બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:32 PM, 30 November 2025
Winter Session 2025 : દેશની સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે અને 19 ડિસેમ્બર સુધી ચાલશે. 15 દિવસના આ ટૂંકા સત્રમાં મોદી સરકાર 14 મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી બિલ રજૂ કરવા જઈ રહી છે. આમાં નાદારી કાયદા (IBC), વીમા કાયદા, સિક્યોરિટીઝ માર્કેટ કોડ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, કોર્પોરેટ કાયદા, અણુ ઊર્જા અને GST સંબંધિત અગત્યના પ્રસ્તાવો સમાવાયા છે. સરકારનું ધ્યાન આ વખતે સ્પષ્ટ રીતે કાયદાકીય એજન્ડા પૂર્ણ કરવાની દિશામાં છે, જ્યારે વિપક્ષ ચૂંટણી યાદી સુધારણા, સુરક્ષા મુદ્દાઓ અને વિદેશ નીતિ મુદ્દાઓ પર ચર્ચાની માંગ સાથે તૈયાર છે.
ADVERTISEMENT
કયા 14 બિલ રજૂ થશે?
સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં રજૂ થનારા મુખ્ય બિલોની યાદી નીચે મુજબ છે.
ADVERTISEMENT
વર્ષ 2025–26 માટેની ગ્રાન્ટ્સ માટેની પહેલી પૂરક માંગણીઓ
ADVERTISEMENT
સત્રમાં પૂરક માંગણીઓ પર ચર્ચા, મતદાન અને વિનિયોગ બિલને નીર્તિ કરવા પણ મુખ્ય આયોજન રહેશે.

ADVERTISEMENT
સર્વપક્ષીય બેઠકમાં કોણ-કૌન હાજર?
સત્ર પૂર્વે સરકાર તરફથી આયોજિત સર્વપક્ષીય બેઠકમાં મુખ્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સરકાર તરફથી ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ, મંત્રી અર્જુન રામ મેઘવાલ, ભાજપ અધ્યક્ષ જેએપી નડ્ડા તો વિપક્ષ અને અન્ય પક્ષો તરફથી કોંગ્રેસ તરફથી જયરામ રમેશ, પ્રમોદ તિવારી, ગૌરવ ગોગોઈ, ડીએમકેના ટી. આર. બાલુ અને ટી. શિવા, ટીએમસીના ડેરેક ઓ’બ્રાયન, આપ, આઈયુએમએલ, આરજેડી, બીજેડી, વાયએસઆરસીપી, સપા, એઆઈએડીએમકે, બિએસપી, શિવસેના (યુબીટી), જેડીયુ, એસએડી સહિતના અનેક નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આવનારા સત્રના કાયદાકીય કામકાજ, ચર્ચા માટેની વ્યૂહરચના અને ગૃહ વ્યવસ્થાથી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
ADVERTISEMENT
વિપક્ષની માંગ અને સત્રની ચર્ચા
ADVERTISEMENT
વિપક્ષે આ સત્રને ટૂંકું ગણાવ્યું છે અને કહ્યું છે કે, સામાન્ય રીતે શિયાળુ સત્રમાં 20 દિવસનું થાય છે, જ્યારે આ વખતમાં માત્ર 15 બેઠકો નક્કી કરવામાં આવી છે. તેથી અનેક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા માટે વધુ સમય ફાળવવાની વિપક્ષે માંગની છે. બીજી બાજુ, સરકારનો ફોકસ કાયદાકીય એજન્ડાને પૂર્ણ કરવા પર છે અને BAC (બિઝનેસ એડ્વાઈઝરી કમિટી)ની બેઠકમાં અંતિમ કાર્યક્રમ નક્કી થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.