બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / શું ડ્રોપબોક્સ વિઝા ખતમ કરી નાખશે અમેરિકા? જાણો ભારતીય વિદ્યાર્થીઓ પર કેવી અસર થશે

NRI / શું ડ્રોપબોક્સ વિઝા ખતમ કરી નાખશે અમેરિકા? જાણો ભારતીય વિદ્યાર્થીઓ પર કેવી અસર થશે

Shilpa Parmar

Last Updated: 11:38 AM, 12 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાએ હવે ડ્રોપબોક્સ વિઝા પ્રોગ્રામ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ પ્રોગ્રામમાં વિધ્યાર્થીઓને ઇન્ટરવ્યૂમાંથી મુક્તિ મળતી હતી.જાણો ભારતીય વિદ્યાર્થીઓ પર શું અસર પડશે?

અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા વિઝા પ્રોગ્રામમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. 2 સપ્ટેમ્બરથી, ડ્રોપબોક્સ વિઝા પ્રોગ્રામને બંધ કરવામાં આવશે. આ પ્રોગ્રામને ઇન્ટરવ્યૂ વેવર પ્રોગ્રામ તરીકે પણ ઓળખવામાં આવતો હતો છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના નવાં નિયમોથી હવે વિદેશ જતાં લોકો માટે આ ઇન્ટરવ્યૂ વેવર પ્રોગ્રામનો શૉર્ટકટ બંધ થઈ રહ્યો છે.

અચાનક આ ફેરફાર કેમ કરવામાં આવ્યો?

આ ફેરફાર ગયા મહિનામાં, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 'વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ'ના ભાગ રૂપે જાહેર કરવામાં આવ્યો હતો. આ બિલ પર 4 જુલાઈએ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અમેરિકન અધિકારીઓ કહે છે કે આ ફેરફાર સુરક્ષા વધારવા અને સ્ક્રીનિંગ પ્રક્રિયાને વધુ કડક બનાવવા માટે કરવામાં આવ્યો છે. આ બદલાવની અસર ભારતમાં પણ પડશે, ખાસ કરીને એચ-1બી કાર્યકરો અને વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પર તેની વધારે અસર જોવા મળશે.

viza

અત્યાર સુધી વિઝા માટે થયેલા મોટાં ફેરફાર

  • આ ફેરફાર દ્વારા વિઝા રિન્યુઅલ H-1B, H-4, L1, F, M, 01, J, વગેરે માટે ઇન્ટરવ્યૂમાં આપવામાં આવેલી છૂટછાટો હવે બંધ થવા જઈ રહી છે.
  • 14 વર્ષથી નાની ઉંમરના બાળકો અને 79 વર્ષથી વધુ વયના વૃદ્ધો હવે આ પ્રક્રિયા માટે અરજી કરી શકાશે નહીં. હવે દરેકને એક કાઉન્સેલર અધિકારી સામે હાજર થવું પડશે.
  • રાજકીય અથવા અધિકારી વીઝા (A, G, NATO, TECRO) માટે છૂટછાટ માન્ય રહેશે.
  • B-1/B-2 પર્યટક અને વ્યાવસાયિક વિઝા રિન્યુઅલ માટે કેટલાક સેટમાં અમુક શરતો સાથે ઇન્ટરવ્યૂથી છૂટ મેળવી શકાય છે.તેમ છતાં કાઉન્સેલર અધિકારી તમને ઇન્ટરવ્યૂની જરૂરિયાત જણાવી શકે છે.

ભારત પર આ બદલાવની અસર

  • ભારત તે દેશોમાંથી એક છે, જ્યાં ડ્રોપબોક્સ સુવિધાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. ભારતમાં અમેરિકન એમ્બેસીમાં પહેલેથી જ સૌથી લાંબી વિઝા પ્રોસેસનો સામનો કરવામાં આવી રહ્યો છે. હવે ડ્રોપબોક્સ બંધ થવાથી વિઝા પ્રક્રિયાનો સમય વધારે લંબાઈ શકે છે.
  • ઇન્ટરવ્યૂ સ્લોટની માંગમાં પણ વધારો થશે અને આ પ્રક્રિયા વધુ સમય માંગી લેશે.
  • વિઝાની રાહ જોવાનો સમય ત્રણ મહિના જેટલો વધી શકે છે.
  • H-1B કર્મચારીઓ પર આધારિત કંપનીઓના પ્રોજેક્ટ ટાઈમિંગમાં સમસ્યા થઈ શકે છે.
  • વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યક્રમમાં પણ મોડું થઈ શકે છે.

વધુ વાંચો: અમેરિકાથી ભારતીયો માટે મોટા સમાચાર, H-1B વિઝા ધારકોને લાગશે મોટો ઝટકો

આ બદલાવની અસર હવે ધીમે ધીમે જોવા મળી રહી છે, કારણ કે આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં ડ્રોપબોક્સના કેટલાક સ્લોટ રદ કરવામાં આવ્યા છે અને અરજદારોને સીધા ઇન્ટરવ્યૂ માટે મોકલવામાં આવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dropbox Visa news Foreign Visa Study in Abroad
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ