બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / USમાં એક્સ ગર્લફ્રેન્ડની હત્યા કરી બોયફ્રેન્ડે રચ્યું જોરદાર ષડયંત્ર, ખુદ પોલીસ પણ અવાક

ક્રાઇમ / USમાં એક્સ ગર્લફ્રેન્ડની હત્યા કરી બોયફ્રેન્ડે રચ્યું જોરદાર ષડયંત્ર, ખુદ પોલીસ પણ અવાક

Published By: Priyankka Triveddi

Last Updated: 01:12 PM, 5 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં એક દર્દનાક ઘટના બની છે. એક મર્ડરના સમાચાર સામે આવ્યા છે જેમાં આરોપ એક ભારતીય પર લગવવામાં આવ્યો છે કે આરોપી હત્યા કરીને ભારત આવી ગયો છે.

Indian Girl Murder USA: અમેરિકામાં એક હેરાન કરી દે તેવા સમાચાર સામે આવ્યા છે. એક ભારતીય મૂળના છોકરાએ તેની જ એક્સ ગર્લફ્રેન્ડની હત્યા કરીને તે અમેરિકાથી ભારત ભાગી આવ્યો છે. આ આખી ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે આ હત્યાને અંજામ આપીને આરોપી પોતે અમેરિકાના પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. છોકરાએ પોતે જ કેસ દાખલ કરાવ્યો હતો અને પોતે સાંજની ફ્લાઇટ પકડીને ઈન્ડિયા ભાગી આવ્યો હતો. હવે અમેરિકાની પોલીસ આ છોકરાની શોધખોળ કરી રહી છે.

Nikita-Godishala

અમેરિકાની પોલીસના જણાવ્યા મુજબ આરોપીનું નામ અર્જુન શર્મા (26) છે અને તેણે અમેરિકામાં તેની ગર્લફ્રેન્ડની હત્યા કરી દીધી જતી અને પછી તે હાવર્ડ કાઉન્ટી પોલીસમાં તેની ગર્લફ્રેન્ડનો મિસિંગ રિપોર્ટ લખાવીને ભારત ભાગી આવ્યો હતો. કાઉન્ટી પોલીસ હાલ અર્જુનની શોધખોળ કરવામાં અને તેને પકડવા માટે United States Federal Law Enforcement સાથે કામ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર શર્માએ 2 જાન્યુઆરીના રોજ તેની પ્રેમિકાનો મિસિંગ રિપોર્ટ નોંધાવ્યો હતો અને જેમાં કહેવામાં આવ્યું હતું તે તેની પ્રેમિકા નિકિતા ગોદીશાલા (27) જે એલિકોટ સિટીની રહેવાસી હતી. નવા વર્ષની પૂર્વ સંધ્યાથી તે ગાયબ છે. તેણે એમ પણ જણાવ્યું કે તે તેની ગર્લફ્રેન્ડને છેલ્લી વાર કોલંબિયાના ટ્વીન રિવર્સ રોડ પર સ્થિત તેના ફ્લેટમાં જોઈ હતી. પરંતુ જ્યારે પોલીસે તપાસ કરી તો મામલો કઈંક બીજો જ નીકળ્યો.

આ પણ વાંચો: 'તું કેનેડા સે વાપસ ક્યૂં આયા?', પછી ઇન્ડિયને જે જવાબ આપ્યો, ખરેખર દરેકે સાંભળવા જેવો

vtv app promotion

અર્જુન આ રિપોર્ટ દાખલ કરાવ્યો કે તરત જ પોલીસે કાર્યવાહી અને આ મામલે તપાસ શરૂ કરી દીધી હતી. જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ જાણવા મળ્યું કે અર્જુન શર્મા તે જ દિવસે ભારત માટે રવાના થઈ ગયો હતો જે દિવસે તેણે પોલીસમાં મિસિંગ રિપોર્ટ લખવ્યો હતો. જેમ જેમ શંકા વધતી ગઈ તેમ તેમ ડિકેટટીવ ડિપાર્ટમેન્ટ દ્વારા જલ્દીથી તેના ફ્લેટ માંટે સર્ચ વોરંટ જાહેર કરી દેવાયું હતું. 3 જાન્યુઆરીના રોજ પોલીસને અર્જુન શર્માના ફ્લેટથી નિકિતા ગોદીશાળાની ડેડ બૉડી મળી જેના પર ચાકુના નિશાન હતા. આ ડેડબૉડી મળ્યા પછી પોલીસે અર્જુન શર્માની સામે ધરપકડનું વોરંટ બહાર પાડ્યું છે અને હાલ તેની શોધખોળ ચાલી રહી છે. આગળની તપાસમાં પોલીસ આ હત્યા પાછળનું સાચું કારણ શોધવાની તપાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

USA crime news Indian girl murder USA

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ