બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : રસ્તાઓ નદી બન્યા, ખેતરો બેટ બન્યા, ભારે વરસાદથી અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ

મેઘ કહેર / VIDEO : રસ્તાઓ નદી બન્યા, ખેતરો બેટ બન્યા, ભારે વરસાદથી અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ

Priykant Shrimali

Last Updated: 10:33 AM, 24 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajasthan Heavy Rain : હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ ભારે વરસાદની સ્થિતિ આવતીકાલ એટલે કે 25 ઓગસ્ટ સુધી ચાલુ રહી શકે છે, આજે અહીં આપવામાં આવ્યું છે રેડ એલર્ટ

Rajasthan Heavy Rain : ગુજરાત સહિત આપણાં પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ મેઘરાજા ધમધોકાર બેટિંગ કરી રહ્યા છે. વાસ્તવમાં રાજસ્થાનમાં છેલ્લા કેટલાંક દિવસોથી ધોધમાર વરસાદ થઇ રહ્યો છે જેના કારણે ઘણા જિલ્લાઓમાં પૂરના જેવી પરિસ્થિતિ ઊભી થઇ છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ ભારે વરસાદની સ્થિતિ આવતીકાલ એટલે કે 25 ઓગસ્ટ સુધી ચાલુ રહી શકે છે. તમામ જિલ્લાઓ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે જ્યારે કોટા અને બૂંદીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

આ સાથે હાડોતીના જિલ્લાઓમાં પરિસ્થિતિ વધુ નાજુક બની છે અને હવે રેસ્ક્યૂ માટે સેના બોલાવવી પડી છે. બીસલપુર અને કોટ બેરાજ જેવા મોટા ડેમના દરવાજા ફરીથી ખોલવામાં આવ્યા છે જેથી પાણીનો ભાર ઓછો કરી શકાય.

પરિવહન વ્યવસ્થા ખોરવાઇ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે અને રેલવે સેવા પર પણ વરસાદનો ગહિર અસર થયો છે. પ્રવાસીઓ અને વાહનચાલકોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

જયપુરમાં સ્થિતિ બગડી

રાજધાની જયપુરમાં પણ સતત વરસાદ થઇ રહ્યો છે. ખાસ કરીને શનિવારની સવારે શરૂ થયેલા વરસાદે શહેરના તમામ વિસ્તારોને પ્રભાવિત કર્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે અને સાવધાનીઓ છતાં રસ્તાઓ ફરી ઉખડી ગયા છે. પોશ વિસ્તારની કોલોનીઓમાં પાણી ભરાવાને કારણે લોકો ઘરમાં ફસાઇ ગયા છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતા ટ્રાફિક ધીમો પડી ગયો છે. છતા આ વરસાદે શહેરવાસીઓને ગરમી અને ભેજમાંથી થોડો આરામ જરૂર આપ્યો છે કારણકે છેલ્લાં 48 કલાકમાં તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો : દેશના 31 મુખ્યમંત્રીઓની કુલ સંપત્તિ 1,630 કરોડ રૂપિયા, ADR રિપોર્ટ જાહેર

શું કહ્યું હવામાન વિભાગે ?

હવામાન કેન્દ્ર જયપુરના ડિરેક્ટર રાધેશ્યામ શર્માએ માહિતી આપી કે, છેલ્લા 48 કલાકથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદ પર અટકાયેલું સાઇક્લોનિક સર્ક્યુલેશન હવે થોડું આગળ વધી દક્ષિણ-પશ્ચિમ યુપી અને પૂર્વી રાજસ્થાન પર પહોંચી ગયું છે. આ ઉપરાંત મોનસૂન ટ્રફ લાઇન હવે શ્રીગંગાનગર, ચુરુ, ગ્વાલિયર, સતના અને ડાલટનગંજથી પસાર થઈને બંગાળની ખાડી સુધી ફેલાઈ છે જ્યાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય છે. આ હવામાન તંત્રના કારણે રાજ્યમાં સતત વરસાદ જોવા મળી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heavy rain red alert in Kota Rajasthan rain
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ