બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / કેનેડામાં ભારતીય મૂળના યુવક પર જીવલેણ હુમલો, સારવાર દરમિયાન મોત

NRI / કેનેડામાં ભારતીય મૂળના યુવક પર જીવલેણ હુમલો, સારવાર દરમિયાન મોત

Published By: Priyankka Triveddi

Last Updated: 08:18 AM, 10 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canada News: કેનેડામાં એક ભારતીય મૂળના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ફાયરિંગની ઘટનાથી ફફડાટ ફેલાયો છે. શું છે સમગ્ર મામલો વાંચો વિગતે..,

Canada Firing News: કેનેડાના ટોરોન્ટો શહેરમાં ભારતીય મૂળના એક યુવકની દિવસ દરમિયાન ગોળી મારીને હત્યા કરાયાની ઘટના સામે આવી છે. ખુલ્લા પાર્કિંગ લોટમાં થયેલા ગોળીબારથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ ગોળીબારની ઘટનામાં મૃત્યુ પામનારની ઓળખ ચંદા કુમાર (ઉંમર 37 વર્ષ) તરીકે કરવામાં આવી છે. તેઓ કર્ણાટકના રહેવાસી હતા અને છેલ્લા લગભગ 6 વર્ષથી કેનેડામાં રોજગાર માટે ગયા હતા અને ત્યાં જોબ કરતાં હતા.

વુડબાઇન શોપિંગ સેન્ટર પાસે બની ઘટના

પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના ટોરોન્ટોના વુડબાઇન શોપિંગ સેન્ટર નજીક આવેલા પાર્કિંગ લોટમાં બની હતી. દિવસના સમયે અચાનક વાહન પર નિશાન સાધીને હુમલાખોરોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

હુમલાખોરોએ ચંદા કુમારના વાહનને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો. ફાયરિંગ બાદ તેઓ ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યા હતા.

canada-man

હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

ઘટના બાદ ચંદા કુમારને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ સારવાર શરૂ કરી હતી. જોકે ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન તેમનું મોત થયું હોવાનું હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અમેરિકાના ઓરેગોનમાં ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી પર રોક, ICEની કાર્યવાહી સામે ફેડરલ જજનો હસ્તક્ષેપ

vtv app promotion

હુમલાખોરોની શોધ અને કારણોની તપાસ ચાલુ

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આસપાસના CCTV ફૂટેજના આધારે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. આ ગોળીબાર પાછળનું કારણ શું હતું તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Toronto Shooting Indian Origin Man Canada Crime News

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ