બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / યૂરોપમાં ભારતીયો માટે નોકરી-અભ્યાસ થશે સરળ, ભારત-EU FTAથી ખુલશે રસ્તા

NRI / યૂરોપમાં ભારતીયો માટે નોકરી-અભ્યાસ થશે સરળ, ભારત-EU FTAથી ખુલશે રસ્તા

Published By: Vidhata Gothi

Last Updated: 12:43 PM, 29 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India-EU FTA Deal: ભારત અને યુરો વચ્ચે થયેલી ડિલને 'મધર ઑફ ઑલ ડિલ્સ' કહેવામાં આવી છે. આનો ફાયદો ભારતીય સ્ટુડન્ટ્સ અને વર્કર્સને પણ થશે. જાણો કેવી રીતે.

India-EU FTA Deal Benefits: ભારતીયો માટે યુરોપ જઈને નોકરી અને અભ્યાસ કરવો પહેલાંની સરખામણીમાં સરળ થવાનો છે. આનું કારણ છે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલી ટ્રેડ ડિલ, જેને મધર ઑફ ઑલ ડિલ્સ કહેવામાં આવી રહી છે. આનાથી આર્થિક રીતે તો ઘણા ફાયદા થવાના છે, પણ આનો લાભ ભારતીય સ્ટુડન્ટ્સ-વર્કર્સને પણ મળશે. યુરોપિયન યુનિયન 27 દેશોનું એક ગ્રુપ છે, જેમાં યુરોપના લગભગ બધા જ દેશો સામેલ છે. આ ડિલ પછી ભારતીયો માટે આ દેશોના દરવાજા ખૂલી રહ્યા છે.

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે 'મુક્ત વેપાર કરાર' (FTA) અને 'મોબિલિટી ફ્રેમવર્ક' ફાઇનલ થયું છે. જેના પછી હવે ભારતીય વિદ્યાર્થીઓને કોઈ પણ નિશ્ચિત સીમા વિના યુરોપિયન યુનિયન દેશોમાં જવાની તક મળશે. અધિકારીઓએ જણાવ્યું કે આ કરાર ટેલેન્ટ-આધારિત સહયોગ તરફ એક મોટો ફેરફાર છે, જેમાં શિક્ષણ, સ્કિલ અને રિસર્ચને મુખ્ય સ્તંભ માનવામાં આવ્યા છે. આ કરારના ભાગ રૂપે 'મોબિલિટી ફ્રેમવર્ક' હવે સ્ટુડન્ટ્સ, રિસર્ચર્સ અને વર્કર્સ માટે યુરોપ જવા અને ત્યાં રહેવાનું સરળ બનાવશે.

vtv app promotion

ભારત-EU FTAથી ભારતીય વિદ્યાર્થીઓને શું ફાયદો?

યુરોપમાં ઉચ્ચ શિક્ષણ માટે જતાં ભારતીયોની સંખ્યા ઘણી મોટી છે. FTA હવે તેમના માટે અમલદારશાહી અને અનિશ્ચિતતાને ખતમ કરી દેશે. ચાલો જાણીએ ભારતીય વિદ્યાર્થીઓને શું ફાયદા થશે.

  • અવરજવર પર કોઈ નિયંત્રણ નહીં - અન્ય દેશોમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યાને સીમિત કરવામાં આવી રહી છે, ત્યારે EU વિદ્યાર્થીઓને કોઈ પણ રોકટોક વિના અવરજવર કરવાની પરવાનગી આપશે. આનો અર્થ એ છે કે હવે વિદ્યાર્થીઓ માટે EU દેશોમાં જઈને એડમિશન લેવી પહેલા કરતાં સરળ બનશે.
  • સપોર્ટ હબ - વિદેશ જવા દરમિયાન થતી ચિંતાઓને દૂર કરવા માટે એક સપોર્ટ હબ બનાવવામાં આવશે. જેના દ્વારા વિદ્યાર્થીઓ કોઈ યુરોપિયન દેશમાં એડમિશનથી લઈને ત્યાં રહેવા સુધીની દરેક બાબત વિશે જાણી શકશે. સપોર્ટ હબ તેમને તમામ પ્રકારની સહાય પૂરી પાડશે.
  • કરિયર શરૂ કરવામાં મદદ - વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી શરૂ કરવામાં મદદ કરવા માટે વધુ સારો પોસ્ટ-સ્ટડી વર્ક વિઝાનો વિકલ્પ આપવામાં આવશે. ભારતીય વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએટ થયા પછી દેશ છોડવો પડશે નહીં પરંતુ તેમને ઇન્ટર્નશિપ અને એન્ટ્રી-લેવલ નોકરીઓ આપવામાં આવશે.
  • યુરોપિયન ડિગ્રી ઓપ્શન - ભારત અને યુરોપિયન દેશો વચ્ચે ડ્યુઅલ પ્રોગ્રામ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. આ પ્રોગ્રામ હેઠળ, વિદ્યાર્થીઓ ભારતમાં તેમની ડિગ્રીનો એક ભાગ પૂર્ણ કરી શકશે અને પછી વધુ અભ્યાસ માટે યુરોપ જઈ શકશે. આનાથી તેમને પ્રતિષ્ઠિત યુરોપિયન દેશોમાંથી ડિગ્રી મેળવવાની તક મળશે.

આ પણ વાંચો: અમેરિકાની યુનિ.ઓમાં ભારતીય સ્ટુડન્ટ્સની સંખ્યામાં 75 % નો ઘટાડો, જાણો કારણ

ભારતીય કામદારોને શું ફાયદો થશે?

'મોબિલિટી ફ્રેમવર્ક'નો ફાયદ માત્ર ભારતીય વિદ્યાર્થીઓને જ નહીં મળે, પરંતુ વર્કર્સને પણ મળશે. યુરોપને એમ પણ સ્કિલ્ડ ભારતીય વર્કર્સની જરૂર છે. ચાલો જાણીએ ફાયદાઓ વિશે.

એક્સપાર્ટસને એન્ટ્રી - આ ડિલ પ્રોફેશનલ્સ અને કોન્ટ્રાક્ટ સર્વિસ સપ્લાયર્સને યુરોપ જવાનો રસ્તો પૂરો પાડે છે. આનો ફાયદો IT, એન્જિનિયરિંગ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રોમાં કામ કરતા લોકોને મળશે. તેઓ હવે વધુ સરળતાથી પોતાની સર્વિસ યુરોપિયન યુનિયન દેશોમાં પૂરી પાડી શકશે.

પરિવારને અનુકૂળ આવાગમન - ભારત-EU વચ્ચે થયેલા કરારને કારણે કોર્પોરેટ કર્મચારીઓ અને તેમના પરિવારો માટે યુરોપ આવવું-જવું સરળ થઈ જશે. આનાથી એ ભારતીય પ્રોફેશનલ્સ પરનો વ્યક્તિગત બોજ ઓછો થશે જેઓ તેમના જીવનસાથી કે બાળકોને પાછળ છોડ્યા વિના લાંબા સમય સુધી યુરોપમાં કામ કરવા માંગે છે.

ડિજિટલ સર્વિસ પૂરી પાડવાની પરવાનગી - ભારતીય IT પ્રોફેશનલ્સને હવે યુરોપિયન ગ્રાહકોને તેમની સર્વિસ વધુ સરળતાથી પૂરી પાડવાની તક મળશે. આનાથી તેમના માટે વધુ કમાણીની તકો પણ ઊભી થશે.

યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને કહ્યું કે આ ડિલને કારણે સ્ટુડન્ટ્સ અને રિસર્ચર્સ વધુ સરળતાથી યુરોપ જઈ શકશે. ભારતીય ટેલેન્ટ યુરોપિયન વર્કફોર્સ સાથે જોડાશે. તેમણે 'હોરાઇઝન યુરોપ' સાથે ભારતના જોડાવાની પણ જાહેરાત કરી છે. આનાથી સ્વાસ્થ્ય, સ્વચ્છ ઉર્જા, એઆઈ અને અદ્યતન તકનીકોના ક્ષેત્રોમાં ભારતીય સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને વૈજ્ઞાનિકો માટે નવા માર્ગો ખુલશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NRI News India-EU FTA Deal Benefits Study-Job Options For Indians In Europe

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ