બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / ભારત / NRI can ask for Madad to Indian government in any trouble in foreign

તમારા કામનું / વિદેશમાં મુશ્કેલી આવે તો અહીં માગજો ‘મદદ’, બસ આટલું કરતા જ થઈ જશે હેલ્પ

Vishal Khamar

Last Updated: 05:12 PM, 15 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે NRI છો, અને વિદેશમાં ક્યાંય મુશ્કેલી આવે છે, તો ચિંતા કરવાની જરૂર નથી. અહીં અમે તમને આખી પ્રોસેસ જણાવી છે, જેના દ્વારા તમે તાત્કાલિક ભારત સરકારની મદદ માગી શકો છો.

  •  ભારત સરકાર ‘મદદ’ પોર્ટલ દ્વારા કરશે મદદ
  • બસ કેટલાક સ્ટેપ્સ ફોલો કરો અને ફરિયાદ નોંધાઈ જશે
  • વિદેશમાં પણ ભારત સરકાર તમારી હેલ્પ કરશે

 આપણી આસપાસથી ઘણા બધા લોકો સારું જીવન જીવવા માટે, અભ્યાસ માટે કે પછી પૈસા કમાવા માટે વિદેશ જતા હોય છે. જો કે એક નવા દેશમાં જવું મોટું ટાસ્ક છે. ઘણીવાર પરિસ્થિતિ એવી સર્જાય છે કે વિદેશમાં જઈને કોઈ ભારતીય નાગરિક છેતરપિંડીનો, ગુનાહિત કૃત્યોનો અથવા તો કોઈ અન્ય ઘટનાનો ભોગ બની જાય છે. હવે નવો દેશ છે, કાયદા અજાણ્યા છે, ક્યારેક ભાષાની પણ મુશ્કેલી હોય છે. આવી સ્થિતિમાં માણસ એ વાતે મૂંઝાય છે કે ફરિયાદ કરવી તો ક્યાં કરવી, મદદ માગવી તો કોની માગવી. પરંતુ ભારત સરકાર પોતાના નાગરિકોની મદદ માટે હરહંમેશ તૈયાર હોય છે. અને અહીં ‘મદદ’ શબ્દ જ આપને મદદ કરી શકે છે.

આ પોર્ટલ પર માગો મદદ
વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની મદદ કરવા માટે ભારત સરકારે ખાસ ‘મદદ’ પોર્ટલ વિક્સાવ્યું છે. જ્યાં તમે કોઈ પણ બાબતની ફરિયાદ કરી શકો છો. આ માટે તમારે https://madad.gov.in/ પર જવાનું છે. આ ઉપરાંત તમે [email protected] પર ઈમેઈલ કરીને પણ ફરિયાદ કરી શકો છો. અહીં તમે રજિસ્ટર મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી જેવી માહિતી આપીને ફરિયાદ દાખલ કરી શકો છો. ફરિયાદ થઈ ગયા બાદ તે સંબંધિત અધિકારી અથવા યોગ્ય મંત્રાલય પાસે પહોંચે છે. જ્યાં કોઈ પણ પગલાં લેવાય તો ફરિયાદ કરનાર વ્યક્તિને જાણ કરવામાં આવે છે. ધ્યાન રાખવાની વાત એ છે કે જ્યારે તમારી સાથે કોઈ અનિચ્છનીય ઘટના બને, તો તાત્કાલિક આ પોર્ટલ પર જઈને ફરિયાદ કરો.

મદદ પોર્ટલ પર મદદ મેળવવા આટલું કરો.
1. સૌથી પહેલા https://madad.gov.in/ પર લોગ ઈન કરો.
2. હવે અહીં login   ઓપ્શન પર ક્લિક કરો અને નીચે Register (New User) વિકલ્પ પર ક્લિક કરો.
3. હવે તમારી સામે એક ફોર્મ ખુલશે, જેમાં તમારે જરૂરી માહિતી ભરવાની છે. જરૂરી માહિતી ભરાઈ જાય એટલે રજિસ્ટર બટન દબાવી દો.
4. તમારા રજિસ્ટર ઈમેઈલ આઈડી પર એક લિંક આવશે, જેના પર ક્લિક કરીને તમારે ઈમેઈલ આઈડી વેરિફાય કરવાનું છે.
5. હવે તમારા રજિસ્ટર આઈડી અને પાસવર્ડથી વેબસાઈટ પર લોગ ઈન કરો.
6. અહીં દેખાતા ફોર્મને ભરીને તમે તમારા પરિવારજનની અથવા પોતાને થતી પરેશાની અંગે ફરિયાદ દાખલ કરી શકો છો.
7. ફરિયાદ નોધાઈ ગયા બાદ પણ તમે Track Grievance Status પર ક્લિક કરીને તમારી ફરિયાદનું સ્ટેટસ ચેક કરી શકો છો.

વધુ વાંચોઃ ત્રેવડ ન હોય તો ગરમી ન બતાવાય! પાયલટને લાફો મારનાર યુવક હવે કહી રહ્યો છે સોરી સર!

જો તમારી ફરિયાદ તમને વિદેશ મોકલનાર એજન્ટ વિશે છે, તો સરકાર સૌથીપ હેલા એજન્ટને જાણ કરીને સમસ્યાનો ઉકેલ લાવવાનું કહેવામાં આવે છે. જો એજન્ટ જવાબ ન આપે અથવા તેમનો જવાબ સંતોષકારક ન હોય તો તેનું રજિસ્ટ્રેશન 30 દિવસ માટે સસ્પેનડ્ કરી દેવામાં આવે છે. આમ છતાંય, કોઈ એક્શન ન લેવાય તો તેનું લાઈસન્સ રદ પણ કરી દેવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ