બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / Netflix offering subscription at Rs 5 for the first month for select users

સારાં સમાચાર / હવે યુઝર્સને માત્ર 5 રૂપિયામાં મળશે Netflixનું મંથલી સબસ્ક્રિપ્શન, જાણો શું છે ઓફર

Noor

Last Updated: 04:18 PM, 22 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેટફ્લિક્સ ભારત વધુને વધુ ગ્રાહકો મેળવવા માટે નવા પ્રયાસો કરી રહ્યું છે. ગયા વર્ષે કંપનીએ ભારતમાં માત્ર 199 રૂપિયામાં મોબાઇલનો પ્લાન રજૂ કર્યો હતો. હવે કંપની એક નવી પ્રારંભિક ઓફરનું પરીક્ષણ કરી રહી છે. આ નવી ઓફર હેઠળ નવા યુઝર્સને 5 રૂપિયામાં નેટફ્લિક્સનું એક મહિનાનું સબસ્ક્રિપ્શન મળશે. પરંતુ આ ઓફર અમુક જ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.

  • નેટફ્લિક્સ ભારત વધુને વધુ ગ્રાહકો મેળવવા માંગે છે
  • કંપનીમાં નવા ગ્રાહકો જોડવા નેટફ્લિક્સ લાવતું રહે છે ઓફર્સ
  • હવે યુઝર્સને 5 રૂપિયામાં નેટફ્લિક્સનું એક મહિનાનું સબસ્ક્રિપ્શન મળશે

મળતી માહિતી મુજબ, નેટફ્લિક્સ ભારતમાં નવા મેમ્બર્સ માટે નવી પ્રારંભિક ઓફરનું પરીક્ષણ કરી રહ્યું છે. આ ઓફર હેઠળ, નેટફ્લિક્સ મેમ્બરશિપ માટે સાઈન અપ કરનાર નવા યુઝર્સને પ્રથમ મહિનાનું સબસ્ક્રિપ્શન 5 રૂપિયામાં મળશે. પછી પ્રથમ મહિનો સમાપ્ત થયા બાદ યુઝર્સને પસંદ કરેલાં પ્લાન પ્રમાણે ચાર્જ ચૂકવવો પડશે.

આ ઓફર 21 ફેબ્રુઆરીથી રજૂ કરવામાં આવી છે અને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બધાં મેમ્બર્સને આ પ્રમોશનલ ઓફરનો લાભ મળશે નહીં. આ પ્રમોશનલ ઓફર બધા જ નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન પ્લાન માટે વેલિડ છે. એવામાં તમે ભલે 199 રૂપિયાનો મોબાઈલ ઓનલી પ્લાન ખરીદો અથવા મહિને 799 રૂપિયાનો મોંઘો પ્લાન ખરીદો છો પર તમને પહેલાં મહિનાનું સબસ્ક્રિપ્શન ફક્ત 5 રૂપિયામાં મળશે. એકમાત્ર શરત એ છે કે, નવા સભ્યને આ ઓફર દેખાવી જોઈએ, જે કંપની પર નિર્ભર કરે છે. 

તમને જણાવી દઈએ કે, નેટફ્લિક્સ અત્યારે પણ તમામ ઓફર્સ આપ્યા બાદ પણ ભારતમાં સૌથી મોંઘા સબસ્ક્રિપ્શન પ્લાન્સ ઓફર્સ કરે છે. એમેઝોન દ્વારા એમેઝોન પ્રાઈમ વીડિયો માત્ર 129 રૂપિયા પ્રતિ મહિનાના દરથી ઉપલબ્ધ છે. સાથે જ આ સબસ્ક્રિપ્શનમાં એમેઝોન પ્રાઈમ મ્યુઝિકનો લાભ પણ યુઝર્સને મળે છે. આ સબસ્ક્રિપ્શનની સૌથી સારી વાત એ છે કે, આના કોઈપણ પ્લાનમાં વીડિયો રિઝોલ્યૂશન માટે કોઈ રિસ્ટ્રિક્શન નથી. બીજી બાજુ હોટ સ્ટાર દ્વારા ભારતમાં મંથલી પ્રીમિયમ પ્લાન 199 રૂપિયા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ