બ્રેકિંગ ન્યુઝ
Weather Forecast: દેશભરના કેટલાક રાજ્યોમાં ધીમે પગલે શિયાળાની શરુઆત થઈ રહી છે, પરંતુ કેટલાક રાજ્યોમાં ચાલી રહેલા વરસાદે આ હળવી શિયાળામાં પણ વિનાશ વેરવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગ (IMD)ના અનુસાર, મ્યાનમાર અને બાંગ્લાદેશના દરિયાકાંઠાની નજીક સ્થિત ઉત્તરપૂર્વીય અને પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશન સક્રિય છે. જે આગામી 24 કલાકમાં ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે.
ADVERTISEMENT
IMD અનુસાર, આ ડિપ ડિપ્રેશનની અસર ઉત્તરપશ્ચિમ ભારતમાં કરશે, જેના કારણે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાવાઝોડા અને વરસાદ પડવાની શક્યતા રહેશે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, રાયલસીમા અને કર્ણાટકના ઘણા ભાગોમાં 8 નવેમ્બર સુધી વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઉત્તર પ્રદેશમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, દિવસ દરમિયાન તડકો તેમજ રાત્રિ દરમિયાન ઠંડી અનુભવાઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે. જો દિલ્હી-NCRની વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં હવામાન સ્વચ્છ રહેવાની શક્યતા છે. જોકે, સવારના સમયે રાજધાની ક્ષેત્રમાં ધુમ્મસ દેખાવાનું શરૂ થઈ ગયું છે.
ADVERTISEMENT
બિહારમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નવેમ્બર મહિનામાં પણ બિહારમાં વરસાદની શક્યતા છે અને તે સામાન્ય કરતાં વધુ રહેશે. નવેમ્બરમાં રાજ્યના દક્ષિણ-પશ્ચિમ ભાગ સિવાય તમામ સ્થળોએ છુટોછવાયો વરસાદ વરસી શકે છે.
વધુ વાંચો : PHOTOS : વર્લ્ડ કપની ટ્રોફી સાથે તસવીર, જર્સીની આપી ભેટ, PM મોદીને મળી વર્લ્ડ ચેમ્પિયન ટીમ
ADVERTISEMENT
ગુજરાતની વાત કરવામાં આવે તો હવામાન વિભાગના જણાવ્યાનુસાર, હવામાન શુષ્ક રહેશે તેમજ આગામી અઠવાડિયમાં ઠંડી વધી શકે છે. આગામી સાત દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. જોકે કેટલાક ભાગોમાં છુટોછાવાયો વરસાદ વરસાદની શક્યતા રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.