બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / new motor vehicles act to be applied from today

કાયદો / રાજ્યમાં નવા મોટર વ્હિકલ ઍક્ટનો અમલ આજથી શરૂ, વાહન હંકારતા સાચવજો નહીંતર..

Kavan

Last Updated: 08:38 AM, 1 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આજથી નવા ટ્રાફિક નિયમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. બે વખત મોકૂફ રહેલા ટ્રાફિક નિયમનનો અમલીકરણ લાભપાંચમથી ફરી શરૂ કરવામાં આવ્યો છે. વાહનચાલકોએ હેલ્મેટ,PUC,લાયસન્સ,RC બુક અને વીમાના દસ્તાવેજો સાથે રાખવા પડશે.

  • ટ્રાફિક નિયમ બન્યા અમલી
  • સરકારે આપેલી મુદ્દત થઇ પુરી
  • હવે નહીં મળે વધુ છૂટછાટ

જો વાહન ચાલક પાસે હેલ્મેટ,PUC,લાયસન્સ,RC બુક અને વીમાના દસ્તાવેજો તો પોલીસ વિભાગ દ્વારા દંડ ફટકારવામાં આવશે. ટ્રાફિક નિયમનનો અમલ સવારથી જ શરૂ થઈ ગયો છે અને ટ્રાફિક નિયંત્રણ નિયમોનું પાલન નહીં કરનાર સામે દંડનાત્મક કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, DIGI લોકરના દસ્તાવેજો માન્ય ગણવામાં આવશે. 

અચાનક લાગુ પાડવામાં આવેલ નિયમને પગલે મચી અફરાતફરી 

નોંધનીય છે કે, ગત સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં અચાનક જ નવા ટ્રાફિક રુલ્સ લાગુ પાડવામાં આવ્યા હતા. અચાનક નવા ટ્રાફિક રુલ્સ લાદવામાં આવતાં નાગરિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. સરકારે લોકોને ઊંઘતા રાખીને લાદી દીધેલા કડક ટ્રાફિકનિયમોના કારણે વાહન સંબંધિત વિવિધ સેન્ટરો પર નાગરિકોની કતારોના દ્રશ્યો સર્જાયા હતા. નોટબંધી વખતે સર્જાયા હતા તેવા દ્રશ્યો એ દિવસોમાં જોવા મળ્યા હતા

ટ્રાફિકના નિયમો અને દંડ શું?

લાયસન્સ વગર 2 વ્હીલર ચલાવતા પહેલીવાર પકડાશો તો - 500 રૂ.
લાયસન્સ વગર 2 વ્હીલર ચલાવતા બીજીવાર ઝડપાયા તો - 2000 રૂ.
લાયસન્સ વગર 4 વ્હીલર ચલાવતા પહેલીવાર પકડાશો તો - 500 રૂ.
લાયસન્સ વગર 4 વ્હીલર ચલાવતા બીજીવાર પકડાશો તો - 3000 રૂ.

વીમા વગર વાહન ચલાવતા પહેલીવાર પકડાયા તો  - 500 રૂ.
વીમા વગર વાહન ચલાવતા બીજીવાર પકડાયા તો - 1000 રૂ.

RC બુક વગર વાહન ચલાવતા પહેલીવાર ઝડપાયા તો - 500 રૂ.
RC બુક વગર વાહન ચલાવતા બીજીવાર ઝડપાયા તો - 1000 રૂ.

PUC વગર વાહન ચલાવતા પ્રથમવાર ઝડપાયા તો -  500 રૂ.
PUC વગર વાહન ચલાવતા બીજીવાર ઝડપાયા તો - 1000 રૂ.

અડચણરૂપ પાર્કિંગમાં વાહન પ્રથમવાર પકડાયું તો - 500 રૂ.
અડચણરૂપ પાર્કિંગમાં વાહન બીજીવાર પકડાયું તો - 1000 રૂ.

કારના કાચ પર ડાર્ક ફિલ્મ સાથે પહેલીવાર પકડાવ તો - 500 રૂ.
કારના કાચ પર ડાર્ક ફિલ્મ સાથે બીજીવાર પકડાવ તો - 1000 રૂ.

હેલ્મેટ વગર વાહન ચલાવતા પહેલીવાર પકડાયા તો - 500 રૂ.
હેલ્મેટ વગર વાહન ચલાવતા બીજીવાર પકડાયા તો - 500 રૂ.

સીટ બાંધ્યા વગર પહેલીવાર પકડાયા તો - 100 રૂ.
સીટ બાંધ્યા વગર બીજીવાર પકડાયા તો - 500 રૂ.

ત્રિપલ સવારીમાં પકડાશો તો - 100 રૂ.
થ્રી વ્હીલરમાં ભયજનક ડ્રાઈવિંગ કરતા પકડાયા તો - 1500 રૂ.

ભયજનક રીતે કાર ચલાવતા પકડાયા તો - 3000 રૂ.
ભયજનક રીતે ભારે વાહન ચલાવતા પકડાયા તો - 5000 રૂ.

ઓવર સ્પીડમાં ટૂ વ્હીલર ચલાવતા પ્રથમવાર પકડાયા તો - 1500 રૂ.
ઓવર સ્પીડમાં ટૂ વ્હીલર ચલાવતા બીજીવાર પકડાયા તો - 2000 રૂ.

ઓવર સ્પીડમાં કાર ચલાવતા પ્રથમવાર પકડાયા તો - 2000 રૂ.
ઓવર સ્પીડમાં કાર ચલાવતા બીજીવાર પકડાયા તો - 3000 રૂ.

ઓવર સ્પીડમાં ભારે વાહન ચલાવતા પ્રથમવાર પકડાયા તો - 3000 રૂ.
ઓવર સ્પીડમાં ભારે વાહન ચલાવતા બીજીવાર પકડાયા તો - લાયસન્સ રદ.

રજિસ્ટ્રેશન વગર 2 વ્હીલર ચલાવતા પ્રથમવાર પકડાયા તો - 500 રૂ.
રજિસ્ટ્રેશન વગર 2 વ્હીલર ચલાવતા બીજીવાર પકડાયા તો - 1000 રૂ.

રજિસ્ટ્રેશન વગર 3 વ્હીલર ચલાવતા પ્રથમવાર પકડાયા તો - 1000 રૂ.
રજિસ્ટ્રેશન વગર 3 વ્હીલર ચલાવતા બીજીવાર પકડાયા તો - 2000 રૂ.

રજિસ્ટ્રેશન વગર 4 વ્હીલર ચલાવતા પ્રથમવાર પકડાયા તો - 2000 રૂ.
રજિસ્ટ્રેશન વગર 4 વ્હીલર ચલાવતા બીજીવાર પકડાયા તો - 3000 રૂ.

રજિસ્ટ્રેશન વગર ભારે વાહન ચલાવતા પકડાયા તો - 5000 રૂ.

શારીરિક-માનસિક ક્ષમતા વીના 3 વ્હીલર ચલાવતા પકડાયા તો - 500 રૂ.
શારીરિક-માનસિક ક્ષમતા વીના 4 વ્હીલર ચલાવતા પકડાયા તો - 5000 રૂ.

થર્ડ પાર્ટી વીમા વગર 2 વ્હીલર ચલાવતા પ્રથમવાર પકડાયા તો - 2000 રૂ.
થર્ડ પાર્ટી વીમા વગર 2 વ્હીલર ચલાવતા બીજીવાર પકડાયા તો - 4000 રૂ.

થર્ડ પાર્ટી વીમા વગર 4 વ્હીલર ચલાવતા પ્રથમવાર પકડાયા તો - 2000 રૂ.
થર્ડ પાર્ટી વીમા વગર 4 વ્હીલર ચલાવતા બીજીવાર પકડાયા તો - 4000 રૂ.

પ્રદૂષણયુક્ત 2-4 વ્હીલર ચલાવતા પકડાયા તો - 1000 રૂ
પ્રદૂષણયુક્ત ભારે વાહન ચલાવતા પ્રથમવાર પકડાયા તો - 1000 રૂ.
પ્રદૂષણયુક્ત ભારે વાહન ચલાવતા બીજીવાર પકડાયા તો - 3000 રૂ.

તમારું વાહન અવાજ પ્રદૂષણ કરતું પકડાશે તો - 1000 રૂ.

જાહેરમાં રેસ કરનારા પ્રથમવાર પકડાશે તો - 5000 રૂ.
જાહેરમાં રેસ કરનારા બીજીવાર પકડાશે તો - 10000 રૂ.

ઈમરજન્સીમાં વાહનને પ્રથમવાર સાઈડ ન આપી તો  - 100 રૂ.
ઈમરજન્સીમાં વાહનને બીજીવાર સાઈડ ન આપી તો  - 5000 રૂ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ