બ્રેકિંગ ન્યુઝ
Why US Oppose: ભારત રશિયાના સૌથી મોટા તેલ ખરીદદારોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે, જે મોસ્કોને તેની નિકાસ કમાણી ટકાવી રાખવામાં મદદ કરે છે અને સાથે જ નવી દિલ્હીને તેની વધતી જતી અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે સસ્તી ઊર્જા પણ પૂરી પાડે છે.
ADVERTISEMENT

રશિયા-યુક્રેન યુદ્ધ પછી વિશ્વમાં તેલની રાજનીતિ ઘણી બદલાઈ ગઈ છે. ભારત જેવા દેશો, જે તેમની મોટાભાગની તેલની જરૂરિયાતો આયાત કરે છે, તેઓ સસ્તા વિકલ્પની શોધમાં રશિયા તરફ વળ્યા છે. પરંતુ અમેરિકા અને પશ્ચિમી દેશોને આ સામે વાંધો છે. તેઓ નથી ઇચ્છતા કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદે કારણ કે તેનાથી રશિયન અર્થતંત્રને ફાયદો થાય છે, જેને આ દેશો નબળું પાડવા માંગે છે. ભારત રશિયા પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાની સમસ્યા શું છે? અને ભારત તેલ સિવાય રશિયા પાસેથી બીજી કઈ વસ્તુઓ ખરીદે છે? ચાલો જાણીએ ડિટેઈલમાં.
ADVERTISEMENT
અમેરિકાને કેમ વાંધો છે?
અમેરિકા અને તેના સહયોગી દેશો રશિયા પર આર્થિક દબાણ લાવવા માંગે છે જેથી તેનું અર્થતંત્ર નબળું પડે. આ માટે, તેમણે રશિયાના તેલ અને ગેસ વ્યવસાય પર પ્રતિબંધો લગાવવાનો પ્રયાસ કર્યો છે. જો કે, જ્યારે ભારત જેવા દેશો રશિયા પાસેથી મોટા પ્રમાણમાં સસ્તું તેલ ખરીદે છે, ત્યારે રશિયાને આર્થિક રાહત મળે છે. આ કારણે અમેરિકાએ ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકાએ રશિયન તેલ ખરીદવા માટે ભારત પર 25 ટકા ટેરિફ અને તેમજ અન્ય દંડની પણ વાત કરી હતી. આ મામલે ભારતે સ્પષ્ટ કર્યું કે, તે તેની ઉર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેશે અને તેની નીતિ કોઈપણ વિદેશી દબાણથી પ્રભાવિત રહેશે નહીં.
ADVERTISEMENT
રશિયા પાસેથી તેલ ન ખરીદવાથી શું અસર થશે?
જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરે તો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે. આની સીધી અસર સામાન્ય લોકો પર પડશે અને મોંઘવારી પણ વધી જશે. સરકાર પર રાજકીય રીતે પણ દબાણ વધશે.
ADVERTISEMENT
ભારત રશિયા પાસેથી શું-શું ખરીદી કરે છે
ADVERTISEMENT
રશિયા ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર છે. રશિયા ભારતની કુલ આયાતના લગભગ 38-40 ટકા હિસ્સો સપ્લાય કરે છે. 2024-25માં ભારતની કુલ તેલ આયાતના લગભગ 35-39 ટકા રશિયાથી આવે છે. મે 2025માં, ભારતે રશિયાથી દરરોજ 1.96 મિલિયન બેરલ તેલ આયાત કર્યું, જે 10 મહિનાની સૌથી હાઈસ્ટ હતું.
ADVERTISEMENT
ભારતે રશિયા પાસેથી તેલ પહેલા 2023માં 10.06 મિલિયન મેટ્રિક ટન થર્મલ કોલસો આયાત કર્યો હતો. જે કુલ ઇંધણ આયાતના લગભગ 6 ટકા છે. આ ભારતના ઊર્જા અને ઔદ્યોગિક ક્ષેત્રો માટે ખુબ જ મહત્વપૂર્ણ છે.
ભારતે છેલ્લા બે દાયકામાં રશિયા પાસેથી લગભગ 40 બિલિયન ડૉલરના હથિયારોની ખરીદી કરી છે. આમાં S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી, ટેન્ક, ફાઇટર જેટ, યુદ્ધ જહાજો અને સબમરીન તેમજ અન્ય લશ્કરી સાધનોનો સમાવેશ થાય છે.
વધુ વાંચો : રશિયાએ નિભાવી દોસ્તી, ટ્રમ્પને આડે હાથ લેતા આપ્યું મોટું નિવેદન, ભારતમાં ખુશીની લહેર
રશિયા ભારતને રાસાયણિક ખાતરો જેમ કે યુરિયા અને અન્ય નાઇટ્રોજન આધારિત ખાતરો પણ સપ્લાય કરે છે, જે ભારતના કૃષિ ક્ષેત્ર માટે જરૂરી છે. નોંધનીય છે કે, પશ્ચિમી દેશો દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે કિંમતોમાં ઘટાડો થયો ત્યારથી ભારત સૌથી મોટા તેલ ગ્રાહકોમાંનું એક બની ગયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.