ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : મહિલા તાજ હોટલના મેનેજર પર બરાબરની બગડી, વીડિયો થયો વાયરલ, જાણો મામલો

વાયરલ / VIDEO : મહિલા તાજ હોટલના મેનેજર પર બરાબરની બગડી, વીડિયો થયો વાયરલ, જાણો મામલો

Published By: Maulik Patel

Last Updated: 11:03 PM, 22 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીની ઉજવણી માટે મુંબઈના તાજ હોટેલમાં બહેન સાથે ડિનર માટે ગયેલી મહિલાને ' ખુરશી પર પલાંઠી વાળીને' બેસવા પર મેનેજરે ટોકી, વીડિયો વાયરલ. મહિલાએ X પર શેર કરેલા વીડિયોમાં અપમાન અને વર્ગભેદનો મુદ્દો ઉઠાવ્યો, જે નેટિઝન્સમાં ચર્ચાનો વિષય બન્યો.

ADVERTISEMENT

લોકો તહેવારોને પરિવાર અને મિત્રો સાથે ઉજવવાનું પસંદ કરે છે, પરંતુ ક્યારેક આ ખુશીમાં અણધારી વિષયો આવી જાય છે. દિવાળીના આ ખુશહાલીના દિવસોમાં એક મહિલા તેની બહેન સાથે મુંબઈના પ્રખ્યાત તાજ હોટેલમાં ડિનર કરવા પહોંચી, પરંતુ ત્યાં તેમની સાથે થયેલું વર્તન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. મહિલાએ તેના X (ટ્વિટર) હેન્ડલ પર વીડિયો શેર કર્યો, જેમાં તે તેનો દુઃખ અને ગુસ્સો વ્યક્ત કરતી જોવા મળે છે. આ ઘટનાએ નેટિઝન્સમાં ભારે રોષ જગાવ્યો છે અને વર્ગભેદ અને સાંસ્કૃતિક અપમાનની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

વીડિયોમાં મહિલા કહે છે કે તેઓ દિવસ-રાત મહેનત કરીને પૈસા કમાય છે જેથી પરિવાર સાથે કોઈ સારી જગ્યાએ જઈને ખાણું માણી શકે. પરંતુ તાજ જેવા મહેત્વના હોટેલમાં તેમની સાથે થયેલા ખરાબ વર્તનથી તેમનું હૃદય તૂટી ગયું. તેઓ બહેન સાથે ડિનર માટે આવ્યા હતા, અને અચાનક હોટેલના મેનેજરે તેમને રોક્યા. મેનેજરે કહ્યું કે એક ગેસ્ટને તેમના બેઠવાના રીતથી તકલીફ થઈ રહી છે. મહિલાએ વીડિયોમાં બતાવ્યું કે તેઓ પદ્માસનમાં બેઠા હતા, જે કોઈ એક ગ્રાહકને ગમ્યું નહીં અને તેણે મેનેજરને ફરિયાદ કરી.

મેનેજરે મહિલાને કહ્યું કે આ ફાઈન ડાઈનિંગ છે, જ્યાં અમીર લોકો આવે છે, તેથી તેમારે વધુ 'સભ્ય' રીતે બેસવું જોઈએ અને પગ નીચે રાખીને બેસવું. વધુમાં, મહિલા કોલ્હાપુરી ચપ્પલ પહેરી આવી હતી, પરંતુ મેનેજરે તેમને બંધ જૂતા પહેરવા કહ્યા. મહિલાએ વીડિયોમાં કહ્યું, "આમાં અમીરી, વર્ગ અને સંસ્કૃતિની આવી રહી છે. હું મારી મહેનતના પૈસા વાપરીને ખાઈ રહી છું, તો આમાં કોઈને શું તકલીફ થઈ શકે?" તેમણે કહ્યું કે તાજ હોટેલે તેમને ખૂબ નિરાશ કર્યા.

મહિલાએ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું: "એક સામાન્ય વ્યક્તિ, જે મહેનત કરીને પૈસા કમાય છે અને તાજ જેવા હોટેલમાં પોતાની ઇજ્જત સાથે આવે છે, તેને આજે પણ આ દેશમાં અપમાનિત થવું પડે છે. મારી ભૂલ શું છે? માત્ર એ કે હું 'રેગ્યુલર પદ્માસન સ્ટાઈલ'માં બેઠી? કે તાજ મને શીખવે છે કે કેવી રીતે બેસવું અને શું કરવું?" આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે અને લાખો વ્યુઝ મેળવી ચૂક્યો છે.

vtv app promotion

નેટિઝન્સની પ્રતિક્રિયાઓમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. એક વપરાશકર્તાએ લખ્યું, "અંગ્રેજો ચાલ્યા ગયા પણ તેમની અંગ્રેજિયત છોડી ગયા." બીજા યુઝરે કહ્યું, "જો ગેસ્ટને તકલીફ થઈ તો તે પોતે જ હોટેલ છોડી જાય." કેટલાકએ તાજ હોટેલને ટ્રોલ કરીને કહ્યું કે આવા વર્તનથી તેમની ઇમેજ ખરાબ થાય છે. જોકે, કેટલાક વપરાશકર્તાઓએ હોટેલના નિયમોનું બચાવ કર્યું અને કહ્યું કે "દરેક જગ્યાએ કેટલાક નિયમો હોય છે જેને તોડવા જોઈએ નહીં." X પર આ વીડિયોને હજારો લાઈક્સ અને રિટ્વીટ્સ મળ્યા છે, અને ચર્ચા ચાલુ છે કે શું મહેનતી વર્ગને પણ આવી જગ્યાઓમાં અપમાનનો સામનો કરવો પડે.

આ પણ વાંચો: દિવાળીના એક મહિના બાદ અહીં ઉજવાય છે Budhi Diwali, જાણો ઇતિહાસ અને કારણ

આ ઘટના ભારતીય સમાજમાં વર્ગભેદ અને સાંસ્કૃતિક અલગતાને ઉજાગર કરે છે. મહિલાનું કહેવું છે કે તેમને માત્ર તેમના બેઠવાના રીતને કારણે અપમાનિત કરવામાં આવ્યું, જે પદ્માસન જેવી પરંપરાગત ભારતીય રીત છે. તાજ હોટેલના પ્રતિનિધિએ હજુ સુધી આ મુદ્દા પર કોઈ જવાબ આપ્યો નથી, પરંતુ આ વાયરલ વીડિયોએ હોટેલની પોલિસી અને ગ્રાહક સેવા પર પ્રશ્નો ઉભા કર્યા છે. આવી ઘટનાઓથી સમાજમાં સમાનતાની માંગ વધુ મજબૂત થાય છે. મહિલાના શબ્દોમાં, "મારા પૈસા કમાવવાની મહેનતને આદર આપો." આ મામલે વધુ વિકાસ થવાની અપેક્ષા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Discrimination social media, Taj Hotel viral video

Published by

Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ