ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / આજથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત, 35 દિવસના વેકેશન બાદ બાળકોના કલરવથી ગુંજી ઉઠ્યા પરિસર
Last Updated: 08:05 AM, 9 June 2025
ADVERTISEMENT
35 દિવસનું ઉનાળું વેકેશન પુરુ થયા બાદ આજથી શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે..અને શાળાઓ ફરી ધમધમતી થઇ છે.. અમદાવાદ શહેર અને જિલ્લાની વાત કરીએ તો અહીંની 500 શાળાઓના 3 લાખથી વધુ વિદ્યાર્થીઓના કિલ્લોલથી શાળા પરિસર ગુંજી ઉઠશે.
ADVERTISEMENT
લાંબા સમય બાદ સ્કૂલે પહોંચતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી તરફ નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ સ્ટેશનરીની દુકાનો તેમજ યુનિફોર્મ અને સ્કૂલ સૂઝની દુકાનો પર ભારે ભીડ જોવા મળી રહી છે.
શિક્ષણ બોર્ડે નવા વર્ષનું એકેડેમિક કેલેન્ડર જાહેર કરી દીધું છે. જે અનુસાર પ્રથમ સત્રમાં 105 દિવસો અભ્યાસના રહેશે. 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. બીજા સત્રની શરૂઆત 6 નવેમ્બરથી થશે. બીજા સત્રમાં 144 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. 4 મેથી 7 જૂન 2026 સુધી ઉનાળુ વેકેશન રહેશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ માત્ર સાત જિલ્લામાં હળવા વરસાદની આગાહી,ગરમીથી રાહત હવે થોડા દિવસ બાદ જ મળશે

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ