બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:11 AM, 1 December 2025
US Immigration Policy: ડોનાલ્ડ ટ્રમ્પની કડક ઇમિગ્રેશન નીતિ પછી અમેરિકામાં H-1B વિઝા મંજૂરીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ખાસ કરીને ભારતીયો પર તેની સીધી અસર જોવા મળી છે. USCIS દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ 2015થી લઈને અત્યાર સુધી H-1B મંજૂરીમાં લગભગ 70 ટકાનો ઘટાડો નોંધાયો છે. માત્ર એક જ વર્ષમાં આ ઘટાડો 37 ટકાથી વધુ છે. જે ભારતીય IT ઉદ્યોગ માટે ચિંતા જનક છે. અમેરિકાએ ટેક્નિકલ ટેલેન્ટ તરીકે ઓળખાતા ભારતીય પ્રોફેશનલ્સને લઈને લીધેલા નવા નિર્ણયોથી ઘણા યુવાનોના “અમેરિકના ડ્રિમ”ને ધક્કો પહોંચ્યો છે. આ કાયદામાં કડક નીતિના લીધે ભારતીય કંપનીઓ દ્વારા સબમિટ કરાતી H-1B અરજીઓની સંખ્યામાં પણ ઘટાડો થવા લાગ્યો છે.
ADVERTISEMENT
ભારતમાં IT ક્ષેત્રની સૌથી મોટી કંપની TCS અમેરિકામાં H-1B વિઝા માટે સૌથી વધારે અરજી કરતી કંપનીઓમાં શામેલ છે. પરંતુ આ વર્ષે TCSને મળેલા H-1B વિઝામાં તીવ્ર ઘટાડો થયો છે. 2024માં 1452 કર્મચારીઓને વિઝા મળ્યા હતા. જ્યારે આ વર્ષે માત્ર 846 કર્મચારીઓને જ H-1B વિઝા મળ્યા છે જેમાં લગભગ અડધો ઘટાડો થયો છે. સાથે જ TCSનો વિઝા અસ્વીકાર દર 4%થી વધીને 7% થયો છે. કંપનીના કુલ 5293 કર્મચારીઓને આ વર્ષે અમેરિકામાં નોકરી ચાલુ રાખવા માટે મંજૂરી આપવામાં આવી છે. પરંતુ નવા વિઝામાં ઘટાડો કંપનીની યુએસ ઇન-હાઉસ સ્ટ્રેટેજીને સીધો અસર કરે છે. બીજી તરફ Infosys, HCL America, LTI Mindtree અને Wipro જેવી ટોચની ભારતીય IT કંપનીઓમાં અસ્વીકાર દર TCSની સરખામણીએ ઘણો ઓછો છે. માત્ર 1 થી 2 ટકા.
ADVERTISEMENT
USCISના H-1B ડેટા મુજબ, H-1B અરજદારોમાં વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓ જેમ કે Amazon, Meta, Microsoft અને Google ટોચ પર છે. ટોચની 25 કંપનીઓમાં માત્ર ત્રણ ભારતીય કંપનીઓ TCS, Infosys અને HCL જ સ્થાન ધરાવે છે. ભારતીય કંપનીઓ હવે પહેલા કરતાં ઓછી અરજીઓ સબમિટ કરી રહી છે, જેથી તેમના અસ્વીકાર દરમાં થોડો ઘટાડો દેખાય છે, પરંતુ TCS હજુ પણ સૌથી વધુ પ્રભાવિત છે. સાથે જ ભારતીય IT કંપનીઓને મળેલા કુલ H-1B વિઝા પણ આ દાયકામાં સૌથી ઓછા, માત્ર 4.5 હજાર નોંધાયા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: UKમાં પરમેનન્ટ સેટ થવું છે? તો પહેલા આટલું જાણી લેજો, પછી જ જવાનું વિચારજો!

ADVERTISEMENT
H-1B નીતિમાં બદલાવને લઈને વિશ્વના સૌથી જાણીતા ઉદ્યોગપતિ એલન મસ્ક પણ જાહેરમાં બોલ્યા હતા. તેમણે કહ્યું કે અમેરિકાની ટેક્નોલોજી અને ઇનોવેશન દુનિયામાં ભારતીય ઇમિગ્રન્ટ્સે પ્રમાણમાં સૌથી મોટું યોગદાન આપ્યું છે. ભારતીય ટેલેન્ટના કારણે અમેરિકા વૈશ્વિક સ્તરે Tech Superpower બની શક્યું છે. મસ્કે ખાસ ભાર મૂક્યો કે અનેક ભારતીય મૂળના લોકો આજે વિશ્વની સૌથી મોટી કંપનીઓમાં ટોચના હોદ્દા પર છે. જો કે ટ્રમ્પને પાછલા સમયમાં ખુલ્લો ટેકો આપનાર મસ્ક અને ટ્રમ્પ વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી મતભેદો વધી ગયા છે એ વચ્ચે આવું નિવેદન તેમના સંબંધમાં વધુ તિરાડ છતી કરે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.