બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ટેક અને ઓટો / new whatsapp features communities know how to use and importance

તમારા કામનું / ગ્રુપ છે જ WhatsApp Communities ની શું જરૂર? જાણો કઈ રીતે તમારું ભારણ થઈ જશે ઓછું

MayurN

Last Updated: 03:19 PM, 13 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટ્સએપનું નવું કોમ્યુનિટી ફીચર ગ્રૂપ જેવું જ છે, પરંતુ તમે તેમાં ઘણા યુઝર્સ અને ગ્રૂપને પણ એડ કરી શકો છો. જાણો તેના વિશેની સંપૂર્ણ માહિતી

  • Whatsapp નું નવું કોમ્યુનિટી ફીચર લોન્ચ
  • ફીચરની મદદથી ઘણા ગ્રુપને કનેક્ટ કરી શકાશે
  • આ ફીચર્સથી લોકો સમાન કોમ્યુનિટીમાં જોડાઈ શકશે

લગભગ બે અઠવાડિયા પહેલા Whatsapp એ નવા કોમ્યુનિટી ફીચરની જાહેરાત કરી હતી અને હવે તે એન્ડ્રોઇડ, iOS અને વેબ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહી છે. આ નવા ફીચરની મદદથી ઘણા ગ્રુપને કનેક્ટ કરી શકાશે અને તેને મેનેજ કરવું પણ સરળ બનશે. તેનો હેતુ સમાન વિચાર ધરાવતા લોકો અને જૂથોને એકસાથે લાવવાનો છે.

શું છે કોમ્યુનિટી ફીચર ?
Meta CEO માર્ક ઝકરબર્ગે કોમ્યુનિટીઝ વિશે જણાવ્યું હતું કે, "આજે અમે નવા WhatsApp ફીચર માટે અમારા વિઝનને શેર કરવા માટે ઉત્સાહિત છીએ, જેને કોમ્યુનિટીઝ કહેવામાં આવે છે. 2009માં WhatsAppની શરૂઆત થઈ ત્યારથી, અમારું ધ્યાન એ છે કે આપણે મિત્રો અને પરિવાર સાથે વાતચીતને કેવી રીતે સુધારી શકીએ. , પછી ભલે તે વ્યક્તિ તરીકે હોય કે સમગ્ર સમૂહ તરીકે?"

 

આ રીતે કામ કરે છે નવું કોમ્યુનિટીઝ ફીચર
વોટ્સએપનું નવું કોમ્યુનિટી ફીચર ગ્રૂપ જેવું જ છે, પરંતુ તમે તેમાં ઘણા યુઝર્સ અને ગ્રૂપને પણ એડ કરી શકો છો. WhatsApp ગ્રુપમાં, ફક્ત એક જ વાર્તાલાપ બનાવી શકાય છે, જ્યારે કોમ્યુનિટી ફીચરમાં સમાન પસંદ અને નાપસંદ ધરાવતાને એકસાથે લાવી શકાય છે. એટલે કે, સંબંધિત ગ્રુપમાં ચેટ કરવું અને તેમને એકબીજા સાથે કનેક્ટ કરવું સરળ રહેશે.

કોમ્યુનિટી કેવી રીતે બનાવવી
iPhone વપરાશકર્તાઓને ચેટની જમણી બાજુએ કોમ્યુનિટી ટેબ બતાવવામાં આવે છે, જ્યારે WhatsApp વેબ સ્ક્રીનની ઉપર જમણી બાજુએ આ વિકલ્પ બતાવે છે. એન્ડ્રોઇડ યુઝર્સ પણ નવા ફીચરને અલગ ટેબમાં જોવા મળે છે. કોમ્યુનિટી બનાવવા માટે, તમારે નીચે જણાવેલ પગલાંને અનુસરવું પડશે.
1.સૌપ્રથમ WhatsApp ખોલો અને કોમ્યુનિટી ટેબ પર ટેપ કરો. 
2.હવે કોમ્યુનિટીનું નામ અને વર્ણન લખ્યા પછી તમારે પ્રોફાઈલ ફોટો મૂકી શકો છો. તેનું નામ 24 અક્ષરોમાં રાખી શકો છો અને વર્ણનમાં તેનો ઉલ્લેખ કરી શકો છે. 
3.ગ્રીન એરો ચિહ્ન પર ટેપ કરીને, તમે તમારા ગૃપ્સને કોમ્યુનિટીનો ભાગ બનાવી શકશો અથવા નવું ગ્રુપ બનાવી શકશો. 
4.સમુદાયમાં જૂથો ઉમેર્યા પછી, છેલ્લે લીલા ચેક માર્ક આઇકોન પર ટેપ કરો. 

કોમ્યુનિટી માટે સેટ કરેલી કેટલીક મર્યાદાઓ
વપરાશકર્તાઓ મહત્તમ 50 જૂથોને કોઈપણ એક કોમ્યુનિટીનો ભાગ બનાવી શકે છે.તે જ સમયે, એનાઉન્સમેન્ટ જૂથમાં 5,000 સભ્યો સુધીનો સમાવેશ કરી શકાય છે અને કોઈપણ કોમ્યુનિટીના સભ્ય તેનાથી સંબંધિત ગ્રુપમાં જોડાઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ