બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:11 PM, 6 January 2026
South Korea Visa: જો તમે ફરવાના શોખીન છો અને એમાં પણ સાથે K-Pop અને K-Drama ના પણ ચાહક છો અને કોરિયા ફરવા જવા માંગો છો તો આ સમાચાર ખાસ તમારા માટે છે. નવા વર્ષની સાથે જ સાઉથ કોરિયાની સરકારે ઇંડિયન ટુરિસ્ટ માટે એક મોટી ભેટ આપી છે. દક્ષિણ કોરિયાએ ભારત સહિત 6 દેશના ટુરિસ્ટને એક એવી ભેટ આપી છે કે જેનાથી હવે ઇન્ટરનેશલ ટ્રાવેલ પહેલા કરતાં વધુ સરળ અને સસ્તું થઈ જશે.
ADVERTISEMENT
નવાવર્ષમાં જ સાઉથ કોરિયાએ જાહેરાત કરી છે કે ઇંડિયન ટુરિસ્ટ જૂન 2026 સુધી કોઈપણ પ્રકારની વિઝા પ્રોસેસિંગ ફી આપ્યા વગર જ સાઉથ કોરિયાની વિઝિટ કરી શકે છે. કોરિયા સરકારે ભારત સહિત 6 દેશો માટે 'ગ્રુપ વિઝા' ફી માફ કરવાની સમય અવધિને આવનાર 6 મહિના માટે લંબાવી છે. આનો અર્થ એ થયો કે હવે તમારા માટે કોરિયાની ટ્રીપ માટે સરળ જ રહેશે એટલું જ નહીં પણ તમારા ખિસ્સા પર પણ ભાર નહિ આવે.

ADVERTISEMENT
વાત જાણે એમ છે કે સાઉથ કોરિયાના નાણાંમંત્રી કૂ યૂન ચોલ એ એક વાત સ્પષ્ટ કરી છે કે તે તેમના દેશમાં આવનાર વિદેશી ટુરિસ્ટની વધતી સંખ્યાને અટકાવા માંગતા નથી પરંતુ તેમાં વધારો કરવા માંગે છે. માટે જ ટુરિસ્ટ માટે આ છૂટ જે પહેલા મહિનાના પહેલા અઠવાડિયે પૂરી થવાની હતી તેની સમય મર્યાદા વધારીને હવે 30 જૂન 2026 કરવામાં આવી છે.

ADVERTISEMENT
હવે પ્રશ્ન એ છે કે આ છૂટ કેવી રીતે મળશે? તો તમને જણાવી દઈએ કે આ રાહત C-3-2 કેટેગરીમાં 'શોર્ટ ટર્મ ગ્રુપ વિઝા' પર આપવામાં આવી રહી છે. જો તમે તમારા મિત્રો કે પરિવાર સાથે એક નાના ગ્રુપમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમને લગભગ 18000 વૉન એટલે કે લગભગ 1100-1200 રૂપિયા પ્રોસેસિંગ ફી આપવાની રહેશે નહીં. ભારત સાથે ચીન, વિયેતનામ, ફિલિપાઈન્સ, કમ્બોડિયાના ટુરિસ્ટને પણ આ સુવિધાનો લાભ મળશે. આ દેશને એટલા માટે પસંદ કરવામાં આવ્યા છે કારણ કે સાઉથ કોરિયાના પર્યટન બજારમાં આ દેશના ટુરિસ્ટનો સૌથી મોટો ફાળો છે.
ADVERTISEMENT

કોરિયાની સરકારના આ નિર્ણય પાછળનું સૌથી મોટું કારણ છે ત્યાંનાં પર્યટન ક્ષેત્રમાં આવેલી જબદસ્ત તેજી. ઓફિશિયલ આંકડા પર નજર કરીએ તો નવેમ્બર મહિનામાં દક્ષિણ કોરિયા જનાર વિદેશી ટુરિસ્ટની સંખ્યા કોવિડ 19 પહેલાના તમામ રેકોર્ડ બ્રેક કરી દીધા છે. નવેમ્બરમાં લગભગ 16 લાખ ટુરિસ્ટ કોરિયા પહોંચ્યા હતા જે ગયા વર્ષના મુકાબલે 17% વધુ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ આંકડા વર્ષ 2019 ના મુકાબલે પણ લગભગ 10% વધારે છે. સાઉથ કોરિયા આવનર સૌથી વધુ લોકો ચીન અને જાપાનના છે પરંતુ હવે ભારત જેવા ઊભરતા બજારોમાં પણ ગ્રુપ ટ્રાવેલિંગનું જોર વધી રહ્યું છે. બહેતર એયર કનેક્ટિવિટી અને યાત્રાના નિયમોમાં છૂટછાટે કોરિયાને દુનિયાનું નવું ટ્રાવેલ હોટસ્પોટ બનાવી દીધું છે. એવામાં વિઝા ફીમાં માફી એ આ દેશની વિઝિટ કરવા માટે ઈંડિયંસ માટે એક ગોલ્ડન ચાન્સ છે જે ઓછા બજેટમાં ઇન્ટરનેશલ ટ્રીપનું પ્લાનિંગ કરી રહ્યા છે ખાસ તેમના માટે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.