બ્રેકિંગ ન્યુઝ
India Russia Relations: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા ટેરિફથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આ કારણે ટ્રમ્પ સતત ચર્ચામાં છે. ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ પણ લગાવ્યો છે. એટલું જ નહીં ભારતને રશિયા પાસેથી ઓઈલની ખરીદી ન કરવા પણ કહ્યું છે. ત્યારે હવે રશિયાએ અમેરિકાને આ મામલે ભારત સાથેના સંબંધોને લઈને બરાબરનું સંભળાવી દીધું છે.
ADVERTISEMENT
અમેરિકાના નિર્ણયની રશિયાએ ટીકા કરી
ભારત પર ટેરિફ લગાવવાના નિર્ણય પર ટીકા કરીને નારાજગી વ્યક્ત કરતા રશિયાએ અમેરિકા સહિત પશ્ચિમના દેશોને પણ આડે હાથ લીધા છે. રશિયાએ કહ્યું હતું કે, પશ્ચિમના દેશો ભારત સાથે સંબંધો બગાડવા માટે તૈયાર છે. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, 'અમેરિકા અને યુરોપિયન યુનિયનએ સાબિત કરી દીધું છે કે હવે તેમના પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. તેઓને ભલે એમ લાગતું હોય કે આ પગલાથી ભારત અને રશિયાના સંબંધો નબળા પડશે, પરંતુ એવું ક્યારેય પણ થશે નહીં'. થશે નહીં.
ADVERTISEMENT

'અમેરિકા ફક્ત પોતાનો જ ફાયદો જુએ છે'
ADVERTISEMENT
એક તરફ, અમેરિકાએ ભારત પર ટેરિફની જાહેરાત કરી છે તો બીજી તરફ યુરોપિયન યુનિયને (EU)એ વાડીનાર રિફાઇનરી પર પ્રતિબંધો લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રશિયા પણ આ રિફાઇનરીનો ભાગીદાર છે. વધુમાં રશિયાના રાજદૂત અલીપોવે કહ્યું કે, 'આવા પગલાં અને ધમકીઓ સાથે, પશ્ચિમ ભારત સાથેના સંબંધોમાં ટાઇમ બોમ્બ લગાવી રહ્યું છે. આમ કરીને, પશ્ચિમના દેશો વિશ્વાસ બનાવી શકતા નથી. અમેરિકાએ જે કંઈ કર્યું છે તે તેની પોતાની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડશે. રશિયાએ ક્યારેય કોઈ સ્વાર્થી હેતુ માટે ભારત સાથેના સંબંધો મજબૂત કર્યા નથી જ્યારે અમેરિકા ફક્તને ફક્ત પોતાનો જ ફાયદો જુએ છે'.
વધુ વાંચો : દરિયાકાંઠે બની ભયાનક દુર્ઘટના, 68 લોકોના કમકમાટી ભર્યા મોત, અનેક ગુમ
ADVERTISEMENT
નોંધનીય છે કે, ભારત 80 ટકા પેટ્રોલિયમની આયાત કરે છે તેમાથી મોટી માત્રામાં રશિયા પાસેથી ખરીદી કરે છે. પશ્ચીમના દેશના કહેવા છતાં ભારતે રશિયા સાથેના વેપાર સંબંધો તોડી શક્યા નથી અને ક્યારેય કોઈ પ્રતિબંધ લગાવ્યો નથી. અમેરિકાએ જે ટેરિફની જાહેરાત કરી તે આગામી થોડા દિવસ બાદ જ લાગુ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.