બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પતિ ગયો હતો બહાર, અડધી રાત્રે ભાભીના રુમમાં ઘૂસ્યો શખ્સ, પછી થયું હેરાનીભર્યું

ક્રાઇમ / પતિ ગયો હતો બહાર, અડધી રાત્રે ભાભીના રુમમાં ઘૂસ્યો શખ્સ, પછી થયું હેરાનીભર્યું

Priykant Shrimali

Last Updated: 12:01 PM, 24 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttar Pradesh : મહિલાના પતિ ઘરની બહાર હતા અને ભાભી પોતાના બાળકો સાથે મકાનની બીજા માળે સુઈ રહ્યા હતા. આ દરમિયાન દિયરે અજાણ્યો અવાજ સાંભળ્યો અને તરત જ ભાભીના રૂમમાં પહોંચ્યો અને પછી...

Uttar Pradesh : ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાથી એક ચોંકાવનારો ઘટના સામે આવ્યો છે. અહીં એક અજાણ્યો યુવક રાત્રીના સમયે ચુપચાપ એક મહિલાના રૂમમાં ઘુસી ગયો હતો. મહિલાના પતિ ઘરની બહાર હતા અને ભાભી પોતાના બાળકો સાથે મકાનની બીજા માળે સુઈ રહ્યા હતા. આ ઘરમાં હાજર દિયરે અજાણ્યો અવાજ સાંભળી અને તરત જ ભાભીના રૂમમાં પહોંચી ગયો. અંદર પ્રવેશ કરતાં જ જે દ્રશ્ય જોયું તેનાથી દિયર પણ ચોંકી ઉઠ્યો. આવો જાણીએ એવું તે શું બન્યું હતું ?

UPના ગોરખપુરમાં એક ભાભીના રૂમમાં અજાણ્યો યુવક હાજર હતો અને દિયરને જોયા બાદ ઘભરાઈને તે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરે છે. ગભરાટમાં તેણે સીધો બીજા માળેથી નીચે કૂદકો મારી દીધો. જો કે તે ભાગી તો ન શક્યો, પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. આ તરફ બીજા માળેથી નીચે પડતાં પીઠના ભાગે ફ્રેક્ચર થઈ ગયું અને અન્ય એક હાડકું પણ તૂટી ગયું. આ તરફ અસહ્ય દુઃખાવાથી યુવક ઘટનાસ્થળે જ પડી ગયો. આ બધાની વચ્ચે અવાજ સાંભળી આસપાસના લોકો એકઠા થયા અને યુવકને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો. હાલ યુવકનો ગોરખપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

અજાણ્યા ઈસમ સામે નોંધાઇ ફરિયાદ

ચર્ચાના ચકડોળે ચડેલ આ ઘટનાના પગલે મહિલાએ પોતાના પરિવારજનો સાથે મળીને યુવક વિરુદ્ધ પોલીસમાં FIR નોંધાવી છે. મહિલાનું કહેવું છે કે, તેણી રાત્રે પોતાના બાળકો સાથે સૂઈ રહી હતી ત્યારે યુવક ઘરમાં ઘૂસ્યો હતો. તેણીનો પતિ આ સમયે બહાર કામ પર ગયો છે.

આ પણ વાંચો : VIDEO : રસ્તાઓ નદી બન્યા, ખેતરો બેટ બન્યા, ભારે વરસાદથી અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ

હવે જાણીએ દિયરે શું કહ્યું ?

સમગ્ર ઘટનાને લઈ મહિલાના દિયરે જણાવ્યુ કે, તે રાત્રે જાગ્યો ત્યારે ઘરમાં અજાણ્યો અવાજ આવ્યો. તેણે ભાભીના રૂમમાં તપાસ કરતાં યુવકને અંદર જોઈ લીધો. ત્યારબાદ તેણે બૂમાબૂમ કરતાં યુવકે ભાગવા માટે કૂદકો માર્યો. આ સાથે હવે સામે આવ્યું છે કે, આરોપી યુવક અન્ય સમુદાયનો છે. હાલ પોલીસે આરોપી કયા કારણોસર ઘરમાં ઘૂસ્યો તેની તપાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gorakhpur Sister-in-law Uttar Pradesh
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ