બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / અમેરિકાના ઓરેગોનમાં ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી પર રોક, ICEની કાર્યવાહી સામે ફેડરલ જજનો હસ્તક્ષેપ
Last Updated: 08:28 AM, 6 February 2026
US Immigration News: અમેરિકાના ઓરેગોનમાં યુએસ ઇમિગ્રેશન એજન્ટ્સ (ICE) શંકાના આધારે કોઈપણ ઇમિગ્રન્ટની ધરપકડ કરી શકશે નહીં. ICE એજન્ટને કોઈ પણ ઇમિગ્રન્ટની તપાસ કરવા માટે કે પછી ધરપકડ કરવા માટે પહેલા વોરંટની જરૂર પડશે એવો આદેશ અમેરિકાના ફેડરલ જજ દ્વારા આપવામાં આવ્યો છે. ફેડરલ જજે આપેલા આ આદેશમાં હોમેલન્ડ સિક્યોરીટી વિભાગની કામ કરવાની રીત સામે પગલાં ઉઠાવ્યા છે. આ અંગે ટીકાકારોનું કહેવું છે કે ICE એજન્ટનો એજન્ડા હતો કે પહેલા ધરકડ કરો અને પછી તે ધરપકડને યોગ્ય ઠેરવો જેના પર હવે રોક લાગશે.
ADVERTISEMENT
અમેરિકાના વિવિધ શહેરોમાં ઇમિગ્રેશન વિભાગ દ્વારા હાથ ધરાયેલી એન્ટી-ઇમિગ્રેશન કાર્યવાહી દરમિયાન થયેલી વોરંટ વગરની ધરપકડોને લઈને વિવાદ ઊભો થયો છે. આ કાર્યવાહી સામે નાગરિક અધિકાર સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાતા અંતે એક ફેડરલ જજને હસ્તક્ષેપ કરવો પડ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કોર્ટના વોરંટ વિના કરવામાં આવેલી ધરપકડો કાયદાની મૂળભૂત પ્રક્રિયાનો ભંગ કરે છે.
ADVERTISEMENT
કોર્ટના અવલોકન મુજબ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સામૂહિક ડિપોર્ટેશન અભિયાનના ભાગરૂપે ચાલતી આ કાર્યવાહી દરમિયાન કાયદા અને નિયમોની અવગણના થઈ રહી છે. ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા અનેક લોકોની ધરપકડ કોઈપણ કાયદેસર વોરંટ વગર કરવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. જેને કારણે દેશભરમાં ચિંતા ફેલાઈ છે.
ADVERTISEMENT
વધતા વિવાદ બાદ ગયા સપ્તાહે ICEના કાર્યકારી વડા ટોડ લિયોન્સે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે ઇમિગ્રેશન એજન્ટ્સે એડમિનિસ્ટ્રેટિવ અથવા સુપરવાઇઝર દ્વારા જારી કરવામાં આવેલા વોરંટ વિના કોઈપણ ધરપકડ કરવી નહીં. તેમ છતાં ઓરેગનમાં આવા અનેક કેસ કોર્ટ સામે આવ્યા હતા જ્યાં વોરંટ વગર જ ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આ કેસમાં 56 વર્ષીય વિક્ટર ક્રુઝ ગામેઝનો પણ સમાવેશ થાય છે. જે 1999થી અમેરિકામાં વસવાટ કરે છે. તેણે કોર્ટને જણાવ્યું હતું કે તેની પાસે માન્ય વિઝા હોવા છતાં અને વિઝાની અરજી પ્રક્રિયામાં હોવા છતાં તેને ત્રણ અઠવાડિયા સુધી ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટરમાં બંધ રાખવામાં આવ્યો હતો. આ મામલે જજે કડક ટિપ્પણી કરતાં જણાવ્યું કે ઓરેગનમાં આવી પ્રકારની ધરપકડો અત્યંત અમાનવીય છે અને વહીવટીતંત્ર યોગ્ય કાનૂની પ્રક્રિયાનું પાલન કરી રહ્યું નથી.
ADVERTISEMENT
આ દરમિયાન મિનેસોટાના મિનીયાપોલીસમાં ટ્રમ્પ પ્રશાસને ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ અધિકારીઓની સંખ્યા ઘટાડવા સંમતિ આપી છે. રાજ્ય સરકાર અને સ્થાનિક પોલીસ દ્વારા સહકાર આપવાની ખાતરી મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રમ્પના બોર્ડર સીઝાર હોમેનના જણાવ્યા અનુસાર આશરે 700 ફેડરલ અધિકારીઓને તાત્કાલિક અસરથી હટાવવામાં આવશે.
ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે ટ્વિન સિટી વિસ્તારમાં ચાલેલી એક અઠવાડિયા લાંબી કાર્યવાહી દરમિયાન લગભગ 2000 જેટલા ફેડરલ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ધરપકડો કરવામાં આવી હતી. જેના કારણે સ્થાનિક સ્તરે ભારે અસંતોષ ફેલાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.