ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / 67 વર્ષની ઉંમરે નીતૂ કપૂરના 'લવલી 'ડાન્સે ચોંકાવ્યા ફેન્સને, જુઓ વીડિયોમાં

મનોરંજન / 67 વર્ષની ઉંમરે નીતૂ કપૂરના 'લવલી 'ડાન્સે ચોંકાવ્યા ફેન્સને, જુઓ વીડિયોમાં

Published By: Jinal Chauhan

Last Updated: 10:31 AM, 12 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી નીતુ કપૂરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે 67 વર્ષની ઉંમરે ડાન્સ કરતી જોવા મળી રહી છે. લોકો તેની ફિટનેસના પ્રેમમાં પડી રહ્યા છે.

ADVERTISEMENT

બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી અને રણબીર કપૂરની મમ્મી નીતુ કપૂર પોતાની ફિટનેસમાં નવી પેઢીની અભિનેત્રીઓને પાછળ છોડી રહી છે. હમણાનો જ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નીતુ કપૂર દીપિકા પાદુકોણના ફેમસ આઇટમ નંબર લવલી સોન્ગ પર ડાન્સ કરતી જોવા મળે છે. તેમના ડાન્સ મૂવ્સ જોઈને કોઈને અંદાજ નહીં આવે કે તે 67 વર્ષના છે.

નીતુ કપૂરનો વીડિયો વાયરલ થયો

બોલિવૂડની સદાબહાર અભિનેત્રી નીતુ કપૂરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોતાના લિવિંગ રૂમમાં મિત્ર કે કોરિયોગ્રાફર સાથે ડાન્સ પ્રેક્ટિસ કરતી જોવા મળી રહી છે. નીતુ કપૂરે દીપિકા પાદુકોણના હેપ્પી ન્યૂયરના સોન્ગ લવલી અને શાહિદ કપૂરના નાગડાના બીટ્સ પર પોતાના ડાન્સ મૂવ્સથી બધાને દંગ કરી દીધા છે. આ ઉંમરે પણ તેની ફિટનેસએ બધાને ચોંકાવી દીધા છે.

નીતુ કપૂરના આ વીડિયોએ ઈન્ટરનેટ યુઝર્સને બે ભાગમાં વહેંચી દીધા છે. એક બાજુ ફેન્સ કહે છે કે એજ ઈઝ જસ્ટ નંબર અને જો તમારામાં ઉત્સાહ હોય તો તમે ક્યારેય વૃદ્ધ થતા નથી તો કેટલાક યુઝર્સ માને છે કે જે ઉમરે પૌત્ર પૌત્રી સાથે રમવું જોઈએ એ ઉંમર આ પ્રકારનો ડાન્સ સૌને ચોંકાવી દે છે. એ વાતની પુષ્ટી નથી થઈ કે આ વીડિયો જૂનો છે કે હાલનો છે.

67 વર્ષની ઉંમરે પણ ચાર્મિંગ છે

નીતુ કપૂર હંમેશા તેની સાદગી માટે જાણીતી રહી છે. ઋષિ કપૂરના અવસાન પછી તેણે જે રીતે પોતાને કંપોઝ કર્યા અને કામની દુનિયામાં પાછા ફર્યા તે પ્રશંસનીય છે. આ ડાન્સ વિડીયો એ વાતનો પુરાવો છે કે તે હજુ પણ પોતાની અંદરના કલાકારને જીવંત રાખે છે.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ Netflix પર આ અઠવાડિયે લાગશે એન્ટરટેનમેન્ટનો મેળો, રીલીઝ થશે આ શાનદાર સીરિઝ, જુઓ આખું લિસ્ટ

ફિટનેસની ઝલક

આ પહેલી વાર નથી જ્યારે નીતુ કપૂરે પોતાના ડાન્સ વીડિયોથી લોકોને ચોંકાવી દીધા હોય. તે ઘણીવાર પોતાના વર્કઆઉટ અને યોગના ફોટા શેર કરે છે. તેના માટે ડાન્સ માત્ર એક કલા જ નથી પણ ફિટ રહેવાનો એક રસ્તો પણ છે. નીતુ કપૂરનો આ "સુંદર" ડાન્સ વીડિયો હાલમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે અને લોકો તેને વારંવાર જોઈ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

67 years fitness Bollywood viral news Neetu Kapoor dance video

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ