રોલ ઓફિસરે બોલાવી તવાઇ, જાણો એક્શન
અમેરિકાના નવા એફ-1 વિઝા નિયમો વિદ્યાર્થીઓ માટે ચિંતાનો વિષય બની ગયા છે અને ભવિષ્યમાં અમેરિકાની વૈશ્વિક શૈક્ષણિક છબી પર પણ તેનો પ્રભાવ પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.