એક મામલામાં આતંકી બશીર અહમદની સ્પેશિયલ સેલ (દિલ્હી પોલીસ)ને શોધ હતી. આ બાબતે એની પર 2 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી.
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જેશ એ મોહમ્મદના આતંકી બશીર અહમદની ઘણા વર્ષો બાદ ધરપકડ કરવામાં સફળતા મળી છે. સ્પેશિયલ સેલએ આતંકી બશીરની ધરપકડ સોમવારે સાંજે જમ્મુ કાશ્મીરના શ્રીનગરથી કરી છે. એક મામલામાં આતંકી બશીરની સ્પેશિયલ ટીમને શોધ હતી. આ બાબતે એની પર 2 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજા બે સાથીઓને દિલ્હી પોલીસે આ વર્ષે ધરપકડ કરી હતી. એમનું નામ ફેયાજ અને મજીદ બાબા છે.
Delhi Police Special Cell has arrested JeM terrorist Basir Ahmad from Jammu & Kashmir's Srinagar. Police has announced a reward of Rs 2 lakh on his arrest. pic.twitter.com/IFbaJaGnew
મળતી જાણકારી અુસાર મુખબિરની સૂચના પર સ્પેશિયલ સેલએ મંગળવારે શ્રીનગરથી બસીર અહેમદની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સતત એને પૂછપરછ કરવામાં આવી રહી છે.
જણાવી દઇએ કે એક દશક પહેલા 2007માં દિલ્હી પોલીસની સાથે એન્કાઉન્ટર દરમિયાન બશીરની ધરપકડ થઇ હતી, પરંતુ કેસ ચાલ્યા બાદ નીચલી કોર્ટથી મુક્ત થઇ ગયો હતો. ત્યારબાદ કેસ દિલ્હી હાઇકોર્ટે એને સજા સંભાળાવી હતી. થોડક વર્ષો બાદ આ મામલે જામીન મળ્યા બાદ બશીર હાઇકોર્ટમાં હાજર થઇ રહ્યો નહતો. ઘણી વખત હાજર ના રહેવા પર કોર્ટે એની વિરુદ્ધ બિનજામીન વોરંટ સુધી જારી કર્યું હતું.