બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દેશમાં ક્યાંક વરસાદ તો ક્યાંક હિમવર્ષા, દિલ્હી-NCRમાં હવા બની ઝેરી, IMDએ આપ્યું એલર્ટ

હવામાન / દેશમાં ક્યાંક વરસાદ તો ક્યાંક હિમવર્ષા, દિલ્હી-NCRમાં હવા બની ઝેરી, IMDએ આપ્યું એલર્ટ

Jay Bhatt

Last Updated: 06:20 AM, 23 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના વાતાવરણમાં જબરદસ્ત પલટો આવ્યો છે, જેમાં ક્યાંક બરફવર્ષા તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે. દિલ્હી-NCRમાં તો હવા ઝેરી બની છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે, ત્યારે જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ

Weather News : દેશભરમાં આજકાલ વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદ વરસ્યો છે, તો પહાડી વિસ્તારોમાં ભયાનક હિમવર્ષાથી તાપમાનનો પારો ગગડયો છે, તો દિલ્હી વાયુ પ્રદૂષણ અને ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું છે, જેના કારણે અહીં લોકોનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે.

બંગાળની ખાડીમાં બન્યું પ્રેસર

ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં લાંબા સમય સુધી ભારે વરસાદ પડ્યો હતો. દિવાળી પહેલા જ હળવી ઠંડી પડી ગઈ હતી. હવે, તાપમાનમાં ફેરફાર થવા લાગ્યો છે. IMD એ સમગ્ર દેશ માટે હવામાનનું એલર્ટ આપ્યું છે. બંગાળની ખાડીમાં બનેલા દબાણના કારણે, હવામાન વિભાગે 23 થી 24 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ભારતમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે.

આ વિસ્તારમાં પડશે વરસાદ

તમિલનાડુમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ચેન્નાઈના ત્રણ મોટા બંધોમાંથી પાણી છોડવામાં આવ્યું છે કારણ કે જળાશયોના સ્તરમાં ઝડપથી વધારો થયો છે. બીજી તરફ હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં ભારે ફેરફાર જોવા મળ્યો હતો. કુલ્લુમાં અને લાહૌલમાં સિઝનની બીજી હિમવર્ષા થઈ હતી. હિમવર્ષાથી વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. પર્યટન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

vtv app promotion

ચેન્નાઈથી બેંગલુરુ સુધી વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે 23 ઓક્ટોબરે દેશના દક્ષિણ ભાગ માટે ભારે વરસાદની એલર્ટ જાહેર કરી હતી. અધિકારીઓએ લોકોને મુસાફરી અને સાવધાની રાખવાની સૂચના આપી છે. હવામાન વિભાગે પ્રકાશમ, નેલ્લોર, કડપ્પા, અન્નમય, તિરુપતિ અને ચિત્તૂર જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

વધુ વાંચો : VIDEO : મહિલા તાજ હોટલના મેનેજર પર બરાબરની બગડી, વીડિયો થયો વાયરલ, જાણો મામલો

દિલ્હી-NCRમાં શ્વાસ લેવામાં તકલીફ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ અને નોઈડામાં, જે NCRને અડીને છે ત્યાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. રાહતની વાત એ છે કે લખનઉ, પ્રયાગરાજ અને બરેલી જેવા શહેરોમાં હવાની ગુણવત્તા નિયંત્રણમાં છે. રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડેટા અનુસાર, ગાઝિયાબાદ અને નોઈડામાં AQI 300ને વટાવી ચૂક્યો છે, જે અતિ ગંભીર શ્રેણીમાં આવે છે. દિવાળી પછી પણ, અહીંની હવા અત્યંત ઝેરી બની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IMD alert Weather news Weather update
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ