ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:29 AM, 9 June 2025
ADVERTISEMENT
આજે રાજ્યના 7 જિલ્લામાં વરસાદની આગાહી છે.. રાજ્યમાં માત્ર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં જ છુટોછવાયો કે પછી હળવો વરસાદ પડી શકે છે.. બાકી રાજ્યમાં ક્યાંય પણ વરસાદની કોઇ આગાહી નથી..જે જિલ્લાઓમાં વરસાદની આગાહી છે, તેમાં ભાવનગર, અમરેલી, સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે.. આ તમામ જિલ્લાઓમાં છુટાછવાયા કે પછી હળવા વરસાદની આગાહી છે.
ADVERTISEMENT
અંબાલાલના જણાવ્યા મુજબ હાલ ગ્રહો જોતા ગરમી વધશે અને રાજ્યોના ભાગોમાં 38 થી 41 ડીગ્રી જેટલું તાપમાન જોવા મળશે. સુરેન્દ્રનગર, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી વધુ જોવા મળશે. દરિયા કિનારાના ભાગોમાં 34 ડીગ્રી ગરમીનો પારો જોવા મળશે. ગરમીમાંથી રાહત મળવાની શક્યતા હવે થોડાક દિવસ બાદ મળશે. 7 થી 9 જૂન વચ્ચે અણધાર્યો વરસાદ રાજ્યના કેટલાક ભાગોમાં જોવા મળશે. પરંતુ ચોમાસાની સિસ્ટમ 11 જૂનથી આગળ વધવાની શકયતા રહેશે.
આ પણ વાંચોઃ આવી ગયા સારા સમાચાર! ગુજરાતમાં આ તારીખ બેસી જશે વિધિવત ચોમાસું, પરેશ ગોસ્વામીની આગાહી
ADVERTISEMENT
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 20 જૂને ચોમાસું બેસી શકે તેવી આગાહી કરી છે.હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, અત્યાર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં જે વરસાદ પડી રહ્યો હતો, તે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ હતો હવે થોડા દિવસ ગરમીનો સામનો કરવો પડશે, 14 જૂન પછી પ્રી-મોન્સૂન એક્ટિવિટી વધારે તીવ્ર બનશે, તેમના મતે 20 જૂનથી ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ