ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / મશહૂર સિંગર આશા ભોસલેને હાર્ટ એટેક, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ભરતી

મનોરંજન / મશહૂર સિંગર આશા ભોસલેને હાર્ટ એટેક, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ભરતી

Published By: Pravin Joshi

Last Updated: 09:15 PM, 11 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેને હૃદયરોગનો હુમલો આવતા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 92 વર્ષીય સિંગરને હોસ્પિટલના ઈમરજન્સી મેડિકલ યુનિટમાં દાખલ કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેને હૃદયરોગનો હુમલો આવતા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 92 વર્ષીય સિંગરને હોસ્પિટલના ઈમરજન્સી મેડિકલ યુનિટમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખી રહી છે. તેમના પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચી ગયા છે, જોકે હજુ સુધી હોસ્પિટલ કે પરિવાર તરફથી કોઈ સત્તાવાર મેડિકલ બુલેટિન જારી કરવામાં આવ્યું નથી.

મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આશા ભોંસલેને શનિવારે અચાનક છાતીમાં દુખાવો અને અસ્વસ્થતા અનુભવાતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક તપાસ બાદ ડોક્ટરોએ તેમને હાર્ટ એટેક આવ્યો હોવાની પુષ્ટિ કરી હતી. તેમની વય 92 વર્ષ હોવાથી ડોક્ટરો અત્યારે અત્યંત સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યા છે. તેમને હોસ્પિટલના સ્પેશિયલ ઈમરજન્સી મેડિકલ યુનિટ (EMU) માં રાખવામાં આવ્યા છે, જ્યાં તમામ આધુનિક સુવિધાઓની મદદથી તેમની સ્થિતિને સ્થિર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ 'શાંતિથી બેસો, અને 15 હજાર...'', ડિવોર્સની માંગ કરનાર પતિને સુપ્રીમ કોર્ટની સલાહ

આશા ભોંસલેનો પરિવાર અને નજીકના સંબંધીઓ અત્યારે હોસ્પિટલમાં હાજર છે. બોલિવૂડ અને સંગીત જગતના અનેક દિગ્ગજોએ આશા તાઈના સ્વાસ્થ્ય અંગે પૂછપરછ કરી છે. ઉલ્લેખનીય છે કે આશા ભોંસલેએ દાયકાઓ સુધી ભારતીય સિનેમામાં હજારો ગીતો ગાયા છે અને તેમના અવાજનો જાદુ આજે પણ અકબંધ છે. આવી સ્થિતિમાં તેમના સ્વાસ્થ્યના બગડતા સમાચાર સાંભળીને સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે. હોસ્પિટલ બહાર મીડિયાનો જમાવડો જોવા મળી રહ્યો છે અને દરેક વ્યક્તિ એક જ આશા રાખી રહ્યું છે કે 'સ્વર કોકિલા' જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BreachCandyHospital HeartAttackNews AshaBhosle

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ