ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર, આવતીકાલે 10 વાગ્યે કમલમ ખાતે મહત્વની બેઠક

બેઠક / ગુજરાત ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર, આવતીકાલે 10 વાગ્યે કમલમ ખાતે મહત્વની બેઠક

Published By: Mit Soni

Last Updated: 07:41 PM, 28 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ભાજપ સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 4 મહામંત્રી અને 10 મંત્રી-ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને આવતી કાલે સંગઠનના આગેવાનોની 10 વાગ્યે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂંક કરાયા બાદ શનિવારે મોડી રાતે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. નવી સંગઠનની ટીમમાં 10 ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. ત્યારે આવતીકાલે સવારે 10 વાગ્યે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કમલમ ખાતે પ્રદેશ સંગઠનના નવા આગેવાનો સાથે પ્રદેશ પ્રમુખની બેઠક કરવામાં આવશે. મહામંત્રી,ઉપપ્રમુખ અને મંત્રીઓ સાથે મોરચાના આગેવાનો આ બેઠકમાં હાજર રહેશે. નવી ટીમ સાથે આગામી કાર્યક્રમોના આયોજન પર ચર્ચા કરાશે સાથે સાથે સગઠનને કઈ રીતે વધુ મજબુત કરાય તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. સાથે 2027માં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.

vtv app promotion

ભાજપ પ્રદેશ સંગઠનના નવા હોદ્દેદારોના નામની જાહેરાત

ભાજપ પ્રદેશ સંગઠનના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 4 મહામંત્રી અને ઉપપ્રમુખના નામની જાહેરાત કરાઈ છે. સંગઠનની બાકી રહેલી નિમણૂંકોની જાહેરાત કરાઈ છે. મહામંત્રી તરીકે કચ્છના અનિરૂદ્ધ દવે, રાજકોટના ડો. પ્રશાંત કોરાટ, ખેડાના અજય બ્રહ્મભટ્ટ, સુરેન્દ્રનગરના હિતેન્દ્ર ચૌહાણની વરણી કરવામાં આવી છે. જ્યારે મુખ્ય પ્રવક્તા તરીકે ડો. અનિલ પટેલની વરણી કરાઈ છે. મીડિયા ઈન્ચાર્જ તરીકે પ્રશાંત વાળાની વરણી કરવામાં આવી છે. ડો. પરિન્દુ ભગત કોષાધ્યક્ષ જ્યારે મોહન કુંડારીયાન સહકોષાધ્યક્ષ બનાવાયા છે. સાથે સાથે કિસાન મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા, એસસી-એસટી, ઓબીસી અને અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ પ્રમુખોની પણ જાહેરાત કરાઈ છે.

વધુ વાંચો: 5 મહિના બાદ દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન, 12 ઓગસ્ટે ધ્રુવરાજસિંહ પર ગીરમાં હુમલો

મહામંત્રી

  • અનિરૂદ્ધ દવે કચ્છ
  • ડો.પ્રશાંત કોરાટ રાજકોટ
  • અજય બ્રહ્મભટ્ટ ખેડા
  • હિતેન્દ્ર ચોહાણ સુરેન્દ્રનગર
  • મુખ્ય પ્રવકતા - ડો.અનિલ પટેલ
  • મીડીયા ઈન્ચાર્જ - પ્રશાંત વાળા

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jagdish Vishwakarma BJP President BJP Gujarat Organisational Meeting Kamalam BJP Office Meeting

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ