બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / કેનેડામાં વર્ક પરમિટ માટે સ્ટુડન્ટ-વર્કરે ક્યારેય ન કરવી જોઈએ આ ભૂલ, અધવચ્ચે જ છોડવો પડી શકે છે દેશ

NRI / કેનેડામાં વર્ક પરમિટ માટે સ્ટુડન્ટ-વર્કરે ક્યારેય ન કરવી જોઈએ આ ભૂલ, અધવચ્ચે જ છોડવો પડી શકે છે દેશ

Published By: Vidhata Gothi

Last Updated: 01:42 PM, 5 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canada Work Permit Rules: કેનેડામાં નોકરી કરવા માટે વર્ક પરમિટની જરૂર પડે છે. સ્ટુડન્ટ્સને પણ વર્ક પરમિટ આપવામાં આવે છે, જેથી તેઓ અભ્યાસ કર્યા પછી અહીં જૉબ કરી શકે.

Canada Work Permit: કેનેડામાં જૉબ કરતા સ્ટુડન્ટ્સ-વર્કરે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે, જેથી તેમની વર્ક પરમિટ સમય પહેલા એક્સપાયર ન થઈ જાય. કેનેડામાં વિદેશી વર્કર્સને ટેમ્પરરી ફૉરેન વર્કર પ્રોગ્રામ (TFWP) જેવા પ્રોગ્રામ્સ દ્વારા વર્ક પરમિટ આપવામાં આવે છે, જેથી તેઓ અહીંની કંપનીઓમાં કામ કરી શકે. સ્ટુડન્ટ્સને પણ અભયાસ પૂરો કર્યા પછી પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) મળે છે, જેનાથી તેઓ કેનેડામાં રોકાઈને અહીં નોકરી કરી શકે અને કેનેડિયન કામનો અનુભવ મેળવી શકે.

જોકે, વર્ક પરમિટને લઈને એક ભૂલ ક્યારેય ન કરવી જોઈએ, કારણ કે જો આવું થયું તો પછી સ્ટુડન્ટ-વર્કરને નોકરીની વચ્ચે જ દેશ છોડીને જવું પડી શકે છે. અહીં જૉબ શોધી રહેલા કે નોકરી કરતાં લોકોને પણ આ ભૂલ વિશે ખબર હોવી જ જોઈએ. આ ભૂલ એટલી નાની છે કે ઘણીવાર લોકો આને અવગણી કાઢે છે અને પછી મોટું પરિણામ ભોગવવું પડે છે. ચાલો જાણીએ કઈ ભૂલની વાત થઈ રહી છે અને અને તેનો વર્ક પરમિટ સાથે શું સંબંધ છે.

સ્ટુડન્ટ-વર્કરે કઈ ભૂલ ન કરવી

સ્ટુડન્ટ-વર્કરના પાસપોર્ટની વેલિડિટી સીધી રીતે ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ કેનેડા (IRCC) દ્વારા જારી કરાયેલ વર્ક પરમિટની વેલિડિટીને અસર કરે છે. જો પાસપોર્ટની વેલિડિટી કેનેડામાં રોકાણના હેતુ કરતાં ઓછી હોય, તો વર્ક પરમિટ માત્ર પાસપોર્ટ એક્સપાયર થવાની તારીખ સુધી જ જારી થશે. આ જ કારણ છે કે સ્ટુડન્ટ-વર્કરે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેમનો પાસપોર્ટ ઓછામાં ઓછા એટલા સમય માટે વેલિડ હોય કે જ્યાં સુધી તેમને કેનેડામાં રહેવાનું છે. સામાન્ય રીતે વર્ક પરમિટ એકથી ત્રણ વર્ષના સમયગાળા માટે જારી કરવામાં આવે છે, તેથી પાસપોર્ટ ઓછામાં ઓછા એટલા સમય સુધી વેલિડ રહેવો જોઈએ.

vtv app promotion

ઉદાહરણ તરીકે, જો એક વર્ષ માટે નોકરીની ઓફર મળે છે, પરંતુ પાસપોર્ટની વેલિડિટી આઠ મહિનામાં જ ખતમ થવાની છે, તો આવી સ્થિતિમાં અધિકારી માત્ર આઠ મહિના માટે જ વર્ક પરમિટ આપશે. આ જ નિયમ PGWP મેળવતા સ્ટુડન્ટ્સ પર પણ લાગુ પડે છે. ભલે સ્ટુડન્ટને 3-વર્ષના PGWP મળવાના હોય, પણ જો તેનો પાસપોર્ટ 1.5 વર્ષમાં એક્સપાયર થવાનો હોય, તો તેમને ફક્ત એટલા સમય માટે જ વર્ક પરમિટ મળશે.

આ પણ વાંચો: યૂરોપમાં ભારતીયો માટે નોકરી-અભ્યાસ થશે સરળ, ભારત-EU FTAથી ખુલશે રસ્તા

વર્ક પરમિટના નિયમો

ઇમિગ્રેશન અને રેફ્યુજી પ્રોટેક્શન રેગ્યુલેશન કલમ 52(1) માં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ટેમ્પરરી રેસિડેન્ટ (વિદેશી વર્કર કે સ્ટુડન્ટ) પાસે કેનેડામાં રહેવા દરમિયાન વેલિડ પાસપોર્ટ હોવો જોઈએ. એટલા માટે કોઈ પણ વર્કર પાસપોર્ટ વેલિડિટી એક્સપાયર થવા પછી ન તો કેનેડામાં કામ કરી શકે છે ન રહી શકે છે. કોઈ પણ વર્કરને કેટલો સમય દેશમાં જૉબ કરવાની પરવાનગી હશે, એ કેટલીક બાબતો પર નિર્ભર કરે છે -

  • કેનેડિયન કંપની તરફથી મળેલી નોકરીની ઓફર - લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (LMIA) માં જણાવવામાં આવેલો કાર્યકાળ (જો TFWP હેઠળ અરજી કરી રહ્યા હોવ)
  • પાસપોર્ટ વેલિડિટી - સામાન્ય રીતે, નોકરીની ઓફર અને LMIAમાં લખેલું હોય છે કે વર્કરને કેટલા સમય માટે નોકરી કરવાની પરવાનગી આપવામાં આવી રહી છે. તેથી, સૌથી સામાન્ય ભૂલ પાસપોર્ટની વેલિડિટીને લઈને જ થાય છે. મોટાભાગના લોકો આના પર ધ્યાન નથી આપતા અને પછી તેમની વર્ક પરમિટ અપેક્ષા કરતા વહેલા સમાપ્ત થઈ જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

how to get canada work permit Canada Work Permit NRI News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ