બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:12 AM, 11 February 2026
H1B Visa Program: અમેરિકામાં H-1B વિઝા બંધ કરવાની ચર્ચાએ જોર પકડયું છે. ભારતીય પ્રોફેશનલ્સ માટે મહત્વપૂર્ણ ગણાતો H-1B વિઝા પ્રોગ્રામ હવે અમેરિકામાં રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અમેરિકન સંસદમાં આ વિઝા પ્રોગ્રામને કાયમ માટે રદ કરવાની માંગ સાથે એક નવું બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ પગલાએ ખાસ કરીને ભારતીય યુવાનો અને IT ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યાવસાયિકોમાં ચિંતા ઊભી કરી છે.
ADVERTISEMENT
ફ્લોરિડાના રિપબ્લિકન સાંસદએ H-1B વિઝા પ્રોગ્રામ બંધ કરવાની માગ સાથે “Ending Exploitative Imported Labor Act” નામનું બિલ સંસદમાં રજૂ કર્યું છે. તેમના મતે આ વિઝા વ્યવસ્થાને કારણે વિદેશી શ્રમિકોને અમેરિકામાં નોકરીની તકો મળે છે અને જેના લીધે સ્થાનિક નાગરિકો નોકરીથી વંચિત રહી જાય છે. તેમણે જણાવ્યું કે અમેરિકન નાગરિકોને રોજગારમાં પ્રાથમિકતા આપવી દેશના હિતમાં છે.
ADVERTISEMENT
આ સાંસદનું કહેવું છે કે H-1B વિઝા સિસ્ટમનો કેટલાક એમ્પ્લોયર દ્વારા દુરુપયોગ થાય છે. એમ્પ્લોયર્સ વિદેશમાંથી ઓછા પૈસે સસ્તા વિદેશી શ્રમિકોને પહેલા પ્રેફ્રન્સ આપે છે અને પરિણામે અમેરિકન કામદારોને યોગ્ય તક મળતી નથી. આ દલીલને આધારે જ તેમણે આ કડક પગલું લેવાનું સૂચન કર્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભારતીયો પર અસર
H-1B વિઝા ખાસ કરીને ભારતીય IT પ્રોફેશનલ્સ, એન્જિનિયર્સ અને અને અન્ય ટેકનિકલ કર્મચારીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષોથી આ પ્રોગ્રામ દ્વારા હજારો ભારતીયોને અમેરિકામાં કામ કરવાની તક મળી છે. જો આ બિલ પસાર થાય છે તો આગામી વર્ષોમાં વિદેશી કર્મચારીઓ માટેની તકો પર મોટો પ્રભાવ પડી શકે છે.
ADVERTISEMENT
હાલમાં આ માત્ર પ્રસ્તાવિત બિલ છે અને તેને કાયદામાં હજુ ફેરવાય તે માટે સંસદની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં ટ્રમ્પ પ્રશાસન દ્વારા અમેરિકન નાગરિકોને પ્રાથમિકતા આપવાના સંકેતો વચ્ચે આ પ્રસ્તાવને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.