ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Netflix પર આ અઠવાડિયે લાગશે એન્ટરટેનમેન્ટનો મેળો, રીલીઝ થશે આ શાનદાર સીરિઝ, જુઓ આખું લિસ્ટ

મનોરંજન / Netflix પર આ અઠવાડિયે લાગશે એન્ટરટેનમેન્ટનો મેળો, રીલીઝ થશે આ શાનદાર સીરિઝ, જુઓ આખું લિસ્ટ

Published By: Priyankka Triveddi

Last Updated: 09:38 AM, 12 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ અઠવાડિયે નેટફ્લિક્સ તમારા માટે એન્ટરટેઇનમેન્ટનું સંપૂર્ણ પેકેજ લઈને આવી રહ્યું છે. 15 એપ્રિલથી 18 એપ્રિલ વચ્ચે અનેક નવી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થવા જઈ રહી છે. જે તમારા વીકએન્ડને વધુ રોમાંચક અને યાદગાર બનાવશે.

ADVERTISEMENT

Netflix Release This Week: આવનાર અઠવાડિયામાં નેટફ્લિક્સ લઈને આવી રહ્યું છે મનોરંજનનો ખજાનો. જેમાં વિવિધ શૈલીઓનું કન્ટેન્ટ ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાં નાટક, સસ્પેન્સ, થ્રિલર અને દસ્તાવેજી ફિલ્મોનો સમાવેશ થાય છે. દરેક પ્રકારના દર્શકો માટે કંઈક ખાસ છે. જેથી તમે તમારી પસંદગી મુજબ મનોરંજન માણી શકો. આ નવા રિલીઝીસ તમારા વીકએન્ડને વધુ આનંદમય અને ઉત્સાહભર્યો બનાવશે. તો તૈયાર થઈ જાવ એક સરસ બિન્જ-વોચિંગ અનુભવ માટે!

મેઈડ વીથ લવ (15 April) - વાર્તા એક હઠીલા અને પ્રતિભાશાળી રસોઈયા વિશે છે. જે પોતાની માતાનું જૂનું રેસ્ટોરન્ટ બચાવવા માટે જહેમત ઉઠાવે છે. પરંતુ પરિસ્થિતિ એવી બને છે કે તેને એવી વ્યક્તિ સાથે કામ કરવું પડે છે જેને તે બિલકુલ પસંદ કરતી નથી.

ફેક પ્રોફાઇલ (15 April) - આ સસ્પેન્સથી ભરેલી વાર્તા એક યુગલની છે, જેમનો હનીમૂન અચાનક ભયાનક વળાંક લે છે. એક રહસ્યમય અને અમીર દંપતી સાથેની મુલાકાત પછી તેમની જિંદગી જોખમમાં પડી જાય છે.

બીફ સિઝન 2 (16 April ) - આ વાર્તામાં બે કર્મચારીઓ અનાયાસે તેમના બોસની લડાઈનો વીડિયો રેકોર્ડ કરી લે છે. આ ઘટનાથી બ્લેકમેલની શૃંખલા શરૂ થાય છે. જેમાં દરેક વ્યક્તિ એકબીજા પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરે છે.

180 (17 April) - રસ્તા પર થયેલી નાની તકરાર ભયંકર અકસ્માતમાં ફેરવાઈ જાય છે, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થાય છે. ગુસ્સાથી ભરાયેલા તેના પિતા બદલો લેવા માટે જોખમી માર્ગ પર આગળ વધે છે.

એ ગોરીલા સ્ટોરી (17 April) - આ ડોક્યુમેન્ટરી ફિલ્મ પ્રકૃતિ પ્રેમીઓ માટે ખાસ આકર્ષણ બની શકે છે. તે ગોરિલાઓના જૂથના જીવનને નજીકથી દર્શાવીને તમને પ્રકૃતિની અનોખી દુનિયા સાથે જોડે છે.

આલ્ફા મેલ્સ સિઝન 5 (17 April )- આ સિઝનમાં કેટલાક મિત્રો જીવન અને સંબંધોની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમના સાથીઓ આગળ વધી રહ્યા છે. જ્યારે તેઓ પોતે પાછળ રહી ગયાનો અહેસાસ કરે છે.

રૂમમેટ્સ (17 April) - કોલેજ જીવનની આ વાર્તા મિત્રતા સાથે શરૂ થાય છે પરંતુ પછી સંઘર્ષમાં બદલાય છે. બે રૂમમેટ્સ વચ્ચે વધતી ગેરસમજ અને તણાવ તેને વધુ રસપ્રદ બનાવે છે.

આ પણ વાંચો: મશહૂર સિંગર આશા ભોસલેને હાર્ટ એટેક, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ભરતી

ડીનાયલ (18 April) -સત્ય ઘટનાથી પ્રેરિત આ સીરિઝ એક મહિલાની કથા રજૂ કરે છે. તેને કોર્ટમાં પોતાનું સત્ય સાબિત કરવા લાંબી કાનૂની લડત લડવી પડે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment News OTT Release List Netflix Release This Week

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ